છ-દર્શનશાસ્ત્રો ની સરખામણી અને સાર
વિષય | સાંખ્ય | યોગ | ઉત્તર-મીમાંસા (વેદાંત) | પૂર્વ-મીમાંસા | ન્યાય | વૈશેષિક |
આચાર્ય | કપિલ | પતંજલિ | વેદ-વ્યાસ | જૈમીની | ગૌતમ | કણાદ |
વાદ | પરિણામ-વાદ | પરિણામ-વાદ | વિવર્ત-વાદ | આરંભ-વાદ | આરંભ-વાદ | આરંભ-વાદ |
કાંડ | જ્ઞાન-કાંડ | ઉપાસના-કાંડ | જ્ઞાન-કાંડ | કર્મ-કાંડ | જ્ઞાન-કાંડ | જ્ઞાન-કાંડ |
જગત | પ્રકૃતિનું પરિણામ ૨૩-તત્વવાળું | પ્રકૃતિનું પરિણામ ૨૩-તત્વવાળું | ચેતન નો વિવર્ત | અનંત-પ્રવાહ- રૂપ સંયોગ-વિયોગ-વાળું | પરમાણુ- આરંભિત સંયોગ-વિયોગ- વાળું | પરમાણુ-આરંભિત સંયોગ-વિયોગ- વાળું |
જગત નું કારણ | ત્રણ ગુણવાળી પ્રકૃતિ | કર્મ અનુસાર પ્રકૃતિ- નિયામક-ઈશ્વર | અભિન્ન એવા નિમિત્ત- ઉપાદાન ઈશ્વર | જીવ નું અદૃષ્ટ સ્વરૂપ- પરમાણુ | પરમાણુ-ઈશ્વર વગેરે-૯ (તત્વ) | પરમાણુ-ઈશ્વર વગેરે-૯ (તત્વ) |
ઈશ્વર (પરમાત્મા) | ------------ | પુરુષ (વિશેષ) | માયા-વિશિષ્ટ ચેતન | ---------- | વિભુકર્તા (વિશેષ) (જ્ઞાન-ગુણવાન) | વિભુકર્તા (વિશેષ) (જ્ઞાન-ગુણવાન) |
જીવ (આત્મા) | અસંગ ચેતન ભોક્તા | અસંગ ચેતન કર્તા-ભોક્તા | અવિદ્યા (માયા) વિશિષ્ટ ચેતન | જડ-ચેતનાત્મક કર્તા-ભોક્તા | ગુણવાન-કર્તા- ભોકતા | ગુણવાન-કર્તા- ભોકતા |
આત્મ-પરિમાણ | વિભુ નાના | વિભુ નાના | વિભુ-એક | વિભુ નાના | વિભુ નાના | વિભુ નાના |
પ્રમાણ | પ્રત્યક્ષ-અનુમાન- શબ્દ | પ્રત્યક્ષ-અનુમાન- શબ્દ | ૬-જાતના પ્રમાણ | ૬-જાતના પ્રમાણ | પ્રત્યક્ષ-અનુમાન- શબ્દ-ઉપમાન | પ્રત્યક્ષ-અનુમાન |
બંધન નો હેતુ | અવિવેક | અવિવેક | અવિદ્યા (માયા) | નિષિદ્ધ કર્મ | અજ્ઞાન | અજ્ઞાન |
બંધન | અધ્યાત્મ-વગેરે ત્રણ પ્રકારનાં દુઃખ | પ્રકૃતિ-પુરુષ- અવિદ્યા-વગેરે પાંચ કલેશ | અવિદ્યા અને તેનું કાર્ય | નરક વગેરે દુઃખ નો સંબંધ | ૨૧ -જાતના દુઃખ | ૨૧ -જાતના દુઃખ |
મોક્ષ | ત્રણ પ્રકારના દુઃખ નો નાશ | અવિદ્યા-વગેરે પાંચ કલેશ ની નિવૃત્તિ | અવિદ્યા અને કાર્ય ની નિવૃત્તિ પરમાનંદ પ્રીતિ | સ્વર્ગ-પ્રાપ્તિ | ૨૧-જાતના દુઃખનો નાશ | ૨૧-જાતના દુઃખનો નાશ |
મોક્ષ નું સાધન | પ્રકૃતિ-પુરુષ વિવેક | નિર્વિકલ્પ સમાધિ પૂર્વક-વિવેક | બ્રહ્મ-અને આત્માના ઐક્ય નું જ્ઞાન | વેદ-વિહિત-કર્મ | આત્મ-જ્ઞાન | આત્મ-જ્ઞાન |
અધિકારી | વિરક્ત | વિક્ષિપ્ત ચિત્તવાળો | સાધન- ચાતુસ્ત્ય સંપન્ન | કર્મ-ફળમાં આસક્ત | દુઃખ મટાડવાની ઇચ્છાવાળો- કુતર્કી | દુઃખ મટાડવાની ઇચ્છાવાળો- કુતર્કી |
સત્તા | જીવ-જગત- પરમાર્થ-સત્તા | જીવ-જગત- પરમાર્થ-સત્તા | પરમાર્થ-રૂપ- પરમાત્મ-સત્તા અનિર્વચનીય | જીવ-જગત- પરમાર્થ-સત્તા | જીવ-જગત- પરમાર્થ-સત્તા | જીવ-જગત- પરમાર્થ-સત્તા |
ઉપયોગ | ત્વં-પદાર્થ શોધન | ચિત્તની એકાગ્રતા | તત્વજ્ઞાન પૂર્વક-મોક્ષ | ચિત્ત-શુદ્ધિ | મનન | મનન |