હવે આપણે પ્રાણાયામની "ક્રિયાઓ" વિષે વિચારીએ.
આપણે જોયું કે -પહેલું પગલું-એ ફેફસાંની ગતિને કાબૂમાં લેવાનું છે.અને એને માટે આપણે જે
પહેલું-કરવા માગીએ છીએ તે-એ છે કે-શરીરની અંદર ચાલી રહેલી વધુ સૂક્ષ્મ "ક્રિયાઓ" નું
આપણાં મન બહિર્મુખી થઇ ગયા છે,અને આપણા શરીરની અંદરની બાજુ ચાલતી સૂક્ષ્મ ક્રિયાઓ
આપણા લક્ષ બહાર રહી ગઈ છે.જો આપણે તેનું નિરીક્ષણ કરીને તેને પારખવા લાગીએ તો-
આપણે તેના પર કાબૂ મેળવવા લાગીએ.
જ્ઞાનતંતુ-પ્રવાહો -કે જે-આખા શરીરમાં ફરી વળેલા છે,તે એક એક માંસ-પેશીમાં ચેતના અને
જીવન-શક્તિ લાવે છે,પણ તે જે આ કાર્ય કરે છે તેનો આપણને અનુભવ થતો નથી.
યોગી કહે છે કે-આપણે તેનો અનુભવ લેવાનું શીખી શકીએ.અને તેની રીત છે-ફેફસાંની ક્રિયા પર કાબૂ મેળવીને.એ ક્રિયા જે પૂરતા સમય સુધી કરવામાં આવે તો -વધુ સૂક્ષ્મ ક્રિયાઓને કાબૂમાં લાવી શકાય.
હવે પ્રાણાયામની "ક્રિયા" ના વિચાર કરવા માટે -કહે છે કે-શરીર સીધું રાખીને ટટ્ટાર બેસવું.
કરોડરજ્જુ -એ મેરુદંડ (કરોડ) સાથે જોડાયેલી નથી,પણ તેની અંદર છે.એટલે -
જો વાંકા બેસવામાં આવે તો-કરોડરજ્જુ ને ખલેલ પહોંચે.,માટે તેને છૂટી રહેવા દેવી.
શરીર ના ત્રણ ભાગ-છાતી,ગરદન અને માથું-હંમેશાં એક લીટીમાં રાખવાં જોઈએ.
થોડાંક સમયમાં -થોડીક મહેનત પછી,આ બાબત સહેલી થઇ જાય છે.
હવે આવે છે-જ્ઞાનતંતુઓ પર કાબૂ મેળવવાની વાત.
આગળ આપણે જોઈ ગયા કે-મગજમાં જ્ઞાનતંતુઓનું જે કેન્દ્ર શ્વાસોશ્વાસની ઇન્દ્રિયોનું નિયમન કરે છે-
તે કેન્દ્રની બીજા જ્ઞાનતંતુઓ પર પણ "નિયામક (કંટ્રોલ) અસર" રહે છે.
અને એ કારણસર તાલબદ્ધ શ્વાસોશ્વાસ થાય એ આવશ્યક છે.
આપણે સામાન્ય રીતે જે શ્વાસોશ્વાસ લઈએ છે તેને સાચો શ્વાસોશ્વાસ કહેવાય જ નહિ,
કેમકે તે ઘણો અનિયમિત હોય છે.વળી પુરુષો અને સ્ત્રીઓના શ્વાસોશ્વાસમાં પણ કુદરતી તફાવત હોય છે.
શ્વાસોશ્વાસનો પહેલો પાઠ-એ છે કે-શ્વાસને "માપ-સર" અંદર લેવો અને બહાર કાઢવો.
એનાથી શરીરમાં સંવાદિતા આવે છે.કેટલાક સમય આનો અભ્યાસ કર્યા પછી,તેની સાથે-
ॐ કે એવા કોઈ ઈશ્વરના પવિત્ર નામનો જપ કરવો.
શ્વાસોશ્વાસની સાથે "નામ" નું રટણ,સંવાદી-પણે કે તાલબદ્ધ રીતે થવા માંડે એટલે-
જણાય છે કે-આખું શરીર તાલબદ્ધ થશે,અને શરીરને એક વિશિષ્ટ જાતનો આરામ મળશે.કે
જે આરામની આગળ ઊંઘનો આરામ તો કંઈ જ નથી.
વિવેકાનંદ કહે છે કે-
આ અભ્યાસની પહેલી અસર -ચહેરા ઉપરના ભાવમાં થયેલા પરિવર્તન દ્વારા જણાશે.
સ્થિર વિચારની સાથે ચહેરા પર પણ સ્થિરતા આવશે ને કઠોર રેખાઓ અદૃશ્ય થઇ જશે.
ત્યાર પછી અવાજમાં મધુરતા આવશે.
શ્વાસોશ્વાસની ઉપરની ક્રિયા -થોડા દિવસ કર્યા પછી,એનાથી જરા વધુ ઉંચી પ્રક્રિયા શરુ કરવી.
ઈડા-એટલે કે ડાબા નસકોરા વાટે ફેફસાંને -શ્વાસથી ધીરે ધીરે ભરો,( પૂરક)અને-
સાથે સાથે મનને જ્ઞાનતંતુઓના પ્રવાહ પર એકાગ્ર કરો,
અને એવી ભાવના કરો-કે-જાણે તમે એ જ્ઞાનતંતુના પ્રવાહ ને મેરુદંડ (કરોડ)માં નીચેની બાજુએ
મોકલી રહ્યા છો,અને છેક છેડે આવેલા કેન્દ્ર ,કુંડલિની ના આધારરૂપ-ત્રિકોણાકાર -મૂળાધાર પદ્મ (ચક્ર)
પર જોરથી આઘાત કરી રહ્યા છો.પછી શ્વાસ ને ત્યાં થોડોક સમય થોભાવી રાખો (કુંભક)
ત્યાર પછી કલ્પના કરો કે-શ્વાસ ને બહાર કાઢવાની સાથે સાથે તે જ્ઞાનતંતુના પ્રવાહને-
પિંગલા-એટલે કે જમણા નસકોરા દ્વારા ઉપર ખેંચી રહ્યા છો,અને ધીરે ધીરે એ હવા (શ્વાસ) ને બહાર
કાઢી નાખો. (રેચક)
શરૂઆત માં આ ક્રિયા કદાચ અઘરી લાગે તો-તેનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે-
-અંગૂઠાથી જમણું નસ્કોરું દબાવી રાખવું અને ડાબા નસકોરા વાતે શ્વાસ લેવો (જેને પૂરક કહે છે)
-પછી બંને નસકોરાં ને અંગૂઠા અને અંગૂઠા પાસેની આંગળી વડે -બંધ કરો (જેને કુંભક કહે છે)
-પછી અંગુઠો ઉઠાવી લો અને જમણા નસકોરા વાટે શ્વાસ ને બહાર કાઢો (જેને રેચક કહે છે)
-ફરીથી ઉપર ના પ્રમાણે જ ક્રિયા રીપીટ (પુનરાવર્તન) કરો.અને
-દરેક વખતે ઉપર બતાવ્યા પ્રમાણેની ભાવના રાખો.
શરૂઆતમાં -ઉપર પ્રમાણે ની શ્વાસોશ્વાસ ક્રિયા માં ૪-૧૬-૮ સેકંડ નો સમય રાખવો.
એટલે કે પૂરક -૪-સેકંડ નો,કુંભક -૧૬-સેકંડ નો અને રેચક-૮-સેકંડ નો રાખવો -યોગ્ય છે.
આ થયો એક પ્રાણાયામ.સાથોસાથ ત્રિકોણાકાર મૂળાધાર પદ્મનો વિચાર કરી ને તેના પર
મન ને એકાગ્ર રાખવું જરૂરી છે.કે જેમાં "કલ્પના" ઘણી મદદગાર થઇ શકે તેમ છે.
બીજી એક રીતમાં શ્વાસને અંદરની બદલે બહાર રોકી રાખવામાં (કુંભક) આવે છે.
પૂરક-૪--રેચક-૮- અને કુંભક-૧૬-.-ની ગણવાની સંખ્યા અગાઉની જેમ જ રહે છે.
બીજી રીત એ પહેલી કરતાં પ્રમાણમાં સહેલી છે,અને સલામતી ભરી છે,કોઈ નુકશાન નથી.
પહેલી રીતનો -કે જેમાં શ્વાસ ને અંદર રોકી રાખવામાં આવે છે (કુંભક) તેનો વધુ અભ્યાસ કરવો નહિ,
શરૂઆતમાં -માત્ર સવારે ત્રણ કે ચાર વખત અને સાંજે ત્રણ-ચાર વખત કરી શકાય.
વિવેકાનંદ કહે છે કે-
પછી જયારે તમને એમ લાગે કે-તમારામાં વધારવાની શક્તિ છે-ત્યારે ખૂબ જ સંભાળી ને અને
સાવચેતી પૂર્વક ચારથી વધારીને છ પર આવજો.
નિયમિતતા અતિ મહત્વની છે,અને જો અભ્યાસ અનિયમિત-પણે કરવામાં આવે તો -
ફાયદાને બદલે નુકશાન થવાનો સંભવ ખરો.
નાડી-શુદ્ધિ કરવાની -ઉપર દર્શાવેલી ત્રણ પ્રક્રિયાઓ (પૂરક-કુંભક-રેચક) માં પહેલી -પૂરક અને છેલ્લી-રેચક
-એ નથી કઠણ કે નથી જોખમ-કારક.પણ કુંભક અપ્રમાણસર કે અનિયમિત,સમજ વગર કરવામાં આવે તો,-તે
જોખમ-કારક (નુકશાન-કારક) છે.(ઘણી વખત,બિલકુલ અનુભવ વગરના મનુષ્ય માટે-આ પ્રાણાયામ -કોઈ અનુભવી કે-ગુરૂના સાનિધ્યમાં શીખવો અને કરવો એ સલાહ-ભર્યું લાગે છે)