Aug 1, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-01

રાજયોગ એ એક વિજ્ઞાન છે.
આ વિજ્ઞાનના આચાર્યો ઘોષણા કરે છે -કે-
આધ્યાત્મિકતા (કે યોગ કે ધર્મ)નું આ વિજ્ઞાન એ પ્રાચીન કાળના મહાન યોગીઓએ પોતાની જાત પર કરેલા પ્રયોગો ના "અનુભવ" પરથી  મેળવેલા "જ્ઞાન" રચાયેલું છે,અને જ્યાં સુધી કોઈ પણ મનુષ્ય એ "અનુભવો"ને "પોતે" પ્રાપ્ત કરે નહિ,ત્યાં સુધી,તે આધ્યાત્મિક (કે-યોગી,કે ધાર્મિક) બની શકે નહિ.અને,આ અનુભવો કેવી રીતે મેળવવા,તે શીખવનારું "વિજ્ઞાન" છે "રાજયોગ"

જગતમાં,જે,જે, વિજ્ઞાન-શાસ્ત્રો છે,તેમાંથી લોકોને તે વિજ્ઞાનનું સત્ય સહેલાઈથી સમજાય છે,કારણકે,
વિજ્ઞાની,એ કોઈ પણ બાબત ને -એમ ને એમ -માની લેવાનું કહેતો નથી.
પણ તેની પાસે અમુક ચોક્કસ પરિણામો હોય છે,અને તે તેણે પોતે કરેલા અનુભવોમાંથી મેળવેલા હોય છે,
વળી,તે પરિણામો (જ્ઞાન) ને -તે કોઈ ચોક્કસ સૂત્ર (દાખલા તરીકે e=mc2) દ્વારા રજુ કરે છે.

વળી,દરેક અને કોઈ ચોક્કસ (particular) વિજ્ઞાનમાં એક "પાયો" (કે આધાર) હોય છે.
કે-જે-પાયો સમગ્ર માનવ જાતિને માટે સર્વ-સામાન્ય (common) હોય છે,અને એટલે જ
તે પાયામાંથી તારવેલા નિર્ણય (વિજ્ઞાન) ના સત્ય (કે દોષ) ને આપણે તરત જોઈ શકીએ છીએ.

જ્યાં સુધી પોતાને અનુભવ (થી-જ્ઞાન) ના થાય,-કે- જ્યાં સુધી સત્યના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન-
કરવામાં ના આવે,ત્યાં સુધી માત્ર-કોઈ "શ્રદ્ધા કે માન્યતા" દ્વારા સત્યને સ્વીકારવાનો- કે-
તેના વિષે માત્ર વાતો કરવાનો,કોઈ અર્થ નથી.

જગતમાં ઈશ્વર ને નામે  આટલી ખટપટ,અને ઝગડાઓ (કજીયાઓ) શા માટે છે?
જગતમાં,બીજી કોઈ પણ બાબત કરતાં (જુદા જુદા ધર્મો થી) ઈશ્વરના નામે સૌથી વધુ રક્ત-પાત થયો છે,
કારણકે લોકો ધર્મના (ઈશ્વરના-સત્યના) મૂળ સુધી ગયા જ નહોતા.
પણ, તે લોકો તેમના બાપ-દાદાના (કે ગુરુઓના),માત્ર, રીત-રિવાજો (માન્યતાઓ)ને સંમતિ આપીને,
તેવા જ રીત-રિવાજો ચાલુ રાખીને તેમાં જ સંતોષ માનતા હતા,
અને તેથી પણ વધુ આગળ તો -બીજાઓ પણ તે રીત-રિવાજો (માન્યતાઓ) માં "શ્રદ્ધા" રાખી-
અને તેમ જ કરે એવું ઇચ્છતા હતા.

જે મનુષ્યને પોતાના "આત્મા" નો "પરમાત્મા" નો અનુભવ ન થયો હોય,તો તેને,
"આત્મા છે" કે "પરમાત્મા" (ઈશ્વર) છે -એમ કહેવાનો અધિકાર ના હોઈ શકે.
જો આત્મા-પરમાત્મા હોય તો આપણને તેનો અનુભવ થવો જોઈએ,કે તેનો અનુભવ કરવો જોઈએ,
નહિતર બહેતર છે કે-આપણે તે આત્મા-પરમાત્મામાં ના માનીએ.
"દંભી" થવા કરતાં ખુલ્લે-ખુલ્લા નાસ્તિક થવું વધારે સારું છે.

અત્યારની (આધુનિક) વિચારસણી મુજબ-
એક બાજુએ બહુ ભણેલા (શિક્ષિતો) કહે છે કે-ધર્મ,અધ્યાત્મ-વિદ્યા,અને પરમ-તત્વ પાછળની શોધ -
એ બધું નકામું (વ્યર્થ) છે અને સમયની બરબાદી છે,જયારે,
બીજી બાજુએ જે બહુ ભણેલા નથી (અર્ધ-શિક્ષિતો) નો ખ્યાલ એવો છે કે-આ બધી (ધર્મ-વગેરે)
બાબતોને ખરેખર કશો "આધાર" નથી, માત્ર જો તેમની કોઈ કિંમત હોય તો-તે બધી બાબતો
(ધર્મ-વગેરે) જગતનું ભલું કરવા માટેનું "પ્રેરક-બળ" પુરુ પાડે છે.
અને જો મનુષ્યો ઈશ્વરમાં માને,તો તેઓ સારા,ભલા,નીતિમાન થાય અને સારા નાગરિક બને.

આવી અલગ-અલગ વિચારધારા ધરાવવા માટે -તેમનો કોઈ દોષ કાઢી ન શકાય,કારણકે-
આ માણસો ને જે શિક્ષણ મળે છે,તે "પાછળ કોઈ તત્વ" વિનાની એક સનાતન "શબ્દ-જાળ" જ છે.
અને તેમને એ શબ્દો પર જ જીવવાનું કહેવામાં આવે છે.તેમનો કોઈ દોષ નથી.

સ્વામી વિવેકાનંદના 'રાજયોગ' પુસ્તક પર આધારિત

       
        NEXT PAGE       
      INDEX PAGE