Dec 12, 2017

પતંજલિના યોગસૂત્રો-24-Yogsutra of Patanjali-Gujarati

ચિત્તના કોઈ એક ખૂણે ભરાઈ રહેલા અને વાઘની જેમ તરાપ મારવાને તૈયાર --એ  પુરાણા પૂર્વના અસંખ્ય સંસ્કારોને દબાવવાના છે.તેમના પર પ્રભુત્વ મેળવવાનું છે,કે જેથી,આપણે જે ઇચ્છીએ એ "એક" જ વિચાર ઉઠે,અને બીજા દૂર રહે.પણ આમ થવાને બદલે તે બધા (સંસ્કારો) એકસામટા ઉપર આવવાને મથતા હોય છે.મનની એકાગ્રતામાં વિઘ્ન નાખનારી સંસ્કારોની આ જુદીજુદી "શક્તિ"ઓ છે.

આગળ બતાવેલી સમાધિનો અભ્યાસ એ જ સંસ્કારોને દબાવવાનો ઉત્તમ ઉપાય છે.કારણકે-
એનામાં સંસ્કારો દાબી દેવાની "શક્તિ" રહેલી છે.
અને આ જાતની સમાધિ વડે જે સંસ્કાર જાગ્રત થશે તે એટલો બધો બળવાન (શક્તિવાન) હશે કે-
તે બીજા જુના સંસ્કારોના કાર્ય ને અટકાવશે,અને તેને કાબુમાં રાખશે.

  • तस्यापि निरोधे सर्वनिरोधान् निर्बीजः समाधिः  (૫૧)

(બીજા બધા સંસ્કારો નો નિરોધ કરનાર) આ સંસ્કારના નિરોધ થી,સર્વ સંસ્કારોનો નિરોધ થતાં,
"નિર્બીજ-સમાધિ" પ્રાપ્ત થાય છે.  (૫૧)

આપણું ધ્યેય છે-આત્માનો (પોતાનો) સાક્ષાત્કાર........
પણ આપણે આત્માને જોઈ શકતા નથી તેનું કારણ એ છે કે-
તે પ્રકૃતિ સાથે,મન સાથે,શરીર સાથે સેળભેળ થઇ ગયો છે.....

અજ્ઞાની મનુષ્ય માને છે કે-શરીર એટલે જ આત્મા છે.
શિક્ષિત (ભણેલો) એમ માને છે કે તેનું "મન" એ જ આત્મા છે.
પણ આ બંનેના ખ્યાલ ભૂલભરેલા છે.
આત્માને આ બધી વસ્તુઓ સાથે સેળભેળ કરી દેનાર છે શું? તો કહે છે કે-
અનેક પ્રકારના જુદાજુદા તરંગો ચિત્તમાં ઉઠે છે.અને તેઓ આત્માને ઢાંકી દે છે.

આ તરંગોમાં આપણ ને સહેજ-સાજ -એ આત્મા નુ પ્રતિબિંબ દેખાય છે.
તેથી જો તે તરંગ ક્રોધનો હોય તો આપણે આત્માને ક્રોધી તરીકે જોઈ છીએ.
તેવી જ રીતે જો તે તરંગ પ્રેમનો હોય તો પ્રેમી આત્મા અને
જો તરંગ નબળાઈનો  હોય તો,
આત્મામાં તેનું પ્રતિબિંબ પડે ને મનુષ્ય નો આત્મા નબળો જણાય છે.

આ જુદા જુદા વિચારો,આત્માના આવરણ જેવા આ "સંસ્કારો" માંથી જ પેદા થાય છે.
ચિત્ત-રૂપી સરોવરમાં એક પણ તરંગ હોય ત્યાં સુધી,આત્મા ના સાચાં સ્વરૂપ નુ દર્શન થતું નથી.
આત્માનું સાચું સ્વરૂપ જ્યાં સુધી બધા તરંગો સમી ના જાય ત્યાં સુધી કદી પણ દેખાવાનું નથી.


ટૂંક-સાર
સમાધિ-પાદ

અહીં પતંજલિ-
સહુ પ્રથમ આ તરંગો (વૃત્તિઓ) નો અર્થ સમજાવે છે.
બીજું, તેમનો નિરોધ કરવાનો ઉત્તમ માર્ગ બતાવે છે.અને
ત્રીજું,જેમ એક અગ્નિ બીજા અગ્નિને ગળી જાય તેમ,બીજા બધા તરંગોનો નિરોધ કરી શકે,
એવા "એક" તરંગ ને પ્રબળ કેમ બનાવવો તે શીખવે છે.
કારણકે જયારે એક જ તરંગ બાકી રહે ત્યારે તેનો નિરોધ કરવાનું સહેલું થઇ પડે છે.

અને જયારે તે એક તરંગ પણ સમી જાય ત્યારે તે સમાધિને "નિર્બીજ" કહી છે.
ત્યારે કંઈ જ બાકી રહેતું નથી,અને આત્મા તેના "સ્વ-રૂપ" તેના પોતાના "સ્વ-મહિમા" માં પ્રગટ થાય છે.અને ત્યારે જ મનુષ્યને ખબર પડે છે કે-"આત્મા-એ કોઈ મિશ્ર વસ્તુ નથી"

વિશ્વમાં એ (આત્મા) એક જ "અમિશ્ર" અને "શાશ્વત" છે.
અને આમ હોવાથી તેને જન્મ નથી કે તેને મૃત્યુ નથી.
તે (આત્મા) એ મૃત્યુ રહિત,અવિનાશી અને "જ્ઞાનનું સનાતન સાર-તત્વ" છે.
સમાધિ-પાદ સમાપ્ત
  PREVIOUS PAGE           
        NEXT PAGE       
     INDEX PAGE