-જે પુરુષ, પ્રિય (મન ને ગમતા) અથવા અપ્રિય (મનને
અણગમતા) પદાર્થ ને—
સાંભળીને,અડકીને,જોઈને,જમીને કે તેવા (પ્રિય કે
અપ્રિય) જળ માં નાહીને—
હર્ષ (સુખ) કે ગ્લાનિ (દુઃખ) –પણ પામે નહિ તે
“શાંત” કહેવાય છે.
-જે પુરુષ,સર્વ પ્રાણીઓ પ્રત્યે સમ-બુદ્ધિ વાળો છે,અનેપ્રયત્ન(પુરુષાર્થ) થી,ઇન્દ્રિયો ને જીતીને,ભવિષ્યકાળનાં સુખ-વગેરેની ઈચ્છા કરતો નથી-તે “શાંત” કહેવાય છે.
-જે પુરુષ,સર્વ પ્રાણીઓ પ્રત્યે સમ-બુદ્ધિ વાળો છે,અનેપ્રયત્ન(પુરુષાર્થ) થી,ઇન્દ્રિયો ને જીતીને,ભવિષ્યકાળનાં સુખ-વગેરેની ઈચ્છા કરતો નથી-તે “શાંત” કહેવાય છે.
-જો (જયારે) નિર્મળ(શુદ્ધ) બુદ્ધિ થી,ઊંડા ઉતરીને
તે મનુષ્ય ને જોવામાં આવે,અને,જો,તેના “મનની અંદરના” અને “બહારના” સર્વ કાર્યો
સરખાં દેખાય તો –તે “શાંત” કહેવાય છે.
-જેનું મન સ્વચ્છ હોય,અને ઉત્સવમાં,યુદ્ધમાં,તથા
મરણમાં એકસરખું શાંત હોય છે,-તે શાંત કહેવાય છે.
-જે પુરુષ,હર્ષનાં તથા ક્રોધના કારણોવાળા વાતાવરણમાં રહ્યો હોય, છતાં પણ “તે ત્યાં રહેલો નથી”,
એમ સમજી ને ના તો રાજી થાય કે ના તો કોપ કરે-પણ,
જેમ સુષુપ્તિમાં રહેલો હોય તેના પેઠે સ્વસ્થ રહે-તે
શાંત કહેવાય છે.
-જે મનુષ્ય ની પ્રસન્નતાભરી દૃષ્ટિ સર્વ લોકો પર,
અમૃત ના ઝરાની જેમ સુંદર રીતે પ્રસરતી હોય-તે
શાંત કહેવાય છે.
-જે પુરુષ મનમાં અત્યંત શીતળ થઇ ગયો હોય,અને
વ્યવહાર કરવા છતાં પણ,
જે વિષયોમાં ડૂબી જતો ના હોય કે મોહ ના પામતો હોય
–તે શાંત કહેવાય છે.
અત્યંત વિપત્તિઓ આવવા છતાં, અને મોટામોટા કલ્પોના
પ્રલય થઇ જાય તેવી દુઃખો ની
પરિસ્થિતિ આવી પડે –છતાં પણ જેનું મન નીચ વલણ
લેતું નથી-તે શાંત કહેવાય છે.
તપસ્વીઓમાં,ઘણું સમજનારાઓમાં (જ્ઞાનીઓમાં),યજ્ઞ કરવાનારોમાં,રાજાઓમાં,બળવાનોમાં,અને
ગુણીજનોમાં-તથા,સંકટોમાં અને ભયના સ્થાનોમાં-પણ
“શમ-વાળો” પુરુષ જ શોભે છે.
જેમ ચંદ્રમાંથી ચાંદની નો ઉદય થાય છે, તેમ,ગુણોથી
શોભનારા અને શાંત મનવાળા.
મહાત્માઓના ચિત્તમાંથી “પરમાનંદ” નો ઉદય થાય છે.
હે,રામ,મહાત્મા પુરુષો કોઈથી હરી શકાય નહિ,એવા
અને પૂજ્ય પુરુષોએ સાવધાન-પણા થી રક્ષેલા,
“શમ-રૂપ” ઉત્તમ અમૃત નો આશ્રય કરી, જે પદ્ધતિથી
“પરમ-પદ” પામ્યા છે,
તે જ પદ્ધતિ નું તમે પણ તેવી
(પરમ-પદ ની) સિદ્ધિ ને માટે,સર્વદા અનુકરણ કરો.