मृदुमध्याधिमात्रत्वात् ततोऽपि विशेषः (૨૨)
યોગીઓની સફળતાનો આધાર તેમણે અપનાવેલા સાધનો (મંદ-મધ્યમ-તીવ્ર) પર રાખે છે. (૨૨)
- ईश्वरप्रणिधानाद् वा (૨૩)
- क्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः (૨૪)
"ઈશ્વર" એટલે દુઃખ,કર્મો,કર્મો ના ફળ અને વાસનાથી અલિપ્ત એવો વિશિષ્ટ પુરુષ (આત્મા) (૨૪)
અત્રે એ યાદ કરવું જરૂરી છે કે-પાતંજલ "યોગ-દર્શન" એ "સાંખ્ય-દર્શન" ને આધારે રચાયેલું છે.
સાંખ્ય-દર્શનમાં "ઈશ્વર" ને સ્થાન નથી,પણ અહીં (પતંજલિ) યોગ-દર્શન "એક-ઈશ્વર" ને માને છે.
(જો કે ઈશ્વર વિશેના બીજા ઘણાયે વિચારોનું યોગદર્શન ઉલ્લેખ કરતું નથી)
યોગ દર્શન "એક ઈશ્વર" નું અસ્તિત્વ પોતાની આગવી રીતે કરે છે.અને ઈશ્વરને એક વિશિષ્ઠ પુરુષ
તરીકે ઓળખાવતાં કહે છે કે-
- तत्र निरतिशयं सर्वज्ञ्त्वबीजम्
જે સર્વજ્ઞ-પણું બીજાઓમાં માત્ર બીજ રૂપે હોય છે,તે ઈશ્વરમાં અનંત-રૂપે હોય છે. (૨૫)
મનુષ્યમાં જ્ઞાન,માત્ર "બીજ-રૂપે" છે,અને જો એમ હોય તો તેની આસપાસ "અનંત-જ્ઞાન" ની કલ્પના
કરવી જ પડે,અને એ "અનંત-જ્ઞાન" ને યોગીઓ (પતંજલિ) --"ઈશ્વર" કહે છે.
- स पूर्वेषाम् अपि गुरुः कालेनानवच्छेदात् (૨૬)
અને આ ઈશ્વર એ ગુરુઓનો પણ ગુરૂ છે.કારણ કે એ કાળ (સમય) ની મર્યાદાથી પર છે. (૨૬)
મનુષ્યમાં સઘળું જ્ઞાન રહેલું જ છે,પણ તેને બીજા જ્ઞાન (અનુભવી સદ-ગુરુના જ્ઞાન) દ્વારા
બહાર લાવવું પડે છે.પણ આવા માનવ-ગુરુઓ કે દેવ-ગુરુઓ બધા કાળની મર્યાદા-વાળા છે.
કાળની આ મર્યાદાથી પર,આ ગુરુઓનો એક ગુરૂ એ "ઈશ્વર" છે.
કે જે અનંત-જ્ઞાનવાન,અનાદિ અને અનંત છે.
- तस्य वाचकः प्रणवः (૨૭)
તે (ઈશ્વર) નો બોધક (ઓળખાવનાર શબ્દ) છે -"પ્રણવ" એટલે કે-ॐ
મન જે "વિચાર" કરે છે,તે "વિચાર" પહેલાં (તેના ઉતરાર્ધ-રૂપે) એક "શબ્દ" હોય છે.
શબ્દ અને વિચારને,કોઈ મનુષ્ય,કોઈ પણ પૃથ્થકરણ દ્વારા છૂટા પાડી શકે નહિ.કારણકે,
એક જ વસ્તુના બાહ્ય ભાગને જો "શબ્દ" કહીએ તો અંદરનો ભાગ "વિચાર" છે.