Sep 30, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૪૫

વિષયોને છોડી દેનારો પુરુષ માત્ર “વિવેક થી સાધ્ય થનારા”, અને વિચારથી તથા એકાગ્રતા થી
નિશ્ચય કરી શકાય તેવા ઉત્તમ (પરમ) પદ ને પામે છે.

સુખદાયી આસન ઉપર બેઠાંબેંઠા જ તે ઉત્તમ (પરમ) પદનો,
જો,પોતાની મેળે(પોતાની જાત થી) માત્ર વિચાર કરવામાં આવે,તો પણ તે પદની પ્રાપ્તિ થાય છે.

જેમ,ઝાંઝવાના જળ માં પાણી હોતું નથી,તેમ સર્વ પદાર્થો નાશવંત હોવાને લીધે,મનુષ્યલોકમાં કે સ્વર્ગલોકમાં ક્યાંય પણ ખરું સુખ નથી.
એથી “શમ અને સંતોષ-રૂપી” સાધન થી મન ને જીતવાનો પ્રયત્ન કરવો.કે જેથી,“અનંત-પદમાં એક-રસ-રૂપ” થવાથી “આનંદ”  ની પ્રાપ્તિ થાય.

દેવ,દાનવ કે માણસ-ગમે તે હોય,પણ તેણે,ઉભા રહેતાં,ચાલતાં,પડતાં કે ફરતાં-પણ,મન ની શાંતિથી ઉત્પન્ન થનારું,તે પરમ-સુખ અવશ્ય મેળવવું જ જોઈએ.

જેમ,આકાશમાં સૂર્ય નિર્લેપ રીતે રહે છે,તેમ,વ્યવહારમાં (તત્પર) રહેલ જ્ઞાની પુરુષ,
વ્યવહાર ને છોડી દેતો નથી કે વ્યવહાર ને ઇચ્છતો પણ નથી. (નિર્લેપ રીતે રહે છે)
આમ,વ્યવહારમાં રહેવા છતાં,નિર્લેપ રહી અને “શમ” થી સંસારમાં કલ્યાણ ની પ્રાપ્તિ થાય છે.
(શમ=મન પર નિયંત્રણ કરવાની શક્તિ)
શમ જ ઉત્તમ પદવી-રૂપ છે,સુખદાયી છે,શાંતિના કારણ-રૂપ છે,ભ્રાંતિ નું નિવારણ કરનાર છે.
શમ ને લીધે તૃપ્તિ પામેલા,સ્વચ્છ મનવાળા પુરુષ નો શત્રુ પણ મિત્ર થઇ જાય છે.

જે કોઈ દુઃખો છે,જે કોઈ તૃષ્ણા છે,અને જે કોઈ અસહ્ય ચિંતાઓ છે-
તે સર્વ શાંત ચિત્ત (મન) વાળા,પુરુષો માં લય પામી જાય છે.
શમથી શોભનારા,અને સર્વ પ્રાણીઓ પર સ્નેહ રાખનારા,
સજ્જન માં “પરમ-તત્વ” આપમેળે જ પ્રસન્ન થાય છે.
અને શમથી અંતઃકરણ ને જેવું સુખ થાય છે,તેવું સુખ,ઇન્દ્રાસન મળે,અમૃત મળે,કે
વિષ્ણુ ની પદવી મળે-તો પણ થતું નથી. (આમ,શમથી મળનારું સુખ વધારે છે)

સમજુ મનુષ્ય-“શમ-વાળી અને સમતા-વાળી”-સ્વચ્છ બુદ્ધિથી જેવો શોભે છે,
તેવો બીજો કોઈ શોભતો નથી.
અને આવા મનુષ્ય નું જીવન જ સફળ છે.અને તે મનુષ્ય જે કાર્યો કરે છે,તેને સર્વ પ્રાણીઓ વખાણે છે.

     INDEX PAGE
      NEXT PAGE