(દોહા)
સુનત બિનીત બચન અતિ કહ કૃપાલ મુસુકાઇ.
જેહિ બિધિ ઉતરૈ કપિ કટકુ તાત સો કહહુ ઉપાઇ(૫૯)
સમુદ્રનાં અત્યંત વિનીત વચનો સાંભળી કૃપાળુ શ્રી
રામે હસીને કહ્યું
હે તાત ! જે પ્રકારે વાનર સેના પાર ઉતરે તે ઉપાય
કહો.
ચોપાઈ
નાથ નીલ નલ કપિ દ્વૌ ભાઈ, લરિકાઈ રિષિ આસિષ પાઈ.
તિન્હ કે પરસ કિએગિરિ ભારે, તરિહહિં જલધિ પ્રતાપ તુમ્હારે.
(સમુદ્રે કહ્યું: ) હે નાથ ! નીલ તથા નલ બંને
વાનરો ભાઈ છે. તેઓએ બાળપણ માં ઋષિ પાસે આશીર્વાદમેળવ્યો છે .તેઓના સ્પર્શ કરવાથી જ
ભારે પર્વતો પણ આપના પ્રતાપથી સમુદ્ર પર તરશે.
મૈં પુનિ ઉર ધરિ પ્રભુતાઈ, કરિહઉબલ અનુમાન સહાઈ.
એહિ બિધિ નાથ પયોધિ બાઇઅ, જેહિં યહ સુજસુ લોક તિહુગાઇઅ.
હું પણ પ્રભુની પ્રભુતાઈ ને હૃદયમાં ધારણ કરી
મારા બળ પ્રમાણે સહાય કરીશ. હે નાથ ! એ પ્રકારે સમુદ્ર બાંધવો કે જેથી ત્રણે
લોકમાં આપનો સુંદર યશ ગવાય.
એહિ સર મમ ઉત્તર તટ બાસી, હતહુ નાથ ખલ નર અઘ રાસી.
સુનિ કૃપાલ સાગર મન પીરા, તુરતહિં હરી રામ રનધીરા.
અને આ ચઢાવેલા બાણ થી મારા ઉત્તર કિનારા પાર
રહેનારા , પાપના ઢગ સરખા દુષ્ટ મનુષ્યોનો નાશ કરો.કૃપાળુ
અને રણધીર શ્રી રામે સમુદ્રના મનની પીડા સાંભળી તેને તરત જ હરી લીધી
( અર્થાત બાણ થી તે દુષ્ટો નો નાશ કર્યો.
દેખિ રામ બલ પૌરુષ ભારી, હરષિ પયોનિધિ ભયઉ સુખારી.
સકલ ચરિત કહિ પ્રભુહિ સુનાવા, ચરન બંદિ પાથોધિ સિધાવા.
શ્રી રામ નું ભારે બળ અને પરાક્રમ જોઈ સમુદ્ર
હર્ષિત થઇ સુખી થયો . તેણે એ દુષ્ટો નું સર્વ ચરિત્ર પ્રભને
કહી સંભળાવ્યું. પછી ચરણો માં નમી સમુદ્ર ગયો.
છંદ
નિજ ભવન ગવનેઉ સિંધુ શ્રીરઘુપતિહિ યહ મત ભાયઊ.
યહ ચરિત કલિ મલહર જથામતિ દાસ તુલસી ગાયઊ.
સુખ ભવન સંસય સમન દવન બિષાદ રઘુપતિ ગુન ગના.
તજિ સકલ આસ ભરોસ ગાવહિ સુનહિ સંતત સઠ મના.
સમુદ્ર પોતાના
નિવાસમાં ગયો રઘુનાથજીને તેની એ સલાહ ઠીક લાગી.
આ ચરિત્ર કલિયુગ નાં પાપોને હરનારું છે.આને
તુલસીદાસે પોતાની બુદ્ધિ અનુસાર ગાયું છે.
શ્રી રઘુનાથજીના ગુણ સમૂહ સુખનું ધામ , સંદેહ
ને દુર કરનાર અને ખેદ નો નાશ કરનાર છે.
દુષ્ટ મન ! તું સંસારના
સર્વ આશા - ભરોસા તજી નિરંતર આને ગા તથા સાંભળ .
(દોહા)
સકલ સુમંગલ દાયક રઘુનાયક ગુન ગાન,
સાદર સુનહિં તે તરહિં ભવ સિંધુ બિના
જલજાન.(૬૦)
શ્રી રઘુનાથજી નાં ગુણગાન
સંપૂર્ણ સુંદર મંગળો આપનાર છે . જે આને આદર સહિત સાંભળશે ,
તે કોઈ જલયાન (વહાણ )વિના જ સંસાર
સમુદ્ર તારી જશે.
NEXT PAGE
|