શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
દેશ નો ભેદ-કાળ નો ભેદ-વસ્તુ
નો ભેદ-એ બધા રૂપ ના જ ભેદ છે,
આત્મ-સ્વ-રૂપ નો કોઈ ભેદ જ
નથી (ભેદ જેવી કોઈ વસ્તુ જ નથી) (૯૯૩)
“જીવ અને ઈશ્વર-આવાં વાક્ય
વેદ-શાસ્ત્રોમાં છે,પણ તેમાં “હું” એવું ચૈતન્ય જ છે,અને
આ બધું ચૈતન્ય જ છે અને “હું”
એ પણ ચૈતન્ય જ છે”---
આવા “નિશ્ચય” થી પણ જે
“શૂન્ય” થયો હોય-તે વિદેહ-મુક્ત છે.
વસ્તુ-રૂપે અને અવસ્તુ-રૂપે
પણ એ સાક્ષાત-બ્રહ્મ જ છે,તે બ્રહ્મ-વિદ્યા નો વિષય છે,
તે સત્ય-જ્ઞાન અને સુખ-રૂપ
છે,વળી એ પર-બ્રહ્મ,શાંત અને સર્વ થી પર કહેવાય છે. (૯૯૪-૯૯૬)
સર્વ વસ્તુઓ નો “અપહ્ન્વ”
(એટલે દ્રશ્ય માત્ર ને મિત્ય સ્વરૂપે દૂર કરી
દેવું) એ
અધ્યાત્મ-શાસ્ત્ર નો સિદ્ધાંત
છે.
આમાં અવિદ્યા નથી અને માયા પણ
નથી.એ અવિદ્યા અને માયા વિનાનું શાંત-બ્રહ્મ-જ છે. (૯૯૭)
પોતાને પ્રિય હોય –તેઓમાં પુણ્ય
નો,તથા પોતાને અપ્રિય હોય- તેઓમાં પાપનો –ત્યાગ કરી-
(આમ પાપ-પુણ્ય નો ત્યાગ કરી) જ્ઞાની
પુરુષ,ધ્યાન-યોગ વડે,સનાતન-બ્રહ્મ ને જ પામે છે. (૯૯૮)
હે,સદબુદ્ધિવાળા શિષ્ય,જેટલું
જેટલું તું પોતાની મેળે સારી રીતે ત્યજવા લાગે,
તેટલું તેટલું અને બધું ત્યજાયા
બાદ -પરમાનંદ -પરમાત્મા રૂપે જ બાકી રહે છે. (૯૯૯)
પરમ અક્ષર-અવિનાશી સ્વ-રૂપ ને
જાણનારો જ્ઞાની,
જ્યાં (જ્યાં-પણ) મરણ પામ્યો હોય,ત્યાં
સદા પર-બ્રહ્મ માં જ લય પામે છે.
તેણે ફરી સંસારમાં આવવાનું રહેતું
નથી, (૧૦૦૦)
“જે જે પોતાની મનગમતી વસ્તુ હોય,તેનો
ત્યાગ કરતો જ્ઞાની,મોક્ષ ને પામે છે.
અસંક્લ્પ-રૂપ શાસ્ત્ર થી આ ચિત્ત
જયારે કપાઈ જાય છે,ત્યારે સર્વ-કંઈ સર્વ-વ્યાપી શાંત બ્રહ્મ બની રહે છે.”
ગુરૂ નાં વાક્યો સાંભળી શિષ્ય
ના સંશયો છેદાઈ ગયા અને “જ્ઞેય” વસ્તુ તેને જણાઈ ગઈ.
પછી સદગુરૂ ના ચરણ-કમળમાં તેણે
સારી રીતે પ્રણામ કર્યા,એટલે તેમણે તેને રજા આપી.
પછી તે બંધન-રહિત થઇ ને ત્યાંથી
વિદાય થયો. (૧૦૦૧-૧૦૦૩)
ગુરૂ પણ આનંદ-સમુદ્ર માં સદા મગ્ન
મનવાળા રહી,કોઈને કંઈ ઉત્તર આપ્યા વિના આખી પૃથ્વી ને પવિત્ર કરતાં વિચરવા લાગ્યા.
(૧૦૦૪)
એ પ્રમાણે મુમુક્ષુઓને સુખેથી
બોધ થાય,તે માટે,
ગુરૂ-શિષ્ય ના સંવાદથી આત્મા નું
લક્ષણ જણાવ્યું છે. (૧૦૦૫)
“સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ”
નામનો આ ગ્રંથ,
સજ્જનો ના હૃદય ની અજ્ઞાન-રૂપ
ગાંઠ ને કાપવા માટે રચ્યો છે. (૧૦૦૬)