SAT SLOKI-01-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
શત-શ્લોકી-01-(આદિ) શંકરાચાર્ય રચિત
સ્વર્ગ,પાતાળ અને પૃથ્વી-એ ત્રણે લોકમાં,જ્ઞાન દેનાર સદગુરૂ ને કોઈ ઉપમા આપી શકાય તેમ નથી.
સદગુરૂ ને જો પારસમણિ જેવા માનીએ તો તે બરાબર નથી
કારણકે પારસમણિ તો માત્ર લોઢા ને સોનું બનાવે છે,પોતાના જેવો પારસમણિ બનાવતો નથી.
જયારે સદગુરૂ તો તેમનો આશરો લેનાર શિષ્ય ને પોતાના જેવો જ બનાવે છે.
આથી સદગુરૂ ને કોઈ ઉપમા નથી.એમના જેવા આ જગતમાં કોઈ હોઈ શકે નહિ. (૧)
જેમ ચંદનના ઝાડ ની ફેલાયેલી સુગંધથી આજુબાજુ ના બીજા ઝાડ પણ સુગંધિત થાય છે,
તેમ,જેઓને સદગુરૂ પાસેથી જ્ઞાન મળ્યું છે,તેવા દયાળુ પુરુષો પણ પોતાના ઉપદેશથી,
પોતાની સમીપ રહેલાઓનાં ત્રણેય પ્રકારનાં દુઃખને અને પાપ ને દૂર કરે છે (૨)
આત્મા અને અનાત્મા (દેહ-જગત વગેરે જડ પદાર્થો) ના ભેદ નું જ્ઞાન (વિવેક) કેવી રીતે સમજાય?
--પ્રથમ તો સત્ય શું? (આત્મા) અને મિથ્યા શું ? (જગત-દેહ વગેરે જડ પદાર્થો)
એને તપાસવાથી (ખોળવાથી) –સમજવાથી –આત્મા-અનાત્મા ના ભેદ નું જ્ઞાન (વિવેક) થાય છે.
--આ સમજ્યા પછી જ “બ્રહ્મ” નું “જ્ઞાન” –બે-પ્રકારે થાય છે.એમ શાસ્ત્ર માં કહ્યું છે.
(૧) પોતાના જાત અનુભવ થી-દેહના સંબંધથી “હું બ્રહ્મ છું” તેવો બ્રહ્મ નો અનુભવ થાય છે.
(૨) યુક્તિથી વિચારવાથી –“આ (જગતનું) બધું બ્રહ્મ જ છે” એમ વ્યાપક બ્રહ્મ સમજાય છે (૩)
--જાગ્રત અવસ્થા માં દેહ નું હલન-ચલન આત્મા થી (ચૈતન્યથી) થાય છે,અને
આવી ગયેલ સ્વપ્ન ના પદાર્થો પણ બરાબર સમજાય છે, તેથી આત્મા “જ્ઞાન-સ્વ-રૂપ” છે.
--સુષુપ્તિ માં (ઊંઘ ની અવસ્થામાં) કેવળ સુખ નો જ અનુભવ થાય છે.તેથી આત્મા “આનંદ સ્વરૂપ” છે.
આમ અનુભવ થી જણાયેલો અને
દેહ ની જાગ્રત અને સુષુપ્તિ અવસ્થામાં માં દેહ ને ચૈતન્ય આપનાર અને
દેહ પર કાબુ ધરાવનાર એ “આત્મા” જ છે.
આમ છતાં મૂર્ખ મનુષ્ય અનિત્ય દેહને જ આત્મા સમજે છે.(દેહ અને આત્મા જુદા છે તેવું સમજતો નથી)
પોતાનો અને બીજા બધાઓનો દેહ ચામડી,હાડકાં,માંસ,લોહી,મળ મૂત્ર,કફ –વગેરે થી બનેલો છે તેવું
જાણવા છતાં,મનુષ્યો એમ માને છે કે-
હું (મારો દેહ),સ્ત્રી,પુત્ર,નોકર ચાકર,ઘોડા,બળદ-વગેરે (દેહો)-એ મારા સુખ ના સાધનો છે.
અને આ બધાં નો વિચાર કરતાં જ માણસો પોતાનું અમૂલ્ય જીવન વિતાવી દે છે.
પણ-
જેને લીધે (આત્મા-ચૈતન્ય ને લીધે) પોતે જીવે છે,કામકાજ કરી શકે છે,પોતે ભાગ્યશાળી બન્યા છે,
તે પોતાની અંદર રહેલા પ્રાણોના ના સ્વામી,અમૃતરૂપ-“આત્મા” નો વિચાર કરતા જ નથી. (૪-૫)