Jan 1, 2013

શાંતિ

વર્ષો પહેલાં સાંભળેલો એક પ્રચલિત જોક છે.


એક ભાઈ (મગન)જંગલમાં વડના ઝાડ નીચે આરામથી માથે હાથ દઈ ને સૂઈ રહ્યા છે.
બીજા ભાઈ (છગન) આવી ને કહે છે કે-સૂઈ શું રહ્યા છો? જે સૂવે તેનું નસીબ સુતું.ઉભા થાવ.


મગન: પછી?
છગન: જંગલ માંથી લાકડાં કાપી ને ભારી બનાવો,શહેરમાં જઈ વેચો,દશ રૂપિયા મળશે.
મગન : પછી?
છગન: સાઈકલ લાવો,તેના પર દશ ભારી બનાવી લઇ જાવો,સો રૂપિયા મળશે.
મગન: પછી ?
છગન: રીક્ષા લાવો,તેમાં સો ભારી જશે, હજાર રૂપિયા મળશે.
મગન: પછી?
છગન: એક ખટારો લાવો,બે ખટારા,ત્રણ ખટારા ..એમ આગળ વધતા જાઓ.
મગન: પછી?
છગન: એ..ઈ...પછી આરામ થી માથે હાથ દઈ ને સૂઈ રહો.


મગને ગુસ્સે થઇ ને છગન ને એક લાફો ઠોકી દીધો,અને કહે છે-
“કે તે તો હું કરતો હતો,મને શું કામ જગાડ્યો ?”


મહાત્માઓ કહે છે કે-જગતમાં,સંસારમાં પ્રવૃત્તિ જરૂરી છે.પણ એ પ્રવૃત્તિ એટલા બધી વધી
જાય છે કે-પછી,જીવન માંથી શાંતિ હણાઈ જાય છે.
પૈસા થી સુખ-સગવડો મળે છે.પણ શાંતિ મળતી નથી.


જગત આપણી જાત ને તેના જેવું બનાવવાનો પ્રયત્ન કરે છે.
શાસ્ત્રો એ જગત ને એક સ્વપ્ન જેવું કહ્યું છે.
અને જગત ની વાતે આપણી જાત પણ એક સ્વપ્ન જેવી થઇ જાય છે.
“હું કરું છું,હું કરીશ,આમ કરવાથી આમ થાય અને આમ થશે" એ પણ એક સ્વપ્ન બની જાય  છે.


શાંત પાણી માં પથ્થર નાખવાથી વમળો બને છે તેમ શાંત મનમાં જગત પથરા નાખે છે.
અને શાંતિ પણ એક દૂર ની વાત-સ્વપ્ન બની જાય છે.
જગત ને શાંત કરી શકાતું નથી,કોઈ મહાપુરુષો કદાચ થોડો સમય જગતમાં ફેરફાર લાવી શકે.
આપણા જેવા સામાન્ય માનવી ની તો તે ગજા બહાર ની વસ્તુ છે.


આપણી જાત ને તરંગ-વિહીન (શાંત) બનાવી શકાય તો પણ ઘણું!!!!!!


આપણે એક અંગારા જેવા છીએ પણ તેના પર (અજ્ઞાનની) રાખ વળેલી છે.
અને તેથી અંગારા ના અજવાશની -તેની ઉનાશ ની -પ્રતીતિ થતી નથી.


જરૂર છે માત્ર એક ફૂંક ની........



અનિલ
ઓક્ટોબર-૮,૨૦૧૩