Feb 5, 2012

ધર્મો


ધર્મો એ માદક દ્રવ્યો (ડ્રગ) જેવા  છે.

આ ધર્મો તે ‘પરમાત્મા’ ને પામવાના  સાધનો પણ છે.

કોઈ એક વિરલ વ્યક્તિવ આવી અને ઘોડો બને છે.અને એ ઘોડાની પાછળ ગાડી જોડાઈ જાય છે.
અને ગાડી માં ભક્તો-અનુનાયીઓ બેસી જાય છે.સંસ્થાઓ રચાય છે,આશ્રમો બને છે.મંદિરો બને છે,
પરમાત્મા એક સ્વપ્ન બની જાય છે.
પરમાત્મા ને બદલે હવે મંદિરો,આશ્રમો અને વ્યક્તિઓ પુજાય છે.
અને નવા પરમાત્મા બની જાય છે.
અને આ નવા બનેલા કલ્પનાના પરમાત્માઓ નો લોકો ને નશો ચડાવવામાં આવે છે.
ભગવાન ને કોઈ વ્યક્તિ ને મંદિર માં બેસાડી,થોડો સમય પૂજા કરી ને તેમના નામે એક
ધુનો,ભજનો ,પ્રસાદ બનાવી ભક્તોને એક જાતનો નશો(ક્ષણિક આનંદ) આપીને
આ નવા પરમાત્મા ના દર્શન કરાવી દેવાય છે.
ક્ષણિક આનંદ નો આ નશો –ફરી ફરી આ જ રીતે પ્રાપ્ત કરવા માનવી ફરી તે જ જગ્યા એ પહોચી જાય છે.  
નશાની આદત પડે છે.મંદિરો ,આશ્રમો ,વ્યક્તિઓ પોષાય છે.
અને માનવી પૈસા આપી આ બધાને પોષીને જાણે એક વિચિત્ર આનંદ પ્રાપ્ત કરે છે.
અને આ કાલ્પનિક આનંદ ની ટેવ –આદત પાડે છે.

ગાડી ને દોરનાર ઘોડો,ગાડી ને આગળ ને બદલે પાછળ જતો રહે છે.
ગાડી માં બેઠેલા ભક્તો હવે ગાડી ને –સાધન ને દોરે છે.
આવા નિત્ય નવા જુદી જુદી પ્રકૃતિ ના માનવી ઓ માટે જુદા જુદા ધર્મો બની જાય છે.
ધર્મજનુન નો એક નશો પેદા થાય છે.અને ધર્મ જનુન ના માદક દ્રવ્યો ખાતો માનવી થઇ જાય છે.

શાંતિ,આનંદ,પરમાનંદ ની ખોજ માં નીકળેલ માનવી આવા ક્ષણિક અનુભવ માં આવી તેને જ
સત્ય અને પરમાત્મા માની લઇ ત્યાં જ અટકાઈ રહે છે.

પરમાત્મા –સત્ય ની ખોજ અહી અટકી જાય છે અને એક માયા ના ચક્કર માંથી બીજી ક્ષણિક આનંદ ના
માયા ના ચક્કર માં ગુમ થઇ જાય છે.

હા ,કોઈ વિશિષ્ઠ વ્યક્તિ આ ધર્મ  ના સાધન ને સમજી અને તેનો ઉપયોગ કરી અને સાધ્ય ને પામી પણ શકે.

પણ આવો આત્મા-માનવી  મળવો મુશ્કેલ છે.

ક્ષણે ક્ષણે બદલાતી –પ્રકૃતિ -માયા
શરીર ની અંદર પણ છે અને શરીર ની આજુબાજુ પણ છે.
શરીર માં વિરાજેલા આત્માને –આત્મા થી જ આ પ્રકૃતિ થી પર કરીને અને આમ જ જો
આંતરિક અને બાહ્ય પ્રકૃતિ પર વિજય મેળવીને આ આત્મા ને જો પ્રગટ કરવામાં આવે તો
સમજ માં આવી જાય કે આ આત્મા જ પરમાત્મા છે.
અને જગતના સર્વ માનવી માં આ આત્મા વિરાજેલો છે.

ટૂંક માં મૂળ કામ આ આંતરિક અને બાહ્ય પ્રકૃતિ પર વિજય મેળવવાનો છે ,
એના માટે કોઈ પણ સાધન કરી શકાય.
સાધ્ય છે આત્મા-પરમાત્મા.

મંજીલે (સાધ્ય) પહોચી ગયા પછી આ જ સાધન ગૌણ બની જાય છે.

ધર્મો,સંપ્રદાયો,આશ્રમો,ગુરુઓ,મંદિરો,વ્યક્તિઓ ---આ બધા સાધનો છે

સ્વામી વિવેકાનંદ ના રાજયોગ પુસ્તક પર આધારિત,,,,,,,

.