વધુ વિગત થી જ્ઞાનેશ્વર ચરિત્ર વાંચવા અહી ક્લિક કરો
ટૂંક સાર........દિવ્યભાસ્કર માંથી સાભાર
ટૂંક સાર........દિવ્યભાસ્કર માંથી સાભાર
સંન્યાસાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં પુન:પ્રવેશ કરવાના અપરાધ બદલ પ્રાયશ્ચિત્તરૂપે મહારાષ્ટ્રના આળંદી ગામના જ્ઞાનવૈરાગ્યને વરેલા વિઠ્ઠલ પંત અને પત્ની રુક્મિણી (રખુમાબાઇ)એ સંતાનોનાં કલ્યાણાર્થે ગંગાજીમાં જળસમાધિ લઇ લીધી. આ દંપતીનાં ચાર સંતાનો પૈકી ત્રણ પુત્રો નિવૃત્તિનાથ, જ્ઞાનદેવ, સોપાનદેવ તથા એક પુત્રી મુક્તાબાઇ. માતા-પિતાના મૃત્યુ બાદ નિવૃત્તિનાથ અને જ્ઞાનદેવ ભિક્ષા માગીને નાનાભાઇ સોપાન અને બહેન મુક્તાની સંભાળ રાખતા હતા. સંન્યાસીનાં બાળકો ગણી તે સમયના, આજથી ૭૩૦ વર્ષ પહેલાંના સમાજે તેમનો બહિષ્કાર કર્યો, પરંતુ અધ્યાત્મના જન્મજાત ઓજસથી પ્રકાશિત બાળકોએ ધીમે-ધીમે લોકોને ભક્તિભાવથી ભરી દીધા.
આળંદી ગામના બ્રાહ્મણોએ આ અનાથ બટુકોને જનોઇ ના આપી અને બહિષ્કાર ચાલુ રાખ્યો. પૈઠણનગર વિદ્યાપીઠના બ્રાહ્મણો શુદ્ધિપત્ર આપે તો જ નિવૃત્તિનાથને આળંદી બ્રાહ્મણો જનોઇ આપે. તેથી ચારેય જણાં પૈઠણ ગયાં. બ્રહ્મસભાએ જનોઇ માટે બટુકોનો ઉપહાસ કરતાં એક બ્રાહ્મણે કહ્યું કે,' તમારે પવિત્ર થવું હોય તો પાડા પાસે વેદોની ઋચાઓ બોલાવો.’ પાડાના માથે જ્ઞાનદેવે હાથ મૂકતાં પાડો વેદની ઋચાઓ બોલવા લાગ્યો. પંડિતો કરતાં પાડો વધુ સમજુ હતો.
પૈઠણમાં જે બ્રાહ્મણને ઘેર જ્ઞાનદેવ ઊતર્યા હતા તે બ્રાહ્મણને ત્યાં શ્રાદ્ધ હતું પણ ત્યાં ભાઇ-બહેનો ઊતર્યાં હોવાથી બ્રાહ્મણોએ જમવા આવવાનો ઇનકાર કર્યો. આથી જ્ઞાનદેવે યોગબળના પ્રભાવથી ગયાના બ્રાહ્મણોના પિતૃઓને આહ્વાન કર્યું. બ્રાહ્મણો ન આવ્યા પરંતુ તેમના પિતૃઓ આવીને બેસી ગયા. આથી પૈઠણના બ્રાહ્મણોને થયું કે જ્ઞાનદેવ મહાન આત્મા છે. તેમને જનોઇ આપવાની મંજૂરી આપતું શુદ્ધિપત્ર આપ્યું.
માત્ર છ વર્ષની વયથી જ પિતા પાસે વેદો-ઉપનિષદોનો અભ્યાસ કરનાર જ્ઞાનદેવે પોતાના મોટાભાઇ નિવૃત્તિનાથ પાસેથી દીક્ષા લઇ ચાર વર્ષના ગાળામાં ગુરુ પાસેથી જે સાધના અને શાસ્ત્રોનું અધ્યયન કરવું હતું તે કરી લીધું. બાર વર્ષની વયે 'ભાવાર્થ દીપિકા’ના નામથી જ્ઞાનેશ્વરી ગ્રંથની રચનાનો આરંભ કર્યો. તેમણે ગીતાગ્રંથની રચના મરાઠીમાં કરી. ભગવદ્ ગીતાના બાળ ભાષ્યકાર જ્ઞાનેશ્વરનો જન્મ જોગાનુજોગ ઇ.સ. ૧૨૭પમાં જન્માષ્ટમીના દિવસે થયો હતો. જ્ઞાનેશ્વરી ગીતા, અમૃતાનુભવ, ચાંગદેવ પાસષ્ઠિ, હરિગીત અને અભંગ જેવા ગ્રંથોની રચના તેમણે કરી.
૧૪૦૦ વર્ષ સુધી યોગસિદ્ધિથી જીવન ટકાવી રાખનાર ચાંગદેવનું ઘમંડ જ્ઞાનદેવે પોતાના યોગબળના પ્રભાવથી ઉતાર્યું હતું. ચાંગદેવ જ્ઞાનદેવને મળવા ઉત્સુક હતા. શિષ્યોના આગ્રહને માન આપીને ચાંગદેવ યોગસિદ્ધિથી હાથમાં સર્પના ચાબુક સાથે વાઘ પર સવારી કરી આળંદી જવા રવાના થયા. ચાંગદેવ મહાપુરુષ-મહાયોગી હોવાથી તેમનો સત્કાર કરવા આપણે સામે જવું જોઇએ એવો આદેશ નિવૃત્તિનાથને મળતાં ચારેય ભાઇ-બહેનો જે ઓટલા ઉપર બેઠાં હતાં તે ઓટલાને જ્ઞાનદેવે ચાલવાની આજ્ઞા કરતાં ઓટલો ચાલવા લાગ્યો.
એ દૃશ્ય જોઇને ચાંગદેવનું અભિમાન ઓગળી ગયું. આવા અખૂટ જ્ઞાનના ભંડારી જ્ઞાનદેવ વૃંદાવન, કાશી, મારવાડ, ગુજરાતમાં ગીતાનો પ્રચાર કરીને પંઢરપુર આવ્યા. તેમણે નાત-જાતના ભેદ છોડીને તમામ લોકો માટે ધર્મના દ્વાર ખોલવાનું ભગીરથ કાર્ય કર્યું. હિંદુ ધર્મની એકતામાં જ્ઞાનદેવનું યોગદાન ઉચ્ચ ગણાય છે. આવા સંતે કારતક વદ ૧૩ના રોજ ઇ.સ. ૧૨૯૬માં એકવીસ વર્ષની યુવાવયે સમાધિ લીધી હતી......................દિવ્યભાસ્કર માંથી સાભાર

.............................................................................................................................
જ્ઞાનેશ્વરના પહેલા પુસ્તક-
ચાંગદેવ પાસષ્ટિ-ની વધુ માહિતી માટે -બુક ની નીચેની લીંક પર ક્લિક કરો
અમૃતાનુભવ-હરિપાઠ-ચાંગદેવ-પાસષ્ટિ-જ્ઞાનેશ્વર-રચિત-ગુજરાતી

...............................................................................................................................
જ્ઞાનેશ્વર ના બીજા પુસ્તક “હરિપાઠ ના અભંગ” માં છ પ્રકરણો છે.
(૧) જગતની ઉત્પતિ નો ક્રમ (૨) જીવ અને આત્મા ના ભેદ નું કારણ (૩) ચાર પ્રકાર ની વાણી ની ઉત્પત્તિ
(૪) ત્રણ પ્રકાર ના અહંકાર નું નિરૂપણ અને તેમાંથી ઇન્દ્રિયો ને વિષયો ની ઉત્પત્તિ.
(૫) શરીર માં ના છ ચક્ર અને દશ વાયુ નું વર્ણન (૬) ઈડા ,પિંગલા અને સુષુમણા નું વર્ણન
અમૃતાનુભવ-હરિપાઠ-ચાંગદેવ-પાસષ્ટિ-જ્ઞાનેશ્વર-રચિત-ગુજરાતી
અમૃતાનુભવ-હરિપાઠ-ચાંગદેવ-પાસષ્ટિ-જ્ઞાનેશ્વર-રચિત-ગુજરાતી
................................................................................................................................
જ્ઞાનેશ્વર ના ત્રીજા પુસ્તક “અમૃતાનુભવ” નું ગુજરાતી ભાષાંતર સાથેની બુક માટે
અમૃતાનુભવ-હરિપાઠ-ચાંગદેવ-પાસષ્ટિ-જ્ઞાનેશ્વર-રચિત-ગુજરાતી
................................................................................................................................
અમૃતાનુભવ-હરિપાઠ-ચાંગદેવ-પાસષ્ટિ-જ્ઞાનેશ્વર-રચિત-ગુજરાતી
................................................................................................................................
અને ચોથું “જ્ઞાનેશ્વરી ગીતા”-અથવા “ભાવાર્થ દીપિકા” વિષે આ બ્લોગ માં વિસ્તાર થી લખેલું છે.
નીચેની લીંક પર ક્લિક કરો
જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય
જ્ઞાનેશ્વરી ગીતા-મૂળ રૂપે
નીચેની લીંક પર ક્લિક કરો
જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય
જ્ઞાનેશ્વરી ગીતા-મૂળ રૂપે
અનિલ શુકલ
માર્ચ-૨૦૧૩