ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી-હે મનાવી લેજો રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી-માને તો મનાવી લેજો જી...ઓધાજી....
એકવાર ગોકૂળ આવો-માતાજી ને મ્હોંઢે થાઓ-ગાયો ને હંભારી જાઓ રે,,,,ઓધાજી....
વ્હાલાની મરજીમાં રહેશું-જે કહેશે તે લાવી દેશું-કુબજા ને પટરાણી કેશું રે...ઓધાજી...
તમે છો ભક્તોના તારણ-એવી અમને હૈયા ધારણ-હે ગુણ ગાય ભગો ચારણ...ઓધાજી...
સરખી સાહેલી સાથે-કાગળ લખ્યો મારા હાથે-વાંચ્યો નહીં મારા નાથે...ઓધાજી...
મથુરાને મારગ જાતા-લૂંટી તમે માખણ ખાતા-તોડ્યા કેમ જુના નાતા રે..ઓધાજી....