Nov 2, 2011

PAGE-8-તત્વોપદેશ


તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
          END
હે,ધીરજવાળા,શિષ્ય,(તું મારા શરણે આવ્યો) માટે મેં (આચાર્યે) વિધિ પ્રમાણે,
બ્રહ્મ (પરમાત્મા) અને જીવાત્મા (આત્મા) નું વિજ્ઞાન તને ઉપદેશ્યું છે.અને
તેં પણ સારી રીતે તેમાં પ્રયત્ન કર્યો છે,જેથી “દ્વૈત-ભાવ-રૂપ” તારો “સંશય” છેદાયો છે. તેથી,
તું બંધન-રહિત,રાગ-દ્વેષ-વગેરે દ્વંદો થી રહિત તથા નિસ્પૃહ થઇ સુખે થી વિચર.(૭૮-૭૯)
ખરી રીતે તું પ્રપંચ-રહિત છે,અને સ્વ-ભાવ થી જ નિત્ય-મુક્ત છે.જેથી તને બંધન કે મોક્ષ છે જ નહિ.
કારણ એ બંને તારામાં કેવળ કલ્પિત  જ છે,
તેમજ,કોઈ નો લય (નાશ) નથી કે કોઈ ની ઉત્પત્તિ નથી.
કોઈ બંધાયેલો નથી,કોઈ સાધક નથી,કોઈ મુમુક્ષુ નથી,કે કોઈ મુક્ત પણ નથી,
આ જ પરમાર્થ (પરમ-અર્થ)-સાચી વાત છે.  (૮૦-૮૧)
વેદો ના સિદ્ધાંત નો સાર આ જ છે.
માટે એ જ પ્રમાણે બુદ્ધિ થી બરાબર વિચાર કરી,નિદિધ્યાસન કર,અને પછી,
“દ્વૈત-ભાવ” જેમાં છેદાઈ જાય છે,એવા “પોતાના” આનંદ-રૂપ,અવિનાશી પરબ્રહ્મ નો સાક્ષાત્કાર કરી,
તું પોતે,જીવતાં જ સારી રીતે “મુક્ત” થા. અને વિશ્રાંતિ પામી ને શાંતિ નો આશ્રય કર. (૮૨-૮૩)
તારે આ રીતે,આ વેદાંત ના “અદ્વૈત” ના જ્ઞાન નો સદા વિચાર કર્યા કરવો,
સદ-ગુરૂ ને સદા વંદન કરી ભાવાદ્વૈત (ભાવથી ગુરૂ સાથે એક-પણું) કરવું, પણ,
ક્રિયાદ્વૈત (ક્રિયા થી સમાન-પણું) કરવું નહિ.
સદગુરૂ ને પૂજ્ય ગણી તેમના સેવક તરીકે જ વર્તવું.(અભિમાન લાવવું નહિ). (૮૫-૮૭)
“તત્વોપદેશ” સમાપ્ત.

TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

          END