Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૩૦

પ્રકરણ-૨૦

 

॥ जनक उवाच ॥

क्व भूतानि क्व देहो वा क्वेन्द्रियाणि क्व वा मनः । क्व शून्यं क्व च नैराश्यं मत्स्वरूपे निरञ्जने ॥ १॥

જનક કહે છે કે-

મારું સ્વ-રૂપ નિરંજન (નિર્મળ) હોઈ, મારે માટે હવે,

--ભૂતો(જીવો) શું? દેહ શું? ઇન્દ્રિયો અને મન શું? શૂન્ય શું? અને નિરાશા શું? (૧)

 

क्व शास्त्रं क्वात्मविज्ञानं क्व वा निर्विषयं मनः । क्व तृप्तिः क्व वितृष्णात्वं गतद्वन्द्वस्य मे सदा ॥ २॥

હંમેશ દ્વંદ-રહિત એવા મારે,માટે હવે,

શાસ્ત્ર કેવું?આત્મજ્ઞાન કેવું?વિષય-રહિત મન કેવું?તૃષ્ણા-રહિત પણું કેવું? કે તૃપ્તિ કેવી?  (૨)

 

क्व विद्या क्व च वाविद्या क्वाहं क्वेदं मम क्व वा । क्व बन्ध क्व च वा मोक्षः स्वरूपस्य क्व रूपिता ॥ ३॥

વિદ્યા-અવિદ્યા કેવી?(મારા માટે) હું કેવો? કે મારું કેવું?

--બંધ કેવો કે મોક્ષ કેવો? તેમજ “સ્વ-રૂપ પણું” પણ કેવું ?(મારા માટે હવે કશું નથી)(૩)

 

क्व प्रारब्धानि कर्माणि जीवन्मुक्तिरपि क्व वा । क्व तद् विदेहकैवल्यं निर्विशेषस्य सर्वदा ॥ ४॥

હંમેશ નિર્વિશેષ (સર્વત્ર સમ-ભાવ વાળા) ને માટે હવે, પ્રારબ્ધકર્મો પણ શું ?

--જીવન-કે-મુક્તિ પણ શું? કે વિદેહ-મુક્તિ પણ શું? (મારા માટે હવે તે કશું રહ્યું નથી)(૪)

 

क्व कर्ता क्व च वा भोक्ता निष्क्रियं स्फुरणं क्व वा । क्वापरोक्षं फलं वा क्व निःस्वभावस्य मे सदा ॥ ५॥

હંમેશ સ્વ-ભાવ-રહિત (માત્ર સાક્ષી-રૂપ આત્મા) બનેલા મારા માટે હવે,

--કર્તા (કર્મનો કરનાર) શું? કે ભોક્તા (કર્મ ના ફળ ભોગવનાર) શું? કે નિષ્ક્રિયતા (અકર્મ) શું?

--અને (મારે માટે) સ્ફુરણ પણ કેવું? અને પ્રત્યક્ષ ફળ પણ કેવું ? (મારા માટે હવે કશું નથી)(૫)

 

क्व लोकं क्व मुमुक्षुर्वा क्व योगी ज्ञानवान् क्व वा । क्व बद्धः क्व च वा मुक्तः स्वस्वरूपेऽहमद्वये ॥ ६॥

“સ્વ-રૂપ” (આત્મ-રૂપ,મારા-રૂપ) અદ્વૈત અને  પોતાના સ્વ-રૂપમાં નિમગ્ન બનેલા મારા માટે,

--લોકો શું?મુમુક્ષુ શું? યોગી શું? જ્ઞાની શું? મુક્ત શું? કે બંધન શું? (મારા માટે હવે કશું નથી)  (૬)

 

क्व सृष्टिः क्व च संहारः क्व साध्यं क्व च साधनम् । क्व साधकः क्व सिद्धिर्वा स्वस्वरूपेऽहमद्वये ॥ ७॥

“સ્વ-રૂપ” (આત્મ-રૂપ,મારા-રૂપ) અદ્વૈત અને  પોતાના સ્વ-રૂપમાં નિમગ્ન બનેલા મારા માટે,

જગત (સૃષ્ટિ) કેવી અને સંહાર કેવો? સાધ્ય,સાધન,સાધક કે સિદ્ધિ કેવી? (મારા માટે હવે કશું નથી) (૭)

 

क्व प्रमाता प्रमाणं वा क्व प्रमेयं क्व च प्रमा । क्व किञ्चित् क्व न किञ्चिद् वा सर्वदा विमलस्य मे ॥ ८॥

હંમેશ નિર્મળ એવા મારા માટે,

પ્રમાણ,પ્રમેય,પ્રમા કે પ્રમાતા,શું?જે કશું પણ છે તે પણ શું? કે જે કશું પણ નથી તે પણ શું? (૮)

 

क्व विक्षेपः क्व चैकाग्र्यं क्व निर्बोधः क्व मूढता । क्व हर्षः क्व विषादो वा सर्वदा निष्क्रियस्य मे ॥ ९॥

હંમેશ નિષ્ક્રય એવા મારે માટે,

--વિક્ષેપ કેવો?એકાગ્રતા કેવી?જ્ઞાન કે મૂઢતા કેવી? હર્ષ કે શોક કેવો? (મારા માટે તે કશું નથી)  (૯)


क्व चैष व्यवहारो वा क्व च सा परमार्थता । क्व सुखं क्व च वा दुखं निर्विमर्शस्य मे सदा ॥ १०॥

હંમેશ વિચાર રહિત એવા મારા માટે,

--વ્યવહાર કેવો? કે પરમાર્થતા કેવી? સુખ શું કે દુઃખ શું ? (મારા માટે તે કશું નથી)   (૧૦)

 

क्व माया क्व च संसारः क्व प्रीतिर्विरतिः क्व वा । क्व जीवः क्व च तद्ब्रह्म सर्वदा विमलस्य मे ॥ ११॥

હંમેશ નિર્મળ એવા મારા માટે,

--માયા કે સંસાર શું? પ્રીતિ કે અપ્રીતિ શું? જીવ કે બ્રહ્મ શું ? (મારા માટે તે કશું રહ્યું નથી)  (૧૧)

 

क्व प्रवृत्तिर्निर्वृत्तिर्वा क्व मुक्तिः क्व च बन्धनम् । कूटस्थनिर्विभागस्य स्वस्थस्य मम सर्वदा ॥ १२॥

હંમેશ પર્વતની જેમ અચલ,વિભાગ રહિત,અને સ્વસ્થ એવા મારે માટે,

--પ્રવૃત્તિ કે નિવૃત્તિ શું ?મુક્તિ કે બંધન શું ?(મારે તે કશું નથી) (૧૨)

 

क्वोपदेशः क्व वा शास्त्रं क्व शिष्यः क्व च वा गुरुः । क्व चास्ति पुरुषार्थो वा निरुपाधेः शिवस्य मे ॥ १३॥

ઉપાધિરહિત અને કલ્યાણરૂપ,એવા મારે માટે,

ઉપદેશ શું?શાસ્ત્ર શું? શિષ્ય કે ગુરૂ શું? વળી પુરુષાર્થ (મોક્ષ) શું? (મારે તે કશું નથી)     (૧૩)

 

क्व चास्ति क्व च वा नास्ति क्वास्ति चैकं क्व च द्वयम् । बहुनात्र किमुक्तेन किञ्चिन्नोत्तिष्ठते मम ॥ १४॥

(મારે માટે) “છે” પણ કેવું?(શું?) અને “નથી” પણ કેવું (શું?),

--અદ્વૈત કે દ્વૈત શું? અહીં મારે વધુ કહીને શું ? મારે માટે તો કાંઇ પણ છે જ નહિ. (૧૪)

 

પ્રકરણ-૨૦ સમાપ્ત


અષ્ટાવક્ર-ગીતા-સમાપ્ત.