Oct 23, 2011

ધર્મ અને અધર્મ


ધર્મ અને અધર્મ
દૈવી સંપત્તિ -આસુરી સંપત્તિ

છાંદોગ્યપનીષદ ના પ્રથમ અધ્યાય ના બીજા ખંડ ના  પહેલાં ષ્લોક માં
કહે છે કે.......

સત્ય નું (શાસ્ત્રોનું )જ્ઞાન અને સત્ય (શાસ્ત્રીય) ક્રિયા ઓ (કર્મો) ના
અનુષ્ઠાન વડે
ઉચ્ચ પણે પ્રકાશિત થયેલી
ઇન્દ્રિયોની વૃત્તિઓ --(દૈવી સંપતિ--ધર્મ )
તે દેવો છે.

તેનાથી વિપરીત(ઉલટી)

વિષયો માં આશક્ત અને જીવન કે શરીર ને પોષવા ની માત્ર
વૃતિઓ --(આસુરી સંપતિ--અધર્મ)
તે અસુરો છે.

આ દેવો અને અસુરો એકબીજા ના વિષયોનું અપહરણ કરવામાં જાગ્રત રહી
નિરંતર સંગ્રામ કરતા રહે છે.

એટલે કે-

વિષય ભોગની -વાસના વાળી ઇન્દ્રીયવૃત્તીઓ (અધર્મ -આસુરી સંપત્તિ )
હમેશા
પરમાત્મા વિષયક વૃત્તિઓનો (ધર્મ--દૈવી સંપત્તિ)
પરાભવ કરવા ઈચ્છે છે.

એવી જ રીતે

પરમાત્મા વિષયક વૃત્તિઓ ,વિષયભોગ -વાસના વાળી વૃત્તિઓ નો
પરાભવ કરવા પ્રયત્ન કરે છે.

------------------------------------------------------------------------------------------

માનવી માં આ ધર્મ-અધર્મ ,દૈવી સંપતિ-આસુરી સંપતિ નું યુદ્ધ સદા એ ચાલતું
હોય છે.અને આશ્ચર્યને વાત એ છે કે સામાન્ય માનવી આને ઓળખી
શકતો નથી.સમજી શકતો નથી.

આ વસ્તુ ને સમજાવવા મહર્ષિ વેદ વ્યાસે વેદો ની રચના કરી.
રચના કર્યા પછી પણ તે વ્યાકુળ હતા -
સામાન્ય માનવી વેદો ને સમજવા તૈયાર નહોતો.

દેખાતી સહેલી આ વાત સામાન્ય માનવી ને જો ઉદાહરણ થી સમજાવવા માં
આવે તો તે રસપ્રદ બને .
અને આવા જ કૈક કારણસર દેવો અને અસુરો -વગેરેના ઉદાહરણો આપીને
વ્યાસ જી એ એમની કુશાગ્ર બુદ્ધિ નો ઉપયોગ કરી પુરાણો ની
રચના કરી.

સુક્ષ્મ પરમાત્મા નું સ્થૂળ દ્રષ્ટાંત -દેવો બનાવ્યા .

અને તે દેવો ને માનવી (રામ અને કૃષ્ણ )રૂપે રજુ કર્યા.
અને તેમના જીવન ના કાર્યો મારફત ઉપદેશ આપ્યો.

આ ઉપદેશ થી સામાન્ય માનવી માં -ભક્તિ -પેદા થાય છે.
અને ખરા જિજ્ઞાસુ માનવીઓને -જ્ઞાન માર્ગ -ની છુપી
ગલી-કુંચીઓ સહેલાઇ થી હાથ માં આવે છે.

ખૂબ પ્રચલિત એવા મહાભારત -પુરાણ-માં વ્યાસજી એ
દૈવી અને આસુરી સંપત ના યુદ્ધ નો પ્રસંગ જોઈએ તો
તેમની અગાધ  બુદ્ધિ  તરફ માન થયા વગર રહેશે નહી.

અંધ ધ્રુતરાષ્ટ્ર (મોહ-અવિવેક) અને
દુર્યોધન (વિષયી-કામી )
સઘળું રાજ્ય (શરીર-પ્રદેશ)
દબાવી પોતાના કાકા
પાંડુના (વિવેક ના) પુત્રો
યુધિષ્ઠિર(ધર્મ)વગેરે ને
કોઈ ભાગ આપતા નથી .

આ વિષયે બહુ સમજાવ્યા છતાં તે માનતા નથી .સમજતા નથી .
એટલે યુદ્ધ કરવાનું નક્કી કર્યું છે.

અર્જુન (મંદ વિરાગ) યુધ્ધના ખરા સમયે શિથિલ (શોક-મોહ થી)થાય છે.
ત્યારે
શ્રી કૃષ્ણ (આત્મા-પરમાત્મા) -દેવ રૂપે--તેને
સ્વ-ધર્મ સમજાવી અને
તેના મંદ વિરાગ ને સુદઢ વિરાગ માં રૂપાંતરિત કરી
દૈવી સંપતિ નું પ્રદાન કરે છે.

અને આમ જયારે મંદ વિરાગ (અર્જુન) સુદ્રઢ વિરાગ માં રૂપાંતરિત થાય છે.
ત્યારે
દૈવી સંપતિ (ધર્મ-સ્વ-ધર્મ)
આસુરી સંપત્તિ (અધર્મ -મોહ-લોભ)
ઉપર તેનો વધ કરી વિજયી બને છે.

----------------------------------------------------------------------------------
ઉપસંહાર-

કલ્યાણ નો માર્ગ બહિર-દ્રષ્ટિ થી બહાર (બ્રહ્માંડમાં) શોધવાથી હાથ લાગે તેમ નથી.
માત્ર
આંતર દ્રષ્ટિથી શરીર માં શોધવાથી જ હાથ લાગે તેમ છે.