Sep 11, 2011

બારીકાઈ થી નિરિક્ષણ-૧


 Go to Page---  1  ---  2   ---  3  ---   4   


અત્યારની ભાગદોડ ની જિંદગીમાં કોઈને કશા માટે સમય નથી .....
અને જયારે સમય જ સમય હોય તેવી પરિસ્થિતિ માં
માનવ પહોચે ત્યારે તે સમય ને --સમજીને-- વિચારી શકે-- તેવી સ્થિતિ રહેતી નથી.

માનવ ને જો જરા બેસવાનું કહેવામાં આવે તો તે તરત જ પૂછે છે કે--
બેસીને શું કરવાનું?
કૈક કરવાનું ,-જેમકે માળા ફેરવવાનું આપો તો કદાચ માનવી બેસે!!!!!!!
પણ
જો એમ કહીએ કે કશું જ કરવાનું નથી --બસ બેસો ---
તો મોટા ભાગ ના માનવો બેસવા તૈયાર નહી થાય .......

વિપાસના એ પાલી  ભાષા નો શબ્દ છે (-વિપસ્યના એ સંસ્કૃત શબ્દ છે ..)

પાલી ભાષા માં વિપાસના નો અર્થ થાય છે ---જુઓ ----

થોડો ઊંડાણ થી અર્થ જોઈએ તો -
બારીકાઈ થી નિરિક્ષણ કરો --ધ્યાન કરીને અવલોકન કરો --અને સાક્ષી બનો.

બુદ્ધ ની આ રીત છે -જેનાથી તે પ્રબુદ્ધ થયેલા........

ફક્ત ત્રણ પગથિયા છે --ચોથું ભેટ રૂપે મળે છે

પહેલું પગથિયું  છે કે-           શરીર ને જુઓ અને સાક્ષી બનો
બીજું પગથિયું  છે કે -           મન ને (વિચારોને ) જુઓ અને સાક્ષી બનો
ત્રીજું પગથિયું છે કે -             હૃદયને (લાગણી ઓને )જુઓ અને સાક્ષી બનો

આ ત્રણ ને જો સંપૂર્ણ રીતે -પરફેક્ટ રીતે કરવામાં આવે તો એ
મંદિરના દ્વારે પહોંચી જવાય છે ...કે જે

ચોથું અને છેલ્લું પગથિયું છે અને તે પ્રભુ ની" ભેટ" છે ...
આપણી હયાતિ ની એ પરિસીમા છે -જેમાં આપણે ખુદ ને
ઓળખી જઈએ છીએ --
તેના માટે કશું  એ કરવાનું નથી  ...

આને આપણે પ્રબુદ્ધતા કહીએ-કે મુક્તિ કહીએ કે આત્મ ની ઓળખ કહીએ --
કે સત્ય ની પ્રાપ્તિ કહીએ ........


 Go to Page---  1  ---  2   ---  3  ---   4