જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા
જ્ઞાન સાચું હોય કે ખોટું હોય
પણ
તેનો આધાર અનુભવ છે .
સાચું જ્ઞાન એક જ છે.
મોટા ભાગ નું જ્ઞાન આંખ થી આવે છે .
અને આથી જોવા જઈએ તો આંખ ને દ્રષ્ટા કહી શકાય .
હવે આંખ કે જે દ્રશ્ય જોઈ શકે છે તે પોતાને (એટલે આંખ ને)
જોઈ શકે નહી .
વળી થોડુંક આગળ વિચારી એ તો ,
આંખ નો ડોળો એ માત્ર એક યંત્ર જ છે .
કારણ કે ઘણી વખત આંખ ખુલ્લી હોય તો પણ આપણે
આપણી આગળ પસાર થઇ ગયેલું દ્રશ્ય ના જોયું હોય તેવો
અનુભવ ઘણી વાર થાય છે .
અને
ઘણી વાર બંધ આંખે પણ અનેરા દ્રશ્યો દેખાઈ જાય છે.
આંખ ની આગળ જયારે દ્રશ્ય ત્યારે
મન કે જે વિચારી શકે છે તે આ દ્રશ્ય સાથે જોડાય અને તેને
બુદ્ધિ જોડે લઇ જાય .
બુદ્ધિ પાસે જે જુના અનુભવો કે તેની પાસે જે જ્ઞાન છે તેને આધારે બુદ્ધિ
દ્રશ્ય" શું છે" તે નક્કી કરે છે .
ઉદાહરણ થી સમજીએ તો ---
નાનું બાળક તેની સામે આવેલ ચૂલા ના અગ્નિ માં હાથ નાખી દે છે.
બાળક ચૂલો અને અગ્નિ જુએ છે.પણ તેની બુદ્ધિ ને હજુ ખબર નથી કે
તેનું નામ શું છે ?તેની અસર શું છે ?
એટલે જ તે અગ્નિ માં હાથ નાખી દે છે .
દાઝે છે તે અનુભવ છે -જ્ઞાન થયું -એટલેજ
જયારે ફરીથી આવી પરિસ્થિતિ સામે આવે ત્યારે
તેની બુદ્ધિ તે દ્રશ્ય આવે એટલે તેને કહે છે -
આ ચૂલો છે અને આ અગ્નિ છે.
હજુ થોડાક આગળ જોઈએ તો
આ જ્ઞાન-- ચેતના કે આત્મા-- પાસે રજુ થાય છે
ત્યારે તે ચેતના "હવે શું કરવું?"તેની આજ્ઞા આપે છે.
એટલેકે
જયારે તે બાળક અગ્નિ નજીક ફરીથી જાય ત્યારે તેની
બુદ્ધિ(અનુભવ )
તે દ્રશ્ય જોઈને તરત તેને જાણે કહે છે કે --
અગ્નિ માં હાથ નાખવાથી દઝાય છે.
હવે તે બુદ્ધિ ચેતના ની આગળ આ વસ્તુ હાજર કરે એટલે
ચેતના તેને કહેછે કે --હાથ નાખીશ નહી --
પણ
જો કોઈ રમકડું આગમાં પડી ગયું હોય તો ?
પછી ઉપરની પ્રોસેસ ફરીથી રીપીટ થાય છે.
ટૂંકમાં એવું કહી તારણ કાઢી શકાય -કે
નિરિક્ષણ (જોવું) અને અનુભવ બંને
આધાર છે --
જ્ઞાન નો .........
આગળ જોયું તેમ
નિરિક્ષણ માટે (આંખ થી )
મન એ સાધન છે.(વાહન છે )
અને
આ સાધન ને શક્તિ આપનાર એ બુદ્ધિ છે .
અને આ મન અને બુદ્ધિ ને પણ
દોરવણી આપનાર કોઈ છે ......
એને ચેતના કહીએ કે પછી આત્મા કહીએ કે પછી પરમાત્મા કહીએ ........
અહી આપણે માત્ર બાહ્ય નિરિક્ષણ (આંખ થી થતા)ની વાત જ કરી ....
આવું જ
બીજું ---તે આંતર નિરિક્ષણ છે. જેમાં સીધું જ મન એ સાધન છે.
અહી આંખ ની જરૂર નથી.
આપણે અહી બાહ્ય નિરિક્ષણ ની જ વાત કરીએ .......
કારણ બાહ્ય નિરિક્ષણ પ્રમાણ માં સહેલું છે.....
મન એ સાધન છે એમ તો નક્કી થાય છે .
આમ આપણે નક્કી કરી શકીએ કે
મન જો કોઈક જગ્યા એ બીજે હોય તો નિરિક્ષણ થતું નથી.
--------------------------------------------------------------------------------
આંખ અને મન બંને ભેગા થાય ત્યારે અનુભવ થાય ..........
જે જ્ઞાન માં પરિણમે .............
અને આ જ્ઞાન બુદ્ધિ માં સંઘરાય છે .
અને આ બુદ્ધિ તે શક્તિ છે
જે શક્તિ મન ને મળે છે.
મન ની આ શક્તિ વિખરાઈ ગયેલા કિરણો જેવી છે.
જયારે આ કિરણો ભેગા કરાય કે એકાગ્ર કરી શકાય તો
એક જોરદાર પ્રકાશ પેદા થાય --
આમ
જો નિરિક્ષણ કરવાની --શક્તિ---
-ને જયારે
દોરવણી આપીને તેને
અંદર ની કે બહારની કોઈ પણ દુનિયા તરફ --લઇ જવામાં આવે ----
કે એકાગ્ર કરવામાં આવે ---તો તે--- શક્તિ ---
(મન નું પૃથકરણ કરે છે)
અને જે હકીકતો છે -(જે મન ની અંદર છે)
તેને પ્રકાશ માં લાવે છે.
અહી ચર્ચા નો અંત લાવીએ ---અને તારણ કાઢીએ કે
જ્ઞાન નો આધાર છે અનુભવ અને
જ્ઞાન મેળવવાનું સાધન છે એકાગ્રતા (મન અને મન ની એકાગ્રતા )