Oct 15, 2026

Devi-Bhagvat-Gujarati Book-દેવી ભાગવત

This book is for Archive and online reading only-not downloadable

Devi Gita-Gujarati Book

This book is for Archive and online reading only-not downloadable


ભાગવત રહસ્ય-૨૭૯-Bhagvat Rahasya-279

કૃષ્ણ કથા એવી છે-કે-તે જગતને ભુલાવે છે.અનાયાસે જગતની વિસ્મૃતિ થાય છે,
અને પ્રભુ સાથે પ્રેમ થાય છે.આનંદ જગતમાં નથી પણ જગતને ભુલવામાં છે.
જગતમાં રહેવાનું અને જગતને ભૂલવાનું છે.સંસાર છોડીને ક્યાં જશું ?
જ્યાં જઈશું ત્યાં મન સાથે આવશે-પાંચ મહાભૂતવાળું (શરીર) સાથે આવશે.
સંસારને છોડવાનો નથી પણ મનમાંથી સંસારને કાઢીને સંસાર માં રહેવાનું છે.
મન પરમાત્મા સ્મરણમાં તન્મય થાય તો-મનમાંથી સંસાર નીકળી જાય છે.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1243

 

પછી,શ્રીશંકરે દેવગણોથી વીંટાઇને અસુરો તરફ પ્રયાણ કર્યું.એ વેળા તેમના પાર્ષદો તેમની પૂજા કરતા હતા ને કેટલાએક માંસાહારી દુરાસદ ભૂતગણો તેમની આગળ આગળ નૃત્ય કરતા દોડાદોડ કરતા ગર્જનાઓ કરતા હતા.એ વખતે મોટામોટા ઋષિઓ અનેક જાતનાં સ્તોત્રોથી શ્રીશંકરની સ્તુતિ કરતા હતા અને તેમના તેજમાં વારંવાર વૃદ્ધિ કરતા હતા.તેમની આગળ હજારોની સંખ્યામાં ગંધર્વો વાદિત્રો વગાડી રહ્યા હતા.જોતજોતામાં તો તેઓ ત્રિપુરની સન્મુખ જઈ પહોંચ્યા.તે વખતે તેમના નંદિકેશ્વરે (પોઠિયાએ)અતિ મહાન ગર્જના કરી મૂકી.

Oct 14, 2026

ભાગવત રહસ્ય-૨૭૮-સકંધ-૧૦-પૂર્વાર્ધ-Bhagvat Rahasya-278-Skandh-10-Purvardh

હવે દશમ સ્કંધ (પૂર્વાર્ધ)ની શરૂઆત થાય છે. ભાગવતનું ફળ દશમ સ્કંધ છે.
દશમ સ્કંધમાં શુકદેવજી ખીલ્યા છે. તેમના ઇષ્ટદેવની કથા છે,લાલાજીની કથા છે.
શ્રીમદ ભાગવત સાત દિવસમાં મુક્તિ આપનાર ગ્રંથ છે.અનેક જન્મ અનેક સાધન કરતાં પણ 
મળે નહિ -તે અતિ દુર્લભ મુક્તિ –પરીક્ષિત રાજાને સાત દિવસમાં મળે છે.
ભાગવતની શરૂઆતમાં-પરીક્ષિત રાજાનો પ્રથમ પ્રશ્ન હતો કે-
જેનું મરણ નજીક આવ્યું હોય તેનું કર્તવ્ય શું ?