અને કરોડ ની મધ્યમા "સુષુમણા" નામની એક "પોલી નાડી" છે.
આ પોલી સુષુમણા નાડી ને નીચેને છેડે-ત્રિકોણાકાર "કુંડલિની-પદ્મ" આવેલું છે.
અને...."યોગીઓ ની "રૂપક" ભાષા પ્રમાણે"
તેની અંદર "કુંડલિની" નામની શક્તિ ગૂંચળું વાળી ને પડી છે.
જયારે આ કુંડલિની (શક્તિ) જાગે છે,ત્યારે તે પોલી નાડી (સુષુમણા) માં થઈને બળ-પૂર્વક ઉપર ચડવાનો
પ્રયત્ન કરે છે.અને ક્રમે ક્રમે તે જેમ જેમ ઉપર ચડતી જાય છે-તેમ તેમ જાણેકે મન ના એક પછી એક થર ખુલ્લા થતા જાય છે.અને યોગી ને વિવિધ પ્રકારનાં દર્શનો અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
જયારે આ કુંડલિની શક્તિ મગજમાં પહોંચે છે-ત્યારે યોગી શરીર અને મનથી સંપૂર્ણપણે અળગો થઇ જાય છે.
અને પોતાને મુક્ત થયેલો અનુભવે છે.
આપણે જાણીએ છીએ કે-કરોડ ની રચના-વિશિષ્ટ પ્રકારની છે.
અંગ્રેજી આંકડા -8- ને આડો કરીએ તો એના બે ભાગ (બે-૦) છે અને જે વચ્ચે થી જોડાયેલા છે.
આવા આડા પાડેલ અંગ્રેજી આઠડા ને એક ની ઉપર બીજો એમ ખડકાતા જઈએ તો તે આકૃતિ
કરોડરજ્જુ જેવી થશે.
તેમાં ડાબી બાજુએ ઈડા અને જમણી બાજુએ પિંગલા.અને
મધ્યમા જે-પોલી નાડી પસાર થાય છે તે -સુષુમણા.
મેરુદંડ ની નીચે ને છેડે એ જ્યાં પુરી થાય છે -ત્યાં એક "બારીક તંતુ" નીચેની બાજુએ જાય છે.
અને તે પોલી નાડી એ તંતુ ની અંદરથી પણ જાય છે.(માત્ર-થોડો વધારે બારીક થઈને)
અને આ પોલી નાડી નીચેને છેડે બંધ હોય છે
.
એ છેડો-- જેને નાડી-જાળ (sacral plexus) કહેવામાં આવે છે-અને જે-
આધુનિક વિજ્ઞાન-શાસ્ત્ર મુજબ -પણ-ત્રિકોણાકાર છે -તેની પાસે તે (છેડો) આવેલો છે.
આ નાડી-જાળ નાં જે જુદાંજુદાં કેન્દ્રો -કરોડરજ્જુ માં રહેલા છે-
તેમને યોગીઓના મત મુજબ નાં જુદાંજુદાં "પદ્મ" (ચક્ર) ગણી શકાય.
કરોડના નીચેના છેડે-આવેલા મૂળાધાર (ચક્ર) થી શરુ કરીને મગજમાં રહેલા સહસ્ત્રાર (ચક્ર) સુધી,
કેટલાંક કેન્દ્રો ની "કલ્પના" યોગીઓ કરે છે.
તેથી,જો આપણે આ જુદીજુદી નાડીજાળોના કેન્દ્રો ને -આ પદ્મો (ચક્રો) તરીકે ગણીએ-તો-
યોગવિદ્યા નો આ સિદ્ધાંત "શરીર-શાસ્ત્ર" ની ભાષામાં ઘણો સહેલાઈ થી સમજી શકાય.
આધુનિક શરીરશાસ્ત્ર મુજબ આપણે જાણીએ છીએ કે-
કરોડરજ્જુ ના જ્ઞાનતંતુઓના પ્રવાહો માં બે પ્રકારની ક્રિયાઓ ચાલતી હોય છે-
એક તો સંવેદનાત્મક (કે-અંતરાભિમુખ-કે-કેન્દ્રગામી) -કે જે સંવેદનો નો સંદેશો મગજ સુધી લઇ જાય છે,
અને બીજી ક્રિયાત્મક (કે-બહિર્મુખ-કે-કેન્દ્રોત્સરી) કે જે મગજ નો સંદેશો પ્રતિક્રિયા રૂપે શરીર માં પહોંચાડે છે.
(અને આ બધાં સંવેદનો લાંબે ગાળે મગજ સાથે જોડાયેલાં રહે છે !!)
હવે પછી નું-આગળ- (યોગીઓનું) જે સ્પષ્ટીકરણ આવશે-તેને માટે બીજી થોડી હકીકતો પણ
યાદ કરવી જરૂરી બને છે.
ઉપર મગજ ની બાજુએ આ કરોડરજ્જુ ને છેડે એક "ગાંઠ ના આકાર નું -નાનું મગજ" રહેલું છે.
કે જે મોટા મગજ સાથે જોડાયેલું નથી.પણ,
મગજ માંહે ના એક પ્રકારના પ્રવાહીમાં તરતું રહેલું છે (કે જેથી માથા ને ફટકો લાગે તો તે ફટકા નો આઘાત -તે પ્રવાહી માં સમાઈ જાય અને મગજ ને નુકસાન પહોંચે નહિ)
આ એક વાત યાદ રાખવાની છે અને બીજી એ વાત જાણી ને યાદ રાખવા ની છે કે-
બીજાં બધાં કેન્દ્રો (ચક્રો) માંથી -ખાસ કરીને -
મૂળાધાર (કરોડના નીચલા છેડાનું) -સહસ્ત્રાર (મગજમાં આવેલું-સહસ્ત્ર-દલ) અને
મણિપુર (નાભિ-કમળ માં રહેલું) એ ત્રણ કેન્દ્રો (ચક્રો ને) યાદ રાખવાના છે.
હવે આપણે આ વસ્તુ ને -વધુ સારી રીતે સમજવા -એક હકીકત -ભૌતિક વિજ્ઞાન માંથી લઈશું.
આપણે વીજળી (ઈલેક્ટ્રીસીટી) અને તેની સાથે સંકળાયેલાં વિવિધ બળો વિશે સાંભળીએ છીએ,
કે જોઈએ છીએ,પણ વીજળી "પોતે" શું છે? એ કોઈ જાણતું નથી.
પરંતુ તેના વિશે જેટલું જાણવામાં આવ્યું છે તે મુજબ-તે એક પ્રકાર ની "ગતિ" છે.
વિશ્વમાં બીજી પણ વિવિધ પ્રકાર ની ગતિ ઓ રહેલી છે-તો તે ગતિઓ અને વીજળી માં તફાવત
એ છે કે-વીજળી (ઈલેક્ટ્રીસીટી) ની ગતિ એ પદાર્થ ના પરમાણુઓને એક જ દિશામાં વહેતા કરે છે.
એટલે જો કલ્પના કરવામાં આવે કે-એક ઓરડામાંની હવાના સઘળા પરમાણુઓને -જો એક જ
દિશામાં વહેતા કરવામાં આવે તો-તેણે પરિણામે ઓરડો વીજળી ની એક વિરાટ બેટરી જેવો બની જાય.
શરીર વિજ્ઞાન નો એક છેલ્લો મુદ્દો -પણ અહીં જાણવો જરૂરી છે કે-
મગજ નું -જે કેન્દ્ર શ્વાસોશ્વાસ ની ક્રિયા નું નિયમન કરે છે-તે જ કેન્દ્ર -નાડી-પ્રવાહો ની વ્યવસ્થા પર-
"એક પ્રકારનો કાબૂ" ધરાવવા જેવું કાર્ય પણ કરે છે.
ઉપરની વાતો સમજી ને હવે આપણે-"પ્રાણાયામ" ક્રિયા ની સાધના કેમ કરવામાં આવે છે? તે જોઈશું.
તાલબદ્ધ શ્વાસોશ્વાસ લેવાથી,શરીરના સઘળા પરમાણુઓમાં -એક જ દિશામાં વહેવાનું વલણ પેદા થાય છે.
અને,એવી જ રીતે,જયારે મન નું "ઈચ્છા-શક્તિ" માં રૂપાંતર થાય છે,ત્યારે,જ્ઞાનતંતુઓના પ્રવાહો પણ
વીજળીને મળતી આવતી એક પ્રકારની -એક દિશામાં વહેતી "ગતિ" માં ફેરવાય છે.
અને આમ શરીર ની સઘળી ગતિઓ સંપૂર્ણ-રીતે તાલબદ્ધ થઇ જાય છે ત્યારે -
શરીર એ જાણે કે (ઉપર બતાવ્યા મુજબ) ઈચ્છા શક્તિ ની એક જબરદસ્ત બેટરી થઇ જાય છે.
અને યોગી જે ઈચ્છે છે તે આ પ્રચંડ "ઈચ્છા-શક્તિ" (વિલ-પાવર) છે.
પ્રાણાયામ ની ક્રિયા નો "શરીર-શાસ્ત્ર" ની દૃષ્ટિ એ -આ ખુલાસો (સમજ) છે .
શ્વાસોશ્વાસના તાલબદ્ધ પણા થી શરીર માં તાલબદ્ધ પણું આવે છે,અને શ્વસનતંત્ર ના કેન્દ્ર દ્વારા -
બીજાં કેન્દ્રોને -કાબૂમાં રાખવા માં તે મદદગાર થાય છે.
અહીં,પ્રાણાયામ નો હેતુ,-મૂળાધાર માં ગૂંચળું વાળીને પડેલી કુંડલિની નામની શક્તિ ને જગાડવાનો છે.
--આપણે આપણી આસપાસ ના અવકાશ (આકાશ) માં દૃષ્ટિ થી-જે કંઈ જોઈએ,
તે વસ્તુ ને જે અવકાશ (આકાશ) ની અંદર અનુભવવી પડે છે-તેને -સામાન્ય કે મહાકાશ કે ભૂતાકાશ કહે છે.
--યોગી જયારે બીજા મનુષ્ય ના વિચાર વાંચે કે-અતિન્દ્રિય પદાર્થો નો જ્યાં અનુભવ કરે-તેને-
"માનસિક આકાશ" કે "ચિત્તાકાશ" કહે છે.
--અને જયારે અનુભવ -કોઈ વિષય-રહિત નો હોય અને જયારે આત્મા પોતાના "સ્વ-રૂપ" માં પ્રકાશે છે-
ત્યારે તે અવકાશ (આકાશ) ને "ચિદાકાશ" કે "જ્ઞાનાકાશ" કહે છે.
હવે, જયારે કુંડલિની જાગે છે અને સુષુમણા નાડી માં પ્રવેશ કરે છે,
ત્યારે બધા અનુભવો "ચિત્તાકાશ" (માનસિક-આકાશ) માં થાય છે.
જયારે કુંડલિની,સુષુમણા નાડીને ઉપરના છેડે મગજમાં પહોંચે છે,
ત્યારે "પદાર્થ-રહિતતા"નો અનુભવ "ચિદાકાશ" (જ્ઞાનાકાશ) માં થાય છે.
ફરીથી,વીજળી ની ઉપમા લઈને જોઈએ તો-
મનુષ્ય વીજળી નો પ્રવાહ તારમાં થઈને જ મોકલી શકે છે,પણ,કુદરત ને પોતાને પોતાના પ્રચંડ પ્રવાહો
મોકલવા માટે કોઈ તારની જરૂર નથી.(સુષુમણા એ પોલી નાડી છે)
આથી સાબિત થાય છે કે-તારની ખરેખર કોઈ જરૂર નથી પણ તેના વગર ચલાવી શકવાની આપણી
અશક્તિ -જ -આપણને તાર વાપરવાની ફરજ પાડે છે.
જો કે-શરીરનાં સઘળાં સંવેદનો મગજ ની અંદર લઇ જવા અને તેની પ્રતિક્રિયાઓ-મગજ ની બહાર લઇ જવા,
જ્ઞાન-તંતુઓના તાર ના સમૂહો -એ ઈડા અને પિંગલા નામની -બે મુખ્ય નાડીઓ છે.(સુષુમણા પોલી નાડી છે)
હવે પ્રશ્ન એ છે કે-તાર વિના (ઈડા અને પિંગલા ના) સંદેશા કે પ્રતિક્રિયાઓ મોકલી શકાય?
યોગીઓ કહે છે કે-પ્રકૃતિ માં જો આમ થતું હોય તો તે જો આપણા શરીરમાં કરી શકાય તો,
જડ-પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થઇ શકાય.તો પછી આમ કરવું કેવી રીતે?
જો સંવેદન ના પ્રવાહ ને કરોડ ની મધ્યમાં આવેલી પોલી નાડી સુષુમ્ણા માં થઈને વહેતો કરી શકાય
તો આ (તાર વગર સંદેશો મોકલવાના) પ્રશ્ન નો ઉકેલ આવી જાય.
અને એમ થાય કે કરી શકાય તો-પછી-સંવેદન-ક્રિયા ના કાર્ય માટે જ્ઞાન-તંતુઓની આવશ્યકતા જ રહે નહિ.
જ્ઞાનતંતુ -રચના અને તેની જાળ-ગૂંથણી -એ આપણા "મને" (મન) બનાવી છે.અને
તેણે (મને) જ એ જાળ-ગૂંથણી ને તોડવાની છે."મન" જયારે તે જાળ-ગૂંથણીને તોડે,
ત્યારે- સંવેદન-ક્રિયા ના કાર્ય માટે જ્ઞાન-તંતુઓની આવશ્યકતા જ રહે નહિ.
અને ત્યારે જ સર્વ જ્ઞાન આવે છે,અને ત્યારે જ શરીર નું બંધન જરાયે રહેતું નથી.
આ,કારણસર-સુષુમ્ણા પર કાબુ મેળવવો -એ કેટલું બધું અગત્ય નું છે? તે સમજી શકાય છે.
યોગીઓ કહે છે કે-જો આપણે-કોઈ પણ જ્ઞાન-તંતુ ને તારનું કામ કરવા દીધા વિના-પોલી નળીમાં
(સુષુમ્ણામાં) થઈને -જો માનસિક પ્રવાહ ને વહાવી શકીએ તો -પ્રશ્નો ના ઉકેલ આવી જાય છે.
અને એમ કરી શકાય છે.
આ સુષુમ્ણા નાડી,સામાન્ય રીતે સામાન્ય મનુષ્યમાં નીચલે છેડે બંધ હોય છે.
તેથી તેમ થઇ ને કશી જ ક્રિયા ચાલતી નથી.
પણ યોગી એક જાતની એવી સાધના સૂચવે છે કે-તેને ઉઘાડી શકાય છે.અને જ્ઞાનતંતુઓ ના પ્રવાહો તેની
અંદર વહેતા કરી શકાય છે.
જયારે એક સંવેદન ને મગજ ના જે તે કેન્દ્રમાં પહોંચાડવામાં આવે છે,ત્યારે
--"સ્વયંસંચાલિત કેન્દ્રો"માં ગતિ ઉભી થઇ ને તે પ્રત્યાઘાત કરે છે-અને ક્રિયા રૂપે તે સંદેશ પાછો મોકલે છે.
--"સભાન કેન્દ્રો" માં પ્રથમ તેને અનુભવ થાય છે -પછી ગતિ ઉત્પન્ન થઇ ને તે પ્રત્યાઘાત કરે છે-
અને ક્રિયા-રૂપે સંદેશો પાછો મોકલે છે.
આમ સર્વ પ્રકારનો"અનુભવ" એ બહારથી થયેલ સંવેદનાત્મક ક્રિયા ના પ્રત્યાઘાત રૂપે ની ક્રિયા છે.
તો પછી,સ્વપ્ન ના અનુભવો કેવી રીતે થાય છે? તે વખતે તો -બહારથી કશી ક્રિયા હોતી નથી.
એટલે શરીરમાં જ ક્યાંક "સંવેદનાત્મક-ક્રિયાઓ" ગૂંચળું વળીને પડી રહેલી હોવી જોઈએ.
ઉદાહરણ તરીકે આપણે કોઈ શહેર જોઈએ ત્યારે તેની સ્મૃતિ રહે છે અને ઘણા લાંબા કાળ પછી,
તે શહેર ના નામથી એ શહેર ની તે સ્મૃતિ -એ બરાબર પહેલા ના અનુભવ જેવી જ ઘટના છે,
માત્ર તે થોડા ઝાંખા સ્વરૂપ માં છે.
તો આવા ઝાંખા પ્રકારનાં કંપનો જગાડનારી ક્રિયા આવે છે ક્યાંથી?
એટલું તો ચોક્કસ છે કે-શહેર નજર સામે નથી,એટલે તે સંવેદનો "પ્રાથમિક" (જયારે શહેર નજર સામે જોયું હતું ત્યારના જેવા) નહોતા (માત્ર તે સ્મૃતિ હતી) તો એટલું તો ચોક્કસ હોવું જોઈએ કે-
એ સંવેદનો ક્યાંક ગૂંચળું વાળીને પડ્યાં છે,અને તેઓ તેમની પોતાની ક્રિયા વડે ઝાંખી પ્રતિક્રિયા
પેદા કરે છે.અને જેને આપણે "સ્વપ્ન નો અનુભવ" કહીએ છીએ.
જે કેન્દ્રમાં આ બધાં અવશિષ્ટ (વધારાનાં) સંવેદનો,જાણે કે,સંઘરાઈ રહે છે-તે કેન્દ્ર ને મૂળાધાર
(તળિયા નું પાત્ર) કહે છે.અને
ગૂંચળું વળીને પડેલી, "ક્રિયા-શક્તિ" ને કુંડલિની" (કુંડાળું વાળીને પડેલી) કહેવામાં આવે છે.
એ ઘણું જ સંભવિત છે કે-અવશિષ્ટ (વધારાની) "ચાલક-શક્તિ" પણ એ જ કેન્દ્રમાં સંઘરાયેલી હોય !!
કારણકે ઊંડા અભ્યાસ કે બાહ્ય વિષયો ના ધ્યાન બાદ શરીર ના જે ભાગમાં મૂળાધાર કેન્દ્ર આવેલું છે-
તે ભાગ-કદાચ (કવચિત) ગરમ થઇ જાય છે.
આવે જો આ કુંડાળું વળીને પડી રહેલી શક્તિ (કુંડલિની) ને જગાડીને ક્રિયાશીલ કરવામાં આવે-અને તેને સમજ-પૂર્વક ઉપર સુષુમ્ણા નાડી માં વહેતી કરવામાં આવે,તો જેમ જેમ એક પછી એક કેન્દ્ર (ચક્ર) પર
આઘાત કરે -તેમતેમ એક પ્રચંડ પ્રતિક્રિયા શરુ થઇ જાય છે.
ઉપર -આગળ જણાવ્યું તેમ-જયારે શક્તિ નો એક અતિ સૂક્ષ્મ -અંશ જ્ઞાનતંતુઓ માં થઇ વહેવા લાગે
અને કેન્દ્રો માં જે પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે-ત્યારે તે અનુભવ સ્વપ્ન-રૂપ કે કલ્પના-રૂપ થાય છે,
પરંતુ,જયારે લાંબા ગાળા ના (કાળ ના) આંતરિક ધ્યાન ને પરિણામે -
સંઘરાઈ રહેલ શક્તિ નો વિશાળ જથ્થો,સુષુમ્ણા માર્ગ દ્વારા ઉપર ચડે છે-અને કેન્દ્રો (ચક્રો) પર આઘાત કરે છે,
ત્યારે તેનો પ્રત્યાઘાત પણ અતિ પ્રચંડ હોય છે.
(તે સ્વપ્ન કે કલ્પના-રૂપ -થયેલા પ્રત્યાઘાત કરતાં અત્યંત ઉંચા પ્રકારનો હોય છે)
ઇન્દ્રિયો થી થતા અનુભવો કરતાં પણ ઉચ્ચ અને અત્યંત તીવ્ર એવો આ "ઇન્દ્રિયાતીત-અનુભવ"-
જયારે સર્વ સંવેદનો ના મુખ્ય મથક-સમા-મગજમાં પહોંચે છે-
ત્યારે આખું મગજ જાણેકે -એક પ્રત્યાઘાત કરી ઉઠે છે અને -
પરિણામે થાય છે-પ્રકાશનો સંપૂર્ણ ઝળહળાટ.-કે- આત્મા નો સાક્ષાત્કાર.
અહીં એ યાદ રાખવું જરૂરી છે કે-જેમજેમ આ કુંડલિની એક કેન્દ્ર થી બીજે કેન્દ્રે (ચક્રે) ચઢતી જાય છે,
તેમ તેમ મનના એક પછી એક થરો -જાણેકે ઉઘડતા જાય છે.અને-
યોગી આ વિશ્વને સૂક્ષ્મ અને "કારણ" સ્વરૂપ માં અનુભવે છે.અને
કેવળ-ત્યારેજ-આ વિશ્વનાં "કારણો"- "સંવેદન અને પ્રતિક્રિયા રૂપે" -તેમના સાચા-સ્વરૂપમાં જણાય છે.
અને તેથી સર્વ (કારણો નું અને કાર્યોનું) જ્ઞાન થાય છે.
આમ,કુંડલિની ને જાગ્રત કરવી એ જ દિવ્ય-જ્ઞાન પ્રાપ્ત કરવાનો-કે- અતીન્દ્રિય અનુભવ મેળવવાનો-કે-
આત્માના સાક્ષાત્કાર કરવાનો એક માત્ર ઉપાય છે.
જેને -સાધારણ રીતે અલૌકિક શક્તિ-કે-જ્ઞાન કહેવામાં આવે છે-
તેનું પ્રાગટ્ય થયેલું જોવામાં આવે ત્યાં -કુંડલિની નો જરાતરા પ્રવાહ સુષુમ્ણા પ્રવેશેલો હોય જ છે.
આવા કિસ્સાઓમાં -મોટા ભાગના લોકોમાં અજાણ-પણે કોઈક પ્રક્રિયા હાથ આવી ગઈ હોય અને
જેનાથી કુંડલિની નો લગારેક અંશ ક્રિયાશીલ બન્યો હોય છે.(તેમણે આ કારણ ની ખબર હોતી નથી)
સઘળી ઉપાસનાઓ જાણ્યે કે અજાણ્યે-આ લક્ષ્યે જ લઇ જાય છે.
જે મનુષ્ય એમ ધારે કે પોતાની પ્રાર્થનાઓ ફળીભૂત થાય છે,તો તે જાણતો નથી કે-
એ પૂર્તિ -તેના પોતાના સ્વ-રૂપમાં થી જ આવે છે.એટલે કે-
પ્રાર્થના ની મનોવૃત્તિ થી તે પોતાની કુંડલિની માં રહેલી અનંત શક્તિનો લગારેક અંશ જગાવવામાં
સફળ થયો છે.
આ કુંડલિની શક્તિને સંપૂર્ણ રીતે કેવી રીતે જગાવવી? એ માટે નું "રાજયોગ" એ વિજ્ઞાન છે.
કુંડલિની એ અનંત સુખ ની જનેતા છે.અને-
સઘળી ઉપાસનાઓનો-સઘળા આચાર-વિચારોનો-સઘળી પ્રાર્થનાઓનો-સઘળા વિધિવિધાનો નો-
અને સઘળા ચમત્કારો નો -આ બુદ્ધિ-પૂર્વક નો ખુલાસો (સમજ) છે.