જ્યાં સુધી પરમ-બોધની પ્રાપ્તિ ના થઇ હોય,ત્યાં સુધી જીવાત્માનું પદાર્થોમાં (દૃશ્યમાં) આકુળ થઈને રહેવાપણું ઘટિત જ છે
વળી તેનામાં બોધનો કંઇક પ્રવેશ પણ થાય છે,એટલે યોગબળથી તેનું સિદ્ધ-પણું પણ ઉચિત છે.
આવી રીતે સર્વ દિશાઓમાં રહેલા સર્વ વિપશ્ચિત રાજાઓ પરસ્પર એકબીજાના સંકટને દેખતા હતા,અનુભવતા હતા
અને તેનો ઉપાય પણ કરતા હતા.આમ,ચિદાકાશ પોતાના સ્વરૂપમાંથી-મનોભાવને પ્રાપ્ત થતાં,જરા પણ ભ્રષ્ટ થાય છે,
તો તે વસ્તુતઃ તો તે શુદ્ધ સ્વરૂપમાં હોવા છતાં બીજા જગતને આકારે થઇ રહેલ જણાય છે.
અને તેનો ઉપાય પણ કરતા હતા.આમ,ચિદાકાશ પોતાના સ્વરૂપમાંથી-મનોભાવને પ્રાપ્ત થતાં,જરા પણ ભ્રષ્ટ થાય છે,
તો તે વસ્તુતઃ તો તે શુદ્ધ સ્વરૂપમાં હોવા છતાં બીજા જગતને આકારે થઇ રહેલ જણાય છે.
રામ કહે છે કે-હે મહારાજ,એ વિપશ્ચિત રાજાઓ જો પ્રબુદ્ધ (જ્ઞાનવાન) હોય તો,
તેઓ,જુદાજુદા ભાવને શી રીતે પ્રાપ્ત થયા હતા? તે વિષે આપ કહો.
વસિષ્ઠ કહે છે કે-આગળ મેં જે વર્ણન કર્યું તે પ્રબુદ્ધ યોગીઓનું છે.પણ વિપશ્ચિત રાજાઓ એ પ્રબુદ્ધ યોગીઓ નહોતા.
તેઓમાં સંપૂર્ણપણે જ્ઞાનનો ઉદય થયો નહોતો.તેઓ જ્ઞાન-દૃષ્ટિ અને અજ્ઞાન-દૃષ્ટિ-એ બંનેની વચમાં હીંડોળાની જેમ
લટકતા હતા,કેમ કે તેમની અંદર (મોક્ષને ભાવી-રૂપે સૂચવનાર ) વિવેક-આદિનાં (મોક્ષનાં) ચિહ્નો પણ દેખાતાં હતાં
તો ચોતરફ રાગ-આદિ-બંધનનાં ચિહ્નો પણ જોવામાં આવતાં હતાં.

હે રામચંદ્રજી,નિરંતર ધર્મમાં જાગ્રત રહેનાર છતાં,જ્ઞાનની પરિપક્વ અવસ્થાને ન પામેલ પુરુષોની સ્થિતિ આવી અધકચરી
હોય છે.આમ તે વિપશ્ચિત રાજાઓ ધારણાથી યોગી હતાં,પણ પરમતત્વને પ્રાપ્ત થયેલા નહોતા.
હોય છે.આમ તે વિપશ્ચિત રાજાઓ ધારણાથી યોગી હતાં,પણ પરમતત્વને પ્રાપ્ત થયેલા નહોતા.
તેઓ,અગ્નિ-દેવતામાં ચિત્તનો નિરોધ કરવાથી અને અગ્નિ-દેવતાના પ્રસાદથી સિદ્ધિ પામ્યા હતા તેથી,
તેઓ "ધારણા-યોગી" હતા,અને માત્ર ધારણા વડે તેમને સિદ્ધિ પ્રાપ્ત થઇ હતી.
તેઓ "ધારણા-યોગી" હતા,અને માત્ર ધારણા વડે તેમને સિદ્ધિ પ્રાપ્ત થઇ હતી.
તેઓ, જેની અંદર અવિદ્યા (અજ્ઞાન કે માયા) નો સંપૂર્ણ લય થઇ જાય છે,તેવા "જ્ઞાન-યોગી" નહોતા.
જ્ઞાન-યોગીના ચિત્તમાં કોઈ વાસના રહેતી જ નથી.તેથી તેઓ અવિદ્યા (માયા) તરફ જુએ પણ શા માટે?
વિપશ્ચિત રાજાઓને અગ્નિદેવના આપેલા વરદાનના પ્રભાવથી સિદ્ધિ પ્રાપ્ત થઇ પણ તેમની અંદર અવિદ્યા
હજી વિદ્યમાન જ હતી,તેથી તેઓ આત્મ-વિચારથી શૂન્ય હતા.જીવનમુક્તિના (મોક્ષના) અધિકારી થયા નહોતા.
જીવનમુક્ત પુરુષોને વ્યવહારકાળમાં જ દેહ-આદિનું ભાન હોય છે પણ સમાધિ-કાળમાં તેમને કોઈ પણ પદાર્થનું ભાન
હોતું નથી.બંધનની જેમ જ મોક્ષ પણ "ચિત્ત (મન)નો જ એક ધર્મ" છે,તેથી તે (મોક્ષ) સમાધિ-કાળમાં ચિત્તમાં રહે છે
પણ દેહની અંદર રહેતો નથી.બાકી "દેહનો ધર્મ" (જન્મ-મરણ-આદિ) દેહથી નિવૃત્ત થતો નથી.અને
હોતું નથી.બંધનની જેમ જ મોક્ષ પણ "ચિત્ત (મન)નો જ એક ધર્મ" છે,તેથી તે (મોક્ષ) સમાધિ-કાળમાં ચિત્તમાં રહે છે
પણ દેહની અંદર રહેતો નથી.બાકી "દેહનો ધર્મ" (જન્મ-મરણ-આદિ) દેહથી નિવૃત્ત થતો નથી.અને
મુક્ત થયેલું ચિત્ત,પાછું ફરીવાર કોઈ દિવસ બંધાઈ જતું નથી.વૃક્ષ પરથી નીચે ખરી પડેલા (વૃક્ષથી છુટા થયેલા)
ફળને કયો માણસયત્ન વડે પ્રથમની જેમ જ પાછું જોડી શકે?