Mar 19, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1103

અનુચરો કહે છે કે-હે મહારાજ,જેમ,સર્વ શાસ્ત્રના સારરૂપ પરબ્રહ્મમાં-વૃત્તિ-રૂપે પરિણામ પામવાથી,
મહાત્માઓના ચિત્ત નિર્મળ જણાય છે,તેમ આ તળાવ પણ પોતામાં પ્રતિબિમ્બિત થઇ રહેલા શરદઋતુના
આકાશ વડે નિર્મળ જણાય છે.સુંદર હંસો,સારસ-આદિ પક્ષીઓ વડે રમણીય આ તળાવ શોભે છે.
પોતાના ગુણ અને સુંદરતા વડે સુશોભિત તથા પોતાની સુગંધ વડે પોતાના કુળને પ્રસિદ્ધિમાં લાવનારા,
મહાત્માઓના અને આ તળાવમાં રહેલાં કમળોના પ્રભાવને વર્ણવવા વાસુકિ પણ સમર્થ નથી.

ભગવાન વિષ્ણુના વક્ષસ્થળમાં નિવાસ કરી રહેલાં લક્ષ્મીજી પણ પોતાની શોભાને માટે,
હસ્તમાં કમળને ધારણ કરે છે,તો પછી તેના કરતાં તે કમળની બીજી શી પ્રસંશા કરવાની હોય?
આકાશમાં પોતાની ધોળી પંખો વડે ગતિ કરનારો અને કમળોના સમુહને શોભાવનારો હંસ,
સર્વના ચિત્તને આનંદ ઉપજાવે છે,કમળવનમાં વિહાર કરનાર હંસોની શોભાની તો વાત જ શી કરવી?

(૧૧૮) બગલા અને મયૂરો આદિનું વર્ણન

સહચરો કહે છે કે-હે મહારાજ,આ બગલો સાવ ગુણથી રહિત છે,પણ તેમાં એક મોટો ગુણ રહ્યો છે,
તે આપ જુઓ.તે 'પ્રાવૃટ-પ્રાવૃટ'એવો અસ્ફુટ અવાજ કરીને વર્ષાઋતુનું સ્મરણ કરાવી આપે છે.
હે બગલા,તું તળાવની અંદર રહેવાથી વર્ણ વડે હંસના જેવો જણાય છે,તો જળ-કાગડાઓના સાથેની મિત્રતા,ક્રૂરતા
અને કડવી વાણી -ને છોડીને તું પ્રસિદ્ધ રીતે (સાચે જ) હંસ-તુલ્ય (સમાન) થઇ જા.

તળાવના કિનારે ફરતા ને મેઘનું જલપાન કરનારા,ચળકતા પિચ્છભાર-રૂપી મેઘને ધારણ કરી રહેલ આ મયૂરો,
જાણે વર્ષા-ઋતુના મૂર્તિમાન બાળકો જ હોય તેવા શોભે છે.અને પીંછામાં રહેલાં કાંતિમાન ચાંદરડાને કંપાવે છે.
આ શ્રેષ્ઠ વનની અંદર વનના પવન વડે ફેલાઈ જનાર અને મોરપિચ્છનાં ચાંદરડા-રૂપી-સુંદર તરંગોવાળા
મયૂરોને આ સમુદ્ર જ જાણે મોતીઓનું દાન આપી નચાવી રહ્યો હોય તેમ જણાય છે.

(૧૧૯) પથિકના સ્મશાનગમન સુધીનું વર્ણન

સહચરો કહે છે કે-હે મહારાજ,જુઓ આ એક પથિક,મંદરાચલની નિકુંજમાં,ઘણા લાંબા કાળે મળેલી પોતાની પ્રિયા આગળ
પોતાને વીતેલી વિરહ વેદના વર્ણવતાં કહે છે કે-હે પ્રિયે,તારો વિયોગ થયા પછી મને એક દિવસ  જે આશ્ચર્યકારક વૃતાંત
વીત્યું હતું તે તું સાંભળ.એક વખત હું તારી પાસે દૂત મોકલવા માટેનો વિચાર કરી,
મારા મનમાં જ કહેવા લાગ્યો કે-મારા આ વિયોગના સમયનું વૃતાંતને સંદેશા-રૂપે લઇ જઈ કોણ મારી સ્ત્રીએ કરેલા
સત્કારનું પાત્ર થવાને મારે ઘેર જાય? ત્યારે મને સાંભર્યું  કે -આ મેઘ,પરદુઃખની શાંતિ કરવાના ગુણથી સંયુક્ત છે.
વીજળી-રૂપી સ્ત્રીની સાથે ઉભેલ આ મેઘ તરત જ મારે ઘેર જઈ શકે તેમ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE