Mar 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1101

(૧૧૪) સમુદ્રનું વર્ણન
વસિષ્ઠ કહે છે કે-પછી એ (ચાર) વિપશ્ચિત રાજાઓની પાસે રહેનારા મંત્રીઓએ,તે રાજાઓને અનેક પ્રકારનાં વન,વૃક્ષ,
સમુદ્ર,પર્વત,મેઘ અને વનચર વર્ગ (પ્રાણીઓ)ને દેખાડવા માંડ્યા ને કહેવા લાગ્યા કે-
હે મહારાજ,આકાશને અડી રહેલ પર્વતની આ શિખર-ભૂમિ તમે જુઓ.અતિ ઊંચાઈને લીધે તે તીવ્ર વાયુ-વાળી છે.
તેની પાસે રહેલ સમુદ્ર પોતાના તરંગો વડે પર્વતની પાસેની જમીન,અને તે જમીન પરના વનોને  ઉખેડી નાખે છે.
ભરતી સમયે તણાઈ આવતા શંખો-આદિ વડે તે સમુદ્રનો કિનારો શોભે છે.

હમણાં જેમ સમુદ્રો જળ વડે ભરેલા છે અને પર્વતોને લીધે  વિષમતા-વાળા છે,તેમ,સર્વ દ્વીપોની ભૂમિઓ પણ
હમણાં તેવી જ થઇ રહી છે.જેમ,બ્રહ્મ જગતને ધારણ કરી રહેલું છે,તેમ આ સમુદ્ર પણ અનંત તરંગો ને ચકરીઓને ધારણ
કરી રહેલ છે.સમુદ્ર-મંથન કરવાના સમયે,દેવતાઓએ જયારે સર્વસ્વ હરી લીધું ત્યારે તે સમુદ્રે તે દેવતાઓથી છૂપી રીતે
સૂર્ય-જેવા અનેક મણિઓને પોતાની અંદર સંઘરી રાખેલા છે.તે સૂર્ય-રૂપ-મણિઓમાંથી,
તે,એક એક મણિને પ્રત્યેક દિવસે પશ્ચિમ સમુદ્રમાં પહોંચાડવા માટે અંતરીક્ષ(આકાશ) માં ફેંકે છે-
કે જેથી કરીને દિવસની ઉત્પત્તિ  થતી હોય તેમ હું (મંત્રી) માનું છે (નોંધ-વિચિત્ર કલ્પના ??!!)

સમુદ્રો,પર્વતો,નદીઓ,વરસાદો,વનની પંક્તિઓને પોતાની અંદર ધારણ કરી રહેલ
આ દિશાઓ,આપના પ્રતાપ બળથી પ્રસન્ન થઇ જાણે હસતી હોય તેમ દેખાય છે.

(૧૧૫) વન-પર્વત આદિનું વર્ણન

મંત્રીઓ કહે છે કે-આ હિમાલય,મલયાચલ,વિંધ્યાચલ,સહ્યાદ્રી-આદિ પર્વતો ધોળાં વાદળાં-રૂપી વસ્ત્રો વડે સુશોભિત છે.
તેઓ દુર રહેલા હોવાથી જોનારની દૃષ્ટિમાં છેટેથી અતિ નાના હોય તેવા દેખાય છે-તે આપ જુઓ.
સમુદ્રમાં પ્રવેશ કરતી આ નદીઓ અતિ-શોભાવાળી  દેખાય છે.લતાઓ,ફૂલો,ઝાડો વડે વ્યાપ્ત ઊંચા શિખરો
વડે સુશોભિત અને પર્વતો સાથે એકરસ થઇ રહેલું આ વનની શોભા તમે જુઓ.

અહો,આ સમુદ્રનું શરીર કેવું વિસ્તાર-વાળું,બળવાળું અને ભારને સહન કરનાર છે ! તેની અંદર અહી એક બાજુ
શેષશાયી ભગવાન પોઢેલા છે,તો બીજી બાજુ તેમના શત્રુઓનું કુળ રહેલું છે.એક બાજુ પર્વતો-રૂપી-પક્ષીઓ સુતેલાં છે
તો એક બાજુ પ્રલયકાળના સર્વ મેઘોની સાથે વડવાનલ (અગ્નિ) રહેલો છે.
હે મહારાજ,આ જંબુ નદીના તટો સુવર્ણમય એવા સર્વ ગામો,અરણ્યો,નગરો,પર્વતો,વૃક્ષો અને બીજા ઉચ્ચ
રમણીય પ્રદેશો વડે સુશોભિત છે.તેઓ સૂર્યના કિરણો વડે વ્યાપ્ત થતાં ચારે બાજુ ઝળકી ઉઠે છે.અને ચારે બાજુ
કાંતિઓને પ્રસરી દે છે.આવી ભૂમિ તો જાણે દેવતાઓના ઉપભોગને જ યોગ્ય હોય તેવી સુંદર દેખાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE