Mar 2, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1086




(૧૦૩) ચિદાત્માની એકતા,નિત્યતા અને સ્વતંત્રતા
શાંત,ચિન્માત્ર,પ્રત્યક ચૈતન્ય,સર્વના સાક્ષી-રૂપે અથવા વિષયના ભાન-રૂપે સર્વને ભાસે છે,તે અનાદિ અને
અનંત છે -તો તેનો નાશ ક્યારે અને કેવી રીતે થાય ? પુરુષ,એ ચૈતન્યમાત્ર જ છે,તેનો કોઈ દિવસ નાશ થતો
નથી.જો ચિન્માત્ર તત્વનો નાશ થતો હોય,તો પછી ફરીવાર આ સૃષ્ટિ કેમ અને શી રીતે ઉત્પન્ન થાય?
કોઈ દેશ-કાળમાં,કોઈનું (તેમની અંદર રહેલ) ચિન્માત્ર (ચૈતન્ય આત્મ) તત્વ જુદું જુદું છે જ નહિ,
કેમ કે સર્વને અનુભવ તો સરખો જ થાય છે,તો તેને જુદું જુદું કેમ કહી શકાય?

સર્વને બરફ ઠંડો લાગે છે,અગ્નિ ગરમ લાગે છે,દૂધ મધુર લાગે છે તો પછી તે સર્વમાં રહેલ શુદ્ધ ચૈતન્યને ભિન્નભિન્ન કેમ
કહેવાય ? જ્યાં સુધી શરીરની સત્તા છે ત્યાં સુધી જ ચૈતન્યની સત્તા છે-એમ જો કોઈ કહે તો તે ખોટું છે,
કેમ કે મરણ પછી પણ જો,શરીર અખંડ જ રહ્યું હોય છે,તો તે શબ શા માટે ચાલતું નથી? તે તમે જ કહો.
પિશાચ (ભૂત-પ્રેત-આદિ) નો અનુભવ એ 'જીવતા-જીવ' નો ધર્મ છે,એમ કહેતા હો તો તે પિશાચ,કેમ સદાકાળ દેખાતો
નથી? પણ કોઈ મરી ગયા પછી જ તે (તેના-રૂપી-પિશાચ) કેમ દેખાય છે?
કે કોઈ જો બીજા દેશમાં (સ્થળે) મરી ગયો હોય તો તેનો પિશાચ આ દેશમાં કેમ દેખાતો નથી?

માટે સિદ્ધ થાય છે કે-અજર,અમર ચિન્માત્ર (ચૈતન્ય) તત્વ જ સર્વરૂપ થઇ રહેલ છે.તે અમુક દેશ-કાળમાં રહ્યું છે તેમ નથી.
પણ જે વસ્તુને,જે દેશ-કાળમાં જેવી રીતે તેને 'કલ્પવામાં' આવે છે તે રીતે તે અનુભવમાં આવે છે.
તે અબાધિત,એકરસ-રૂપ,ચિન્મય-તત્વ,જેવા વિવર્તને ધારણ કરે છે,તેવો જ અનુભવ થાય છે.
અને આમ થવામાં મુખ્ય હેતુ-રૂપ,તેનો અનાદિ-સિદ્ધ 'સ્વ-ભાવ' જ છે.
સૃષ્ટિના આદિ-કાળમાં જ પ્રધાન-પરમાણું આદિ બીજું કશું પણ 'કારણ' એ બ્રહ્મ (ચૈતન્ય) થી જુદું સંભવતું જ નથી.
કદાચિત તે 'કારણ' છે -તેમ કોઈ વિચારે તો તે કેવું હોઈ શકે? તે તમે જ (વિચારીને) કહો.

ચિદાકાશ-રૂપ-આત્મા (ચૈતન્ય કે બ્રહ્મ) પોતાના ચાતુર્યને (વિવર્તને) "આ દૃશ્ય છે" એવી ઘાટી ભાવનાને લીધે,
જાગ્રત અને સ્વપ્નાવસ્થામાં બોધ (જ્ઞાન) વડે (બહિર્મુખપણાથી) દેખે છે અને સુષુપ્તિમાં અબોધ (અજ્ઞાન) ને લીધે દેખતો
નથી.જો કે બોધ-અબોધ એ બંને ચિદાકાશનું જ નિર્વિકાર રૂપ છે અને બંનેનો ભેદ,માત્ર વાણીમાં જ છે પણ અર્થમાં નથી.
માટે દૃશ્ય-વસ્તુ નથી જ.જે કંઈ આ પદાર્થોનું દૃશ્યપણું પ્રતીતિમાં આવતું હતું,તે માત્ર 'અવિચાર'ને લીધે જ હતું
પણ 'વિચાર'થી તે અવિચારનો નાશ થઇ ગયા પછી એ દૃશ્ય ક્યાંથી દેખાય?
આ 'આત્મજ્ઞાનના વિચાર'માં જ બુદ્ધિને સારી રીતે પરિશ્રમ આપવો.
જો યત્ન વડે તેનો અભ્યાસ કરવામાં આવે તો તે બંને લોકમાં સિદ્ધિ (મુક્તિ) આપનાર થાય છે.

હે રામચંદ્રજી,તમને અવિદ્યા (અજ્ઞાન કે માયા) ની નિવૃત્તિ થઇ છે,છતાં અભ્યાસ વિના તે સિદ્ધિ (જીવનમુક્તિ) આપતી
નથી.શમ-દમ-આદિ સાધનો વડે,સંપન્ન થયલા પુરુષે ઉદ્વેગનો ત્યાગ કરી,દરરોજ સમય ફાળવીને,
નિયમ (વિચાર-પૂજન-સત્સંગ-આદિ) બનાવી શાસ્ત્રોના વાક્યોનો વિચાર કરવો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE