Jan 25, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1050



ક્રિયા-શક્તિ-વાળી ચિદ-શક્તિ,એ પરમેશ્વરની એક ઈચ્છા-રૂપ છે.જ્યાં સુધી તે નિત્ય-તૃપ્ત,નિર્વિકાર,અજર,
અનાદિ અને અદ્વિતીય એવા 'શિવ'ને દેખાતી નથી,ત્યાં સુધી તે 'પ્રકૃતિ'-રૂપે સંસારમાં ભમ્યા કરે છે અને
તેનું સ્વરૂપ ભ્રાંતિમાત્ર છે.એ ચિદ-શક્તિનું મૂળ અધિષ્ઠાન (આધાર) ચિદાકાશ (શિવ કે પરમેશ્વર) છે.
એટલે કાકતાલીય યોગથી તે 'શક્તિ'ને 'શિવ'નો સ્પર્શ થતાં,
તે જાણે તન્મય થઇ ગયેલ હોય તેમ પોતાના ભિન્ન સ્વરૂપને મૂકી દઈને તે શિવમાં લીન થઇ જાય છે.

જયારે,પ્રકૃતિ (ભૈરવી) પોતાના પુરુષ-રૂપ (શિવ) સનાતન ભાવને ઓળખે છે,
એ પછી તે સંસારમાં વારંવાર ભટકતી નથી,પણ,તે પુરુષ (શિવ) રૂપ જ થઇ જાય છે.
જે પ્રમાણે,જ્યાં સુધી કોઈ સત્પુરુષ,ચોરોના ટોળાના સ્વરૂપને ઓળખાતો નથી ત્યાં સુધી જ,
તે,તે ટોળામાં વસે છે,પણ ચોરોના સ્વરૂપનું જ્ઞાન થતાં,તે ચોરોના ટોળામાં રહેતો નથી,
તે જ પ્રમાણે,ચિદ-શક્તિ,જ્યાં સુધી પરમ-શિવને દેખાતી નથી,ત્યાં સુધી જ અસત્ય-દ્વૈત-પ્રપંચમાં જ
આનંદ પામ્યા કરે છે અને ભમ્યા કરે છે,પણ પરમ-શિવનું દર્શન થતાં જ તે તન્મય થઇ જાય છે.

ચિદ-શક્તિની પાસે જે કંઈ નિરતિશય 'આનંદ-રૂપ-તત્વ' રહેલું છે તે પરમ-પદરૂપ છે.
એટલે તે શિવ-રૂપ-પરમપદને પામતાં તે ચિદ-શક્તિ,ચિદ્રુપ (શિવ-રૂપ) થઇ જાય છે.
જ્યાં તેને પરમ શિવનું દર્શન થાય છે,એટલે ભમરી જેમ મધને મજબુતપણે વળગી રહે છે,
તેમ તે પરમ શિવને દૃઢપણાથી વળગી રહે છે.અને તેમાં જ લીન થઇ જાય છે.
હે રામચંદ્રજી,જન્મ,મરણ,મોહ-આદિ સર્વ દુઃખો,જે (પરમેશ્વર)નું સ્વરૂપ ઓળખતાં નાશ પામી જાય છે,
તે આત્મતત્વને પ્રાપ્ત થયા પછી કોણ તેનો ત્યાગ કરે?

(૮૬) રુદ્રના દેહનો ચિદાકાશમાં લય

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,મહાકાશની અંદર રહેલા રુદ્ર,કેવી રીતે દેહની ભ્રાન્તિને છોડી શાંત થાય છે તે તમે સાંભળો.
તે સમયે એ રુદ્ર (ભૈરવ) અને (ઉપર-નીચેના) જગતના બે ખંડ,ચેષ્ટા વગરના અને જડ જેવા થઇ રહેલા મારા જોવામાં
આવ્યા.પછી એક મુહૂર્ત-માત્રમાં તે રુદ્ર,આકાશની અંદર,સૂર્ય-રૂપ-દૃષ્ટિની જેમ,જગતના બંને (ઉપર-નીચેના) ખંડને જોવા
લાગ્યા.પછી નિમેષ-માત્રમાં (પલકારામાં) એ બંને ખંડને પોતાના શ્વાસોશ્વાસના બળથી મોઢા આગળ ખેંચી લાવ્યા
અને જાણે તેમને પાતાળની અંદર ફેંકતા હોય,તેમ ગળી ગયા.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE