Dec 13, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1009

પૃથ્વી પર ઉત્તર તરફ રહેલા એક પર્વતની પૂર્વ દિશા પર એક શીલા છે,તે અતિ કઠોર છે,તેની અંદર હું રહું છું.
દૈવે મને તેની અંદર જ બાંધી રાખેલ છે.તેની અંદર મારા અસંખ્ય યુગોના સમૂહો ચાલ્યા ગયા છે,તેમ હું સમજુ છું.
કેવળ હું જ ત્યાં બંધાઈ રહી છું તેમ નથી,પણ તે શિલાની અંદર મારો ભર્તા (પતિ) પણ બંધાઈ રહ્યો છે,
અને એ શિલાના અત્યંત સાંકડા અને સંકટદાયી ભાગમાં મારા ભર્તાની સાથે વર્ષોના અનેક સમૂહો ચાલ્યા ગયા છે.

આજ દિવસ સુધી અમે કેવળ અમારા દોષના કારણે જ મોક્ષને પામ્યાં નથી.અને ઘણા કાળથી એ શિલાની અંદર જ
મમતા બાંધીને રહ્યાં છીએ.વળી એ પાષાણની અંદર રહેવા-રૂપી સંકટમાં,માત્ર  અમે બે જ બંધાઈ રહ્યા છીએ તેમ નથી
પણ,અમારા બંનેનો જે પરિવાર છે,તે સર્વ સુદ્ધાં પણ તેમાં બંધાઈ રહ્યો છે.

એ શિલાની અંદર બંધાઈ રહેલો,પુરાણ-પુરુષ-રૂપી-દ્વિજ,મારો પતિ,સેંકડો યુગોથી જીવે છે,
છતાં પોતાના આસન પરથી તે કદી ચળતો નથી.બાલ્યાવસ્થાથી જ તે શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે,
પોતાના સ્વાધ્યાયમાં તત્પર રહે છે,અને બીજાઓને પણ સ્વાધ્યાય શીખવે છે.તે સ્વભાવે બહુ સરળ છે,
ઇન્દ્રિયોની ચંચળતા વિનાનો છે અને નિરંતર એકાંતમાં રહે છે.હે મહારાજ,હું વ્યસન ની જેમ,નિરંતર તેને જ
વળગી રહેનારી તેની ભાર્યા (સ્ત્રી) છું,અને તે પતિના વગર હું એક પળ પણ દેહને ધારણ કરી રાખવા સમર્થ નથી.

પૂર્વે જન્મતાંવેંત જ મારા એ સ્વામી બાલ્યાવસ્થામાં પણ જ્ઞાનવાન હતા.તે પોતાના નિર્મળ સ્થાનમાં એકાંતમાં
એકલા જ રહેતા હતા.પછી તેમણે પોતાના મનથી ચિરકાળ સુધી એવો વિચાર કર્યો કે-
મને જન્મથી જ સુંદર એવી પત્ની શી રીતે મળે?  એટલે ત્યારે,જેમ ચન્દ્ર નિર્મળ ચાંદનીને ઉત્પન્ન કરે છે
તે રીતે જ,મારા નાથે (પતિએ) પોતે જ મને નિર્મળ-અંગીને ઉત્પન્ન કરી છે.
આમ,હું તેમના  "પોતાના મન"થી જ નિર્માયેલી છું અને તેમના મન વડે જ તેમની ભાર્યા (પત્ની) છું.

પછી,મંજરી જેમ વસંત-ઋતુમાં વૃદ્ધિ પામે,તેમ વૃદ્ધિ પામી. હું સહજ વસ્ત્રોમાં ઢંકાયેલી છું અને પ્રાણી-માત્રને ચિત્તહારી છું.
અતિસુંદર એવી હું પ્રાણીમાત્રના હૃદયને નિરંતર આકર્ષનારી છું,કામદેવ વડે ઉન્માદ કરવાનારી છું
અને હું કેવળ લીલા અને વિલાસોમાં જ નિરંતર લાગી રહી છું.હું મારા પતિમાં અત્યંત અનુરાગવાળી છું,
છતાં ભોગોમાં મને તૃપ્તિ થતી નથી.મારા સમદર્શી સ્વામીએ મને મન વડે જ ઉત્પન્ન  કરી છે
તેથી લક્ષ્મી અને અલક્ષ્મી એ બંનેની હું જાણે હું પ્રિય સહચરી હોઉં,તેમ એ બંનેમાં મને સમાન દૃષ્ટિ રહે છે.
આથી જ મોહ-જાળથી મારું સ્વરૂપ બદલાઈ જતું નથી અને સંપત્તિ-આપત્તિમાં મને કશો હર્ષ-શોક થતો નથી.

હું માત્ર એ પુરાણ-પુરુષ બ્રાહ્મણના ઘરને જ ધારણ કરું છું તેમ નથી,પણ ત્રૈલોક્ય-રૂપ-ઘરને પણ હું જ ધારણ કરી રહી છું.
જુ મારા એ પતિની સંતતિનો પ્રસવ કરવાને યોગ્ય ભાર્યા છું અને તેમનું ભારણપોષણ કરવામાં સમર્થ છું.
તે જ રીતે ત્રૈલોક્ય-રૂપી ઘરની સર્વ સામગ્રીને હું જ ધારણ કરું છું અને તેનો સર્વ ભાર એક મારા ઉપર જ રહેલો છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE