Sep 17, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-922

હવે,તે પુણ્ય-પાપનાં ફળોને ભોગવવા માટે,તે પુણ્ય-પાપ- (૧) ઘટ-આદિ "પદાર્થો-રૂપે"
(૨) તેની અંદર રહેલ "ગુણ-ક્રિયા-આદિ-રૂપે" અને (૩) ઘટત્વ-આદિ-"જાતિ-રૂપે" --થઇ રહે છે.
આમ,આ સર્વ જગત કે જે ચેતન-તત્વનો વિવર્ત છે,તે ચિદાત્માનું "સંકલ્પ-રૂપી-સ્ફુરણ" જ
"દૈવ કે કર્મ" આદિ પર્યાય (ઓલ્ટરનેટીવ) શબ્દોને ધારણ કરનારું છે.

ઘટ-આદિ પદાર્થથી માંડી,તેની અંદર રહેલી જાતિ-વગેરે સુધી,સર્વ કાર્ય તે (પાપ-પુણ્ય) થઇ રહ્યું છે,
એટલે પુરુષ (જીવ) રૂપે પણ તે જ થઇ રહ્યું છે.
ચેતન-તત્વમાં "સંકલ્પ-રૂપ-સ્ફૂર્તિ" થયા વિના "પુરુષ (જીવ) કે કર્મ-એ કંઈ પણ શી રીતે સંભવે?
કેમ કે એ બંનેની (પુરુષ(જીવ) અને કર્મની) સત્તા અને સ્ફૂર્તિ-એ ચેતન-સત્તાને જ આધીન છે.

આમ,વાસના-વાળા-ચેતન-તત્વના સંકલ્પ-રૂપી-સ્ફૂરણથી આ જગતની અનિર્વચનીય શોભા ખડી થઇ છે.
જેમ,જળનાં તરંગ-આદિ ભિન્ન-રૂપે સ્ફુરણવાળાં છતાં જળમાં લીન થઇ જવાને લીધે,
જળ-રૂપ જ હોવાથી તે (તરંગ-આદિ સ્ફુરણ) તરંગ વિનાનાં જ છે,
તેમ,સંકલ્પ-રૂપી-સ્ફુરણ,જો ચેતન-તત્વમાં થતું હોય,તો પણ તે વાસનાથી રહિત હોય (કે-હોવાથી) તો-
તે (સ્ફુરણ) જન્મ-મરણ-આદિ અનર્થ પરંપરાને ઉત્પન્ન ન કરવાથી-એ (સ્ફુરણ) ન થયા બરાબર જ છે.

હે રામચંદ્રજી,આ સૃષ્ટિની અંદર પુરુષ (જીવ) અને કર્મ-એ બંનેનું સ્વરૂપ-એ ચેતન-પુરુષના સંકલ્પ-રૂપી
સ્ફુરણ જ છે-એમ જણાય છે-બીજું કશું જણાતું નથી,અને તેમની વચ્ચે "કલ્પના"ના અંશ વિના
બીજા જરા પણ ભેદ નથી.જેમ,જળ અને તરંગ નો ભેદ,માત્ર સંકલ્પ વડે કલ્પી લીધેલો છે,તેમ આ જગતમાં
પુરુષ (જીવ) અને કર્મ,એક જાતના ચિદાત્માના સ્ફુરણ-રૂપ જ છે,અને તેમનો ભેદ પણ માત્ર સંકલ્પ વડે જ
માની લીધેલો છે.બાકી વસ્તુતઃ તે ઘટતો નથી.

આમ, કર્મ એ જ પુરુષ (જીવ) રૂપ છે અને પુરુષ એ જ કર્મ-રૂપ છે.એ બંને જુદાં નથી.એમ તમે સમજો.
જેમ,શીતળતા, એજ હિમ-રૂપ છે,અને હિમ એ જ શીતળતા-રૂપ છે,
તેમ,કર્મ (પુરુષજન્ય હોવાથી) પુરુષ-રૂપ છે
અને પુરુષ (કર્માનુસાર જન્મ લઈને કર્મને આધીન હોવાથી) કર્મ-રૂપ છે.દૈવ,કર્મ,પુરુષ (જીવ) આદિ સર્વ
ચેતનતત્વના સ્ફુરણ-રૂપી-રસના એક જાતના પર્યાય-શબ્દો છે,પરંતુ ચેતન-સત્તાથી તે જુદી સત્તા-વાળા નથી.

ચેતન-તત્વ,સંકલ્પ-રૂપી-સ્ફૂરણના લીધે,જગત-રૂપી-અંકુરના બીજ-રૂપે બની જાય છે,
અને જો તે સ્ફૂર્તિ (સ્ફૂરણની સ્ફૂર્તિ) થી રહિત હોય,તો બીજ-ભાવને પ્રાપ્ત થતું નથી.
(અંકુરની સર્વ શોભા,સુક્ષ્મ-રૂપે બીજની અંદર રહેલી હોવાથી,એ બીજ અંકુર-રૂપ છે-એમ કહી શકાય)
ચેતન-તત્વ અનંત અને સર્વત્ર ભરપૂર છે,તેનો એવો સ્વભાવ જ છે કે-દેશ-કાળ-આદિ ક્રમને અનુસરીને,
કોઈ ઠેકાણે તે સ્ફૂર્તિમાન થઇ જાય છે અને કોઈ ઠેકાણે સ્ફુરણ-રહિત-શુદ્ધ-સ્વરૂપમાં જ રહે છે.

ચિદાત્માની સ્ફુરણ,ખરી રીતે "કારણ-રૂપ" નહિ હોવા છતાં,વાસનાના યોગે,બીજભાવને પામી જઈ,
આ જગતમાં દેહ-આદિ-રૂપ અંકુરોની હારોને પેદા કરવામાં કારણ-રૂપ બને છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE