Aug 17, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-891

છેવટે છુપાઈ જવાની તક મળતાં,ઇન્દ્રે પોતાના સ્થૂળ આકાર-વાળા દેહને,ભૂત-સૂક્ષ્મમાં સમેટી લઇ,પોતે અતિ-સૂક્ષ્મ બની જઈ,"સૂર્યના કિરણો"ની અંદર રહેલ કોઈ "ત્રસરેણુ" (ત્રણ અણુમાંથી બનેલ અણુ) માં,પ્રવેશ કર્યો.(નોંધ-આધુનિક વિજ્ઞાન મુજબ ત્રણ પરમાણુ-પ્રોટોન-ન્યુટ્રોન-ઈલેક્ટ્રોનથી એક અણુ બને છે.!!)

એ ત્રસરેણુની અંદર તેણે આરામ લીધો,લાંબી મુદત વીતી ગયા બાદ,તેનું ચિત્ત સ્વસ્થ થયું,અને યુધ્ધના પ્રસંગને ભૂલી જઈ,બીજે ક્યાંય બહાર ના નીકળતાં,તે ત્રસરેણુમાં જ શાંત થઈને રહ્યો.
(નોંધ-હવે એ ત્રસરેણુમાં જ સકળ જગતની કલ્પના કરીને ઇન્દ્ર તેનો અનુભવ કરે છે-તેમ બતાવ્યું છે,
એટલે કહેવા -એ માગે છે કે-સકળ જગત(કે બ્રહ્માંડ) એ ત્રસરેણુમાં સમાઈ જાય છે (કે ત્રસરેણુ સમાન છે)

પછી એ ત્રસરેણુમાં જ,તેણે ક્ષણ-માત્રમાં "ઘરની કલ્પના" કરી ઘરનો અનુભવ કર્યો,અને તે ઘરમાં પદ્માસન (સિંહાસન)ની કલ્પના કરી,તે પર બેસી પોતાના ઇન્દ્રલોકમાં સિંહાસન પર જેવી ક્રીડાઓ કરતો હતો તે કરવા લાગ્યો.પછી,તે ત્રસરેણુની અંદર,કિલ્લો-મકાનથી શોભતું એક નગર,કલ્પનાથી જ ઉભું કર્યું.
એન એ નગરમાં રહી શહેરો અને જંગલો વગેરેથી શોભતો એવો દેશ પણ તેણે પોતાની કલ્પનાથી જોયો.

ત્યાર બાદ,પાતાળલોક,ભૂલોક અને સ્વર્ગલોક,સૂર્ય આદિ ગ્રહો,પર્વતો,નદીઓ-વગેરેની પણ પોતાના પ્રબળ
સંકલ્પ બળથી,કલ્પના કરીને અને તે ત્રણે લોકનું સામ્રાજ્ય (તે ત્રસરેણુમાં જ) ભોગવવા લાગ્યો.
તેને કુંદ નામનો મહા-પરાક્રમી પુત્ર થયો.અને પછી કાળે કરીને પોતાના જીવનનો અંત આવી જતાં,
તે પોતાનો દેહ ત્યાગીને નિર્વાણને પ્રાપ્ત થયો.એટલે તેનો પુત્ર કુંદ ત્રૈલોક્યનો રાજા થયો.

હે વિદ્યાધર,પછી તો એ જ રીતે ઇન્દ્રના (વંશ-પરંપરાગત) હજારો પૌત્રો ગાદી પર આવ્યા અને ચાલી ગયા.
હજુ આજે પણ,ઇન્દ્રના વંશનો "અંશક" નામનો રાજા વિદ્યમાન છે.
ઉપર વર્ણન કર્યા પ્રમાણે આજ દિવસ સુધી,તે ઇન્દ્રે,ત્રસરેણુની અંદર કલ્પી લીધેલ,લોકમાં જ તે
ઇન્દ્રનો વંશ જ,ઇન્દ્રના રાજ્યનું પાલન કરે છે.
અને "આકાશના કોઈ એક પ્રદેશ"માં "સૂર્યના પ્રકાશ" વડે પવિત્ર થયેલો તે ત્રસરેણુ,
હણાય,ગળી જાય,શિથિલ થઇ જાય કે નાશ પામી જાય,તો પણ,
તે ઈન્દ્રનું "મનોમય-રાજ્ય" કદી પણ ગલિત કે નષ્ટ થતું નથી.

(૧૪) શબલ-બ્રહ્મમાં ત્રિલોકીનું દર્શન

ભુશુંડ કહે છે કે-એ ઇન્દ્રપદ પરના ઇન્દ્રના છેલ્લા પુત્રને,બૃહસ્પતિના વચનના પ્રભાવથી,જ્ઞાનની પ્રાપ્તિ થઇ.
પછી,જાણવાનું સર્વ જેણે જાણી લીધું છે એવા અને દૈવયોગથી જે આવી મળે તે વડે કામ ચલાવી લેનારા,
એ દેવતાઓના રાજા ઇન્દ્રે ત્રિલોકીનું રાજ્ય કર્યું.અજ્ઞાનને તરી ગયેલ -શુદ્ધ ચિત્ત-વાળા તે ઇન્દ્રે,
દાનવો સામે યુદ્ધ કર્યું,સર્વ શત્રુઓનો પરાજય કર્યો અને સો અશ્વમેઘ યજ્ઞો કર્યા.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE