ભુશુંડ કહે છે-બુદ્ધિ અને ચિદાભાસ-એ બંનેથી રહિત થઇ,પોતાના શુદ્ધ આત્મ-સ્વ-રૂપમાં તમે પોતાની મેળે જ શાંત થઇ જાઓ.જન્મ-આદિ વિકારથી રહિત પરબ્રહ્મ પોતે નિત્ય-આનંદ-સ્વ-રૂપ હોવાથી,તેને એવું કોઈ પ્રયોજન નથી કે-જેથી આ સૃષ્ટિ પેદા કરે.
જે અજ્ઞાની પુરુષો,પોતાના આત્માને બ્રહ્મ (ચૈતન્ય)રૂપે નથી સમજતા,તેઓનો અજ્ઞાન-રૂપ-બંધ કોઈ દિવસ પણ નહિ ટળવાથી,તેમની ગતિ વિષે શો વિચાર કરવો?
જે અજ્ઞાની પુરુષો,પોતાના આત્માને બ્રહ્મ (ચૈતન્ય)રૂપે નથી સમજતા,તેઓનો અજ્ઞાન-રૂપ-બંધ કોઈ દિવસ પણ નહિ ટળવાથી,તેમની ગતિ વિષે શો વિચાર કરવો?
આમ,જ્યાં જ્યાં પરબ્રહ્મ છે,ત્યાં ત્યાં જગત પોતાના નામ-રૂપથી રહિત પરબ્રહ્મ-રૂપે જ રહેલું છે.એટલે.
"બ્રહ્મમાં જગતની પ્રતીતિ થવી,એ તેનો શું સ્વભાવ હશે?" એવી શંકા લાવવાનો અહી અવકાશ જ નથી,
કેમ કે એ પરમ-તત્વમાં,તે તત્વ પોતે "એક" જ હોવાને લીધે,પોતા-પણું-પારકા-પણું-વગેરેનો અત્યંત અભાવ હોવાથી,બીજાનાથી જુદો પડનારો સ્વ-ભાવ-રૂપ-ધર્મ તેમાં સંભવતો જ નથી.
પરબ્રહ્મ કે જે અનંત છે,તેમાં જુદી પાડવાની બીજી કોઈ વસ્તુ જ નહિ હોવાથી,તે પરબ્રહ્મના "સ્વભાવ"
આદિની જે ખોટી "કલ્પનાઓ" કરવામાં આવી છે -તે કલ્પનાઓ તેમાં ટકી શકતી નથી.
નિત્ય અને અનંત એવા પરમાત્મામાં વિજાતીયપણું કે સજાતીયપણું,એ બંને અત્યંત અસંભવ હોવાથી,
સજાતીય-વિજાતીય-આદિથી પોતાના આશ્રયના ભેદને બતાવનાર "સ્વભાવ"-આદિ તેમાં છે જ નહિ.
હે વિદ્યાધર,જેમ બ્રહ્મમાં જગત ખરી રીતે છે જ નહિ,તેમ સૂક્ષ્મ-બુદ્ધિથી જોવામાં આવે તો-અહંકાર પણ જોવામાં આવતો નથી,પણ ભ્રાંતિથી "કલ્પેલો" એ (મિથ્યા) અહંકાર કોણ જાણે ક્યાંથી આવી ખડો થઇ જાય છે !!
આમ, જો અહંકારના નામ-રૂપને છોડી દઈએ તો,જે શેષ રહે છે તે પરબ્રહ્મ જ છે.છતાં પણ,
જો,અહંકારને નામ-રૂપ સહિત માની લેવામાં આવે
અને જો તેના સ્વરૂપની તત્વ-દૃષ્ટિથી શોધ કરવામાં આવે તો તે મિથ્યા હોવાથી ક્યાંય જતો રહે છે.
આ રીતે,જગત અને બ્રહ્મ,એ બંનેમાં જે કંઈ ભેદ જણાય છે,તે "કલ્પિત" હોવાથી અભેદ જ છે,
એવો વિદ્વાનોએ નિશ્ચય કરેલો છે.
(૧૧) જગત બ્રહ્મ-રૂપ છે
જેને,વસ્ત્ર-આદિથી રહિત (વસ્ત્રો પહેરલા નથી ) એવા પોતાના દિગંબર (નગ્ન) શરીરને વસ્ત્રો વાગે,
અથવા તો જે મનુષ્ય,પ્રિય સ્ત્રીના અવયવોનો સ્પર્શ થાય તો પણ મનમાં કશો વિકાર લાવતાં,સમાન રીતે રહે છે,તે ધીર પુરુષ પરમપદમાં રહેલો છે.એટલે,પદાર્થોથી વિકારોના ઉદય થવાના સંબંધમાં "એ સર્વ મિથ્યા છે" એમ સમજી,જ્યાં સુધી સુષુપ્તિ અવસ્થાના જેવી,પરમસુખમય,નિર્વિકાર દશા પ્રાપ્ત થાય ત્યાં સુધી,
ધીરતા રાખી પોતાના પુરુષ-પ્રયત્નથી અભ્યાસ કરવાનો છે.