Aug 5, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-879

(૬) ઇન્દ્રિયોની પ્રબળતા
વિદ્યાધર (ભુશુંડને) કહે છે કે-હે મહારાજ,જે સર્વ દુઃખની નિવૃત્તિ કરવામાં ઉદારતા-વાળું હોય,બહુ પરિશ્રમ કર્યા વિના સહજ પ્રાપ્ત થઇ શકે તેવું હોય,અને આદિ-અંત વિનાનું હોય-
તેવું પરમપદ આપ મને તરત કહી બતાવો.
હું કે જડ-બુદ્ધિ-વાળો છું,તે આટલા કાળ સુધી અજ્ઞાન-રૂપી નિંદ્રામાં સૂતો હતો,
પણ હમણાં મનની અતિ તીવ્ર વૈરાગ્ય-રૂપી-નિર્મળતાનો ઉદય થતાં,જાગ્રત થયો છું.

હું મનના મહા-વ્યાધિ-રૂપ-કામ-આદિ વિકારો વડે તપી ગયેલો,અજ્ઞાન વડે ઉત્પન્ન થનારી દુષ્ટ વાસનાઓમાં
ગૂંચવાઈ ગયેલો,અને "હું દેહ-રૂપ છું" એવી રીતે અનાત્મ-વસ્તુમાં આત્મ-બુદ્ધિના-ભાવ-રૂપી-અજ્ઞાનને લીધે,
જેનું ફળ ખરાબ છે-તેવા કર્મ વડે વીંટાયેલો છું.તો આપ કૃપા કરી મારો ઉદ્ધાર કરો.

વિદ્યાધર કહે છે કે-ગુણવાન અને શ્રીમાન પુરુષમાં પણ જો આત્મ-વિદ્યા ન હોય તો,જિતેન્દ્રિય-પણું ના હોવાને લીધે,કામ,ક્રોધ,લોભ,ઈર્ષ્યા-આદિ દુઃખોની પીડા ને ભય-આદિ દોષો આવી પહોંચે છે.
ભવાટવીમાં ભટકતાં ભટકતાં જીર્ણ થઇ ગયેલા મનુષ્યો કે જેઓનાથી ધર્મ કે મોક્ષ-રૂપ પુરુષાર્થ સિદ્ધ થઇ
શકતો નથી,તેઓ આ સંસારમાં ઉત્પન્ન થાય છે ને એમ ને એમ કશો પુરુષાર્થ કર્યા વિના મરી જાય છે.

વિષયો (શબ્દ-આદિ) કે જેઓ પ્રથમ અનેક વાર ભોગવાઈ ગયા છે,તે વિષયોનો ફરીફરી ઇન્દ્રિયો સાથે
સંબંધ થાય છે,કે જેથી અમે વારંવાર છેતરાયા છીએ.વિષયો કે ક્ષણ-ભંગુર છે,તેમાંથી મનને
આરામ આપ્યા વિના જ હું નિરંતર ભટક્યા કરું છું.આ સંસાર-રૂપી માર્ગનો જાણે અંત આવતો જ નથી.
ઉપરથી મધુર દેખાતા,ક્ષણભંગુર સંસારમાં જ જન્મ-મરણ-આદિના હેતુ-રૂપ અને
ક્ષણમાં જ વિકાર ઉત્પન્ન કરી દેનાર વિષયો,મને ખરેખર ભય ઉત્પન્ન કરે છે.

માન-અપમાનથી  ભરેલી,દુષ્ટ,અહંકારી,પુરુષોને મનોહર જણાતી પણ વિવેકીઓને પ્રતિકૂળ ભાસતી,
આ (વિદ્યાધરને એટલે કે મને મળતી) લક્ષ્મીની સાથે અને એવા જ દોષ-વાળી સ્ત્રી સાથે હવે હું રમવાનો નથી.
મેં ઉત્તમ બગીચાઓ જોયા,ઉત્તમ વિમાનોમાં બેસી ઉત્તમ સ્થળોમાં વિહાર કર્યો,ઉત્તમ સ્ત્રીઓ સાથે રમણ કર્યું,
પરંતુ આ સર્વમાં કંઈ ઉત્તમ જેવું કે યોગ્ય છે જ નહિ. અને ભસ્મની જેમ,તે સર્વ સાવ ફોગટ (નકામું) લાગે છે.

હે,ભુશુંડજી,આ વાત,હમણાં જ,વિવેકનો ઉદય થવાથી મારા જાણવામાં આવી છે.
ચક્ષુ-આદિ ઇન્દ્રિયો,માત્ર પોતાના-રૂપ-વિષયને જ અનુભવ કરનાર હોવાથી મિથ્યા-વસ્તુ તરફ દોડે છે,
ચિત્ત,મરણ-આદિ અનર્થોમાં,દુર્વ્યસનોમાં,વિષયોમાં આંધળું બની આસકત થઇ-જાણે,કદી શાંત થતું નથી.
ઇન્દ્રિયોથી થતા અનેક જાતના ભોગો મેં ભોગવ્યા છે.શબ્દ,સ્પર્શ,રૂપ,રસ અને ગંધ-વગેરેનું
મેં વારંવાર સેવન કરીને ભોગવી લીધું છે,તેથી તે બધું હવે મને નીરસ લાગે છે.
તો હવે હું કોનું સેવન કરું તે આપ તરત મને કહો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE