--પાર્થિવ (પૃથ્વી) ભાગનો (માંસ-આદિ ઘન પદાર્થોનો) "પૃથ્વી"માં લય કરી દેવો
(લય થાય છે-એવું ચિંતન કરવું)
(લય થાય છે-એવું ચિંતન કરવું)
--જળભાગનો (લોહી-આદિ પ્રવાહી ભાગનો) "જળ"માં લય કરી દેવો,
--તૈજસ ભાગનો (જઠરાગ્નિ-ઉષ્મા-આદિનો) 'તેજ'માં લય કરી દેવો,
--વાયુ (વાયવીય) ભાગનો (પ્રાણ-અપાન-આદિ- વાયુનો) 'મહા-વાયુ'માં લય કરી દેવો,
--આકાશ ભાગનો (શરીરમાં રહેલ પોલાણ-ભાગના આકાશનો) 'મહા-આકાશ' માં લય કરી દેવો.
"ઇન્દ્રિયો" ને પણ પોતપોતાના કારણ-રૂપ (પૃથ્વી-આદિ) "સૂક્ષ્મ-ભૂતો"માં લય પમાડી દેવી.
(૧) "સાંભળવાની ઇન્દ્રિય"નો (કાનના છિદ્રમાં રહેલા "દિશા-રૂપી-દેવનો) "દિશા" માં લય કરવો,
(૨) "જોવાની ઇન્દ્રિય"નો (આંખના અધિષ્ટાતા દેવ સૂર્યનો) "સૂર્ય"માં લય કરવો,
(૩) "સ્વાદની ઇન્દ્રિય"નો (જીભના અધિષ્ટાતા દેવ વરુણનો) "વરુણ"માં લય કરવો,
(૪) "શ્વાસ (પ્રાણ) ની ઇન્દ્રિય"નો (પ્રાણના અધિષ્ટાતા દેવ વાયુનો) "મહા-વાયુ" કે મહા-પ્રાણમાં લય કરવો.
(૫) "સ્પર્શની ઇન્દ્રિય"નો (ચામડીના અધિષ્ટાતા દેવ પવનનો) "પવન"માં લય કરવો.
(નોંધ-ઉપરની પાંચ "જ્ઞાનેન્દ્રિયો" છે,કે જેમાંની પ્રથમ ચાર મસ્તિષ્કમાં આવેલી છે-ને ત્વચા આખા શરીરમાં છે!!
હવે પછી પાંચ "કર્મેન્દ્રિયો" (કર્મો કરાવનાર) નો ઉલ્લેખ આવે છે)
(૧) વાણી-ઇન્દ્રિયનો (વાણીના અધિષ્ટાતા દેવ અગ્નિનો) અગ્નિમાં લય કરવો,
(૨) હાથ-ઈન્દ્રિયનો (હાથના અધિષ્ટાતા દેવ ઇન્દ્ર્દેવનો) ઇન્દ્રમાં લય કરવો,
(૩) પગ-ઈન્દ્રિયનો (પગના અધિષ્ટાતા દેવ વિષ્ણુનો) વિષ્ણુમાં લય કરવો,
(૪) પાયુ-ઈન્દ્રિયનો (પાયુ ના અધિષ્ટાતા દેવ મિત્રનો) મિત્રમાં લય કરવો,(પાયુ=જનનેદ્રીય)
(૫) ઉપસ્થ-ઈન્દ્રિયનો (ઉપસ્થના દેવ પ્રજાપતિનો) પ્રજાપતિમાં લય કરવો.(ઉપસ્થ=ગુદા)
"મન" નો (મનના અધિષ્ટાતા દેવ ચંદ્રમાનો) ચંદ્રમામાં લય કરવો,તથા,
"બુદ્ધિ" નો (બુદ્ધિના અધિષ્ટાતા દેવ બ્રહ્માનો) બ્રહ્મામાં લય કરવો.
વાલ્મીકિ કહે છે કે-આ સર્વ તે તે ઇન્દ્રિયોના દેવતાઓ જ,શ્રુતિ અનુસાર,ઇન્દ્રિયો-રૂપ થઇ રહ્યા છે,
એટલે, ઇન્દ્રિયો કંઈ તેમનાથી જુદી નથી,એ વસ્તુ સિદ્ધ થયેલી છે.માટે મેં અહી કશું નવું કહ્યું નથી.
ઉપર જણાવ્યા મુજબ,ચિંતન વડે (વિચારથી) પોતાના દેહનો તે તે મૂળ-કારણમાં લય કરી દઈ,
"હું વિરાટ-સ્વરૂપ છું" એવું ચિંતન કરવું.