Mar 22, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-768

ચૂડાલા કહે છે કે-શરીર-મન-વગેરેથી પોતાને અનુકુળ સુખ મેળવી,કોઈની ય મર્યાદામાં નહિ આવેલા આત્મ-તત્વના સ્વ-રૂપને ભૂલી જઈ ને,મનુષ્ય દુઃખી થાય છે,અને જીવની સાથે વિષયનો જે સંબંધ થાય છે,કે જેથી મનુષ્ય સુખી થાય છે,પણ,એ સુખ ક્ષણિક હોય છે.
જીવને "ગતિ કરવા" ને ઈશ્વરી નિયમથી,દેહમાં જુદે જુદે ઠેકાણે જુદીજુદી નાડીઓ રહેલી છે.
જયારે વિષયો તરફ જીવ ખેંચાય છે,ત્યારે તે (જીવ) પ્રાણવાયુથી પુરાઈ ગયેલી નાડીઓમાં આવી,જે તે ઇન્દ્રિય દ્વારા તે જે તે વિષયોનો અનુભવ કરે છે.
જેમ, મૂળમાં સીંચેલું પાણી તેના વહેવાને માર્ગે,ઝાડની અથવા આસપાસની લતાઓમાં પહોંચી જાય છે,તેમ, કુંડલિનીમાં ગયેલો જીવ પણ નાડી દ્વારા,સર્વ દેહમાં પ્રવેશ કરી શકે છે અને તે જીવને વિષયોનો સંબંધ થવાથી,તે (વિષયો)માં "એકાગ્ર થયેલી વૃત્તિની ધારા" વડે તે (વિષયો) ને અનુભવે છે.

જીવને સુખ-દુઃખનો અનુભવ કરાવવા માટે દેહમાં અનેક જાતની જુદીજુદી નાડીઓ રહેલી છે.
જીવ જયારે સુખનો અનુભવ કરે છે-ત્યારે તે પ્રસન્ન જોવામાં આવે છે,પરંતુ જયારે દુઃખનો અનુભવ કરે છે-ત્યારે તે જીવ પ્રસન્ન થયો હોય- એવું જ હોતું નથી (એટલે કે જીવ દુઃખી જ થાય છે-એવું હોતું નથી)
કેમ કે-જ્ઞાની અને અજ્ઞાનીઓના માર્ગમાં ભેદ રહેલો છે.
જીવ જેટલે અંશે, ચંચળ નાડીઓમાં પ્રવેશ કરીને પણ ચંચળતા અને સંકલ્પ-રહિત થઇ,શાંત રહે,
તેટલે અંશે તમે તેને મુક્ત જ સમજો,અને (જીવ) જેટલે અંશે પ્રાણવાયુની ચપળતાને લીધે,
ચંચળ થઇ જઈ વિશેષ સંકલ્પો કરે,એટલે અંશે તમે તેને બંધાયેલો જાણો.

સુખ-દુઃખનો અનુભવ થવાથી,અનુકૂળ પદાર્થો મેળવવા માટે-અને-પ્રતિકૂળ પદાર્થો દૂર કરવા માટે,
અનેક જાતના અનર્થોમાં,ચિત્તનું સંકલ્પ-રૂપે જે બહાર પ્રગટ થવું-
તેનું જ નામ જન્મ-મરણથી થતા સંસારનું-કારણ હોવાથી "બંધ" છે,
અને તે સર્વમાં ના બંધાતાં કેવળ આત્મ-સ્વ-રૂપમાં જ સ્થિતિ રાખવી-
તે જન્મ-મરણ-આદિ સંસાર બંધનથી છૂટવાનું કારણ હોવાથી "મોક્ષ" છે.
આ પ્રમાણે બે પ્રકારે બંધન-મોક્ષ ની વ્યવસ્થા માનેલી છે.

જ્યાં સુધી ચંચળ ઇન્દ્રિય દ્વારા સુખ-દુખની દશા પ્રાપ્ત થયેલી નથી,
ત્યાં સુધી એ જીવ સુખ વડે સમાન વૃત્તિ-વાળો,સ્થિર અને શાંત જેવો થઈને રહે છે.
જેમ,ચંદ્રમાને જોઇને સમુદ્ર ઉછળે છે,તેમ તે ચૈતન્ય (કે જે ઇન્દ્રિયો વડે જાણી શકાય તેવો નથી-એટલે)
સુખ-દુઃખનું અવલોકન કરીને (સમુદ્રની જેમ) અંદર વૃત્તિઓ-રૂપ ચંચળ થયો હોય તેવું દેખાય છે.

જેમ,બિલાડો,માંસ જોઇને ચંચળ થાય છે-તેમ એ જીવ પણ અનુભવમાં આવેલાં સુખ-આદિથી અને તેના ઉપાય-રૂપ ધન-આદિમાં અનુકુળ બુદ્ધિ થવાથી,ચંચળ થાય છે,એનું કારણ તો માત્ર અજ્ઞાન જ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE