વસિષ્ઠ કહે છે કે-હે રામ,ત્યાર પછી જેમ, સંતાન નાશ પામવાથી પુરુષ શોકથી અંધ બની જાય,તેમ શિખીધ્વજ રાજા,તત્વજ્ઞાન-રૂપ શાંતિ વિના ખુબ દુઃખી થતો હતો.ચિત્તમાં દુઃખ-રૂપ અગ્નિ સળગવા લાગતાં,અને પોતે પ્રાપ્ત કરેલી સંપત્તિ,આગના ભડકા જેવી લાગતાં,તેનું મન કંઈ પણ આનંદ પામતું નહોતું.
હે રામચંદ્રજી,તમારી જેમ,એ રાજાને પણ તેના અનુચરો જ ધારણા અને વિનયનાં વચનો વડે બોધ કરીને,
તેને દિવસના કર્મો કરાવતા હતાં.અત્યંત વૈરાગ્ય-વાળો થયેલ તે શિખીધ્વજ રાજા,પોતાની રાજ્ય-લક્ષ્મી ભોગવવામાં,પણ ખેદ પામતો હતો.તે દાન કરતો,વ્રત કરતો,કે પુણ્ય-તીર્થો માં ફરતો હતો-
તે છતાં તેનું મન કશાથી સંતોષ પામતું નહોતું.તેનું શરીર રાત્રિ-દિવસની ચિંતાથી શોષાવા લાગ્યું.
ત્યારે તેણે એક દિવસ એકાંતમાં પોતાની પાસે બેઠેલી ચૂડાલા રાણીને મધુર વાણીથી કહ્યું કે-
"ઘણા લાંબા કાળ સુધી મેં રાજ્યનો ઉપભોગ કર્યો અને વૈભવો પણ ભોગવ્યા.
પણ હવે મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે,જેથી હું વનમાં જવાનું વિચારું છું.
કેમ કે-વનમાં રહેનારા મુનિને સુખ-દુઃખ,વિપત્તિ-સંપત્તિ-એ કશું આવતું નથી.
વનમાં રહેનાર પુરુષને દેશના નાશની કે રણ-સંગ્રામમાં થતા માણસોના ક્ષયની પીડા ખમવી પડતી નથી,
તેથી રાજ્યના કરતાં વનવાસમાં વધારે સુખ છે.એકાંતમાં રહેવાથી મન જેવું શુદ્ધ અને પ્રસન્ન રહે છે-
તેવું ચંદ્ર-લોકમાં કે ઇન્દ્ર-લોકમાં રહેવાથી પણ પ્રસન્ન થતું નથી.
હે પ્રિયે,મારા આ ઉત્તમ વિચારમાં તારે વિઘ્ન નાખવું જોઈએ નહિ,
કેમ કે કુલીન સ્ત્રીઓ સ્વપ્નમાં પણ પોતાના પતિની ઈચ્છાનો ભંગ કરતી નથી.
ચૂડાલા કહે છે કે-જે સમયમાં જે કામ કરવું યોગ્ય હોય,તે સમયમાં જ તે કરવામાં આવે તો શોભે છે.
વૃદ્ધાવસ્થાને લીધે જેનો દેહ ઘરડો થઇ ગયો હોય,તેવાઓએ વનવાસ કરવો ઘટે છે,પરંતુ તમારા જેવા યુવાનો ને તે વાત કરવી ઘટતી નથી.માટે મને આ ઠીક લાગતું નથી.હે રાજા,પ્રજા રક્ષણના કામને છોડી દેનાર રાજાને,
રાજ્યનાં કેટલાંક છિદ્રો ઉઘાડાં થઇ જવાને લીધે,મોટું પાપ લાગે છે.