Mar 10, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-756

ચૈતન્ય-રૂપ આત્માનું,અજ્ઞાન વડે, જે બાહ્ય દેહ આદિ વિષયમાં,અહમ-તત્વ-આદિથી બાંધવા-પણું,તે જ (સંસારનું કારણ હોવાથી) સંસાર કહેવાય છે અને અધ્યસ્ત સર્વ દેહાદિ વિષયો સ્વપ્નની જેમ મિથ્યા સમજાઈ જઈ સર્વના સંગથી રહિત જે "અધિષ્ઠાન ચૈતન્યનો લાભ થવો" તે "નિર્વાણ" છે.
જેમ,ભીંત અને તેમ પર પડતો સૂર્યનો પ્રકાશ એ બંને અન્યોન્ય ને મળેલાં જ જણાય છે,તેમ,ઉપર જણાવ્યા મુજબ,જીવ ચૈતન્ય અને દેહ-પરસ્પર મળીને જ સત્તા-રૂપે જોવામાં આવે છે.એવો વાણીનો વ્યવહાર હોવાથી તે બંને મળેલાં જ છે અને એ જીવ તથા દેહ,અગ્નિ-સોમ-રૂપ જ છે.

હે રામચંદ્રજી,અગ્નિની (ચિત્ત સત્તાની) જ કેવળ સ્થિતિ જોવી હોય તો,
તે,ફક્ત ઉપાધિની નિવૃત્તિ કરી,નિરતિશય આનંદ આપનાર પરમ નિર્વાણમાં જ તે જોઈ શકાય છે
અને સોમની (જડતાની)જ કેવળ સ્થિતિ જોવી હોય તો,
તે અતિશય જડ પદાર્થ (પાણી-પથ્થર-વગેરે)માં જ જોવામાં આવે છે.
પ્રાણ,ગરમ પ્રકૃતિ-વાળો હોવાથી અગ્નિ-રૂપ છે અને અપાન શીતળ પ્રકૃતિ-વાળો હોવાથી ચંદ્ર-રૂપ છે,
એ બંને મુખ-માર્ગમાં ગતિ કરવા વાળા છે અને છાયા-પ્રકાશની પેઠે તેમની સ્થિતિ વિરોધ-વાળી છે.

જયારે બહારનો શીતળ અપાનવાયુ અંદર દાખલ થાય છે,
ત્યારે તે ઉષ્ણ પ્રાણાગ્નિમાં મળી જઈને તે (ઉષ્ણ)રૂપે થાય છે અને
જયારે ઉષ્ણ પ્રાણાગ્નિ,હૃદય-સ્થાનમાંથી બહાર નીકળી મુખથી બાર આંગળ દુર બહારના પ્રદેશમાં જાય છે,
ત્યારે તે શીતળ અપાનમાં મળી જઈને તેના જેવો (શીત) થાય છે.
અરીસામાં પડતા પ્રતિબિંબની પેઠે,એ બંનેનું અન્યોન્યમાં પ્રતિબિંબ પડે છે.

જેમ,બહારનો સૂર્ય ભીંતમાં પ્રકાશ ઉત્પન્ન કરે છે,
તેમ,ચૈતન્ય-રૂપ અગ્નિ,વાણી-આદિ-રૂપી સોમને,અનુભવ દ્વારા પ્રગટ કરે છે,
સૃષ્ટિના આદિ કાળમાં શીત-ઉષ્ણ-રૂપે રહેલી ચેતન સત્તા બ્રહ્માંડ ના આકારની જેમ,અગ્નિષ્ટોમ કહેવાય છે,
તેમ,મનુષ્યોની (વ્યષ્ટિદેહોની) સૃષ્ટિમાં પણ શીત-ઉષ્ણ-રૂપે સ્ફૂરેલી ચેતન-સત્તા પણ
"અગ્નિષ્ટોમ" એવા નામથી કહેવામાં આવે છે.

જે પ્રદેશમાં (સ્થળમાં એટલે કે કુંભક થવાના સ્થળમાં) અંદર રહેલા પ્રાણ-રૂપ-સૂર્યે,
બહાર રહેલા અપાન-રૂપી-સોમની,સોળમી (છેલ્લી) કળા ગળી નથી,
તે પ્રાણાપાનની સંધિના, મુખથી બાર આંગળ છેટેના પ્રદેશમાં,બાહ્ય-કુંભક વડે મનની ધારણા રાખી,તેમાં તમે સ્થિર થાઓ.અને જે હ્ર્દયાકાશમાં બહારનો અપાન-રૂપ-સોમ અંદરના પ્રાણ-પવન-રૂપ-સૂર્યભાવને પ્રાપ્ત થાય છે (આંતર-કુંભક) તેમાં કેવળ-ચૈતન્યની સ્થિતિ વડે તમે સ્થિર થઈને રહો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE