Mar 6, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-753


શ્રીરામ પૂછે છે કે-હે મુનીશ્વર,આપે વાયુ-રૂપ-ચંદ્રથી અગ્નિની ઉત્પત્તિ કહી તે મારા સમજવામાં આવ્યું,
પરંતુ,એ સોમની ઉત્પત્તિ શી રીતે થાય છે ? તે કહો.


વસિષ્ઠ કહે છે કે-અગ્નિ અને સોમ-એ બંને અન્યોન્ય "કાર્ય-કારણ-રૂપ" છે
અને બેય એકબીજાના ખેંચાણથી પ્રગટ થાય છે.
હે રામચંદ્રજી,એ બંનેનો જન્મ બીજ અને છોડની જેમ (અને દિવસ-રાત્રિ ની જેમ) પરસ્પર એકબીજામાંથી થાય છે.
અને તેમની સ્થિતિ છાયા અને તડકાની જેમ પરસ્પર ઉલટી છે.(એક ગરમ-બીજો ઠંડો)


કોઈ વખતે જેમ, સૂર્યનો પ્રકાશ અને છાયા - સાથે જોવામાં આવે છે,
તેમ,કોઈ વખત અગ્નિ અને સોમ-એ બંને પણ સાથે જોવામાં આવે છે.
અને કોઈ વખતે,જેમ, દિવસ પછી રાત્રિ અને રાત્રિ પછી દિવસ હોય છે,
તેમ,એ બેય એકબીજા પછી જોવામાં આવે છે.
આ બંનેનો કાર્ય-કારણ-ભાવ પણ,એક "સત્તા-રૂપ-પરિણામ"થી અને
બીજો "વિનાશ-રૂપ-પરિણામ"થી-એમ બે પ્રકારથી થયેલો કહી શકાય છે.


અંકુરમાંથી જેમ બીજ ઉત્પન્ન થાય,તેમ,કાર્ય-દશામાં (બીજ-દશામાં) કારણની (અંકુરની) સત્તા કાયમ રહી,
એકમાંથી જે-બીજાની ઉત્પત્તિ થાય તેને "સત્તા-રૂપ પરિણામ"થી થયેલો કાર્ય-કારણ-ભાવ કહે છે.

દિવસ પછી જે રાત્રિ થાય,તેમાં કાર્ય-દશામાં (રાત્રિમાં) કારણની (દિવસની) સત્તા નહિ રહેતાં,
એકનો નાશ થઇ બીજાની જે ઉત્પત્તિ થાય છે-
તે "વિનાશ-રૂપ-પરિણામ"થી થયેલો કાર્ય-કારણ-ભાવ કહેવાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE