રાજા કહે છે કે-હે રાક્ષસ,તું અન્યાય કરીને બળાત્કારથી મને ખાઈ જશે તો-
તારું માથું હજાર ટુકડા થઈને ફાટી પડશે,એમાં કોઈ સંશય નથી.
વેતાળ કહે છે કે-હું તને અન્યાયથી નહિ ખાઉં.હું તને એક વાત કહું છું તે સાંભળ.
તું રાજા છે-એટલે તારે યાચક લોકોની સઘળી આશાઓ પૂરી કરવી જ જોઈએ,તો તારાથી બને તેવી હું એક માંગણી કરું છું તે તું પૂરી કર.હું જે જે પ્રશ્નો કરું-તેના તારે યથાર્થ ઉત્તરો આપવા.
૧) કયા સૂર્યનાં કિરણોમાં બ્રહ્માંડો,ઝીણા ત્રસરેણુંઓ-રૂપે છે?
૨) કયા પવનમાં મોટા મોટા આકાશોની રજો સ્ફુરે છે?
૩) હજારો વાર એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જતો,કયો પુરષ,એક પછી એક સ્વપ્નમાંથી,પહેલા આવેલા સ્વપ્નને જુઠું સમજીને બીજાને સાચું માને છે,અને વળી બીજાને જુઠું સમજી તે પછીનાને સાચું માને છે,અને છતાં પણ,
પ્રકાશ આપનારા સ્વચ્છ રૂપને (તત્વને) છોડતો નથી?
૪) જેમ કેળના થાંભલાની અંદર જોતાં,વારંવાર એક પછી એક બીજું પડ મળ્યા કરે છે,
તેમ,જગતની અંદર પણ જોતાં વારંવાર એનો એજ મળે તેવો અણુ (સુક્ષ્મ) પદાર્થ કયો છે?
૫) પોતાના સૂક્ષ્મ-પણાને નહિ છોડતા કયા અણુની આગળ,
બ્રહ્માંડ,આકાશ,પ્રાણીઓના સમૂહ,સૂર્યમંડળ અને મેરુ-એ સર્વત્ર અત્યંત અણુ જ છે?
૬) પરમ અણુપણું ધરાવનારા અને અવયવ વિનાના છતાં સર્વત્ર વ્યાપ્ત રહેનારા,
કયા પદાર્થના શિલાના ગર્ભ જેવા ઘાટા ગર્ભમાં આ ત્રૈલોક્ય ઘાટી મજ્જા-રૂપ છે?
દેહાદિક ને આત્મા માનનારા અને મર્યાદા વિનાના આત્મામાં મર્યાદાનું આરોપન કરીને તેનો ઘાત કરનાર,
હે રાજા,જો તું આ મારા છ પ્રશાનોનો ઉત્તર નહિ આપે તો તને અહી જ ફળની જેમ ગળી જઈને પછી,
જેમ,કાળ બળાત્કારથી આવી જગતને ગળી જાય છે-તેમ તારા દેશની પ્રજાને પણ ગળી જઈશ.
(૭૧) વેતાલના પ્રથમ પ્રશ્નનો ઉત્તર
રાજા કહે છે કે-હે વેતાળ,બ્રહ્માંડ નામનું એક ફળ છે,જે માયા રહેતાં સુધી જુનું થતું નથી.
તે ફળને પંચમહાભૂત,મહત તત્વ,અને પ્રકૃતિની છાલો છે.જેમાં એવાં એવાં હજારો ફળો રહેલાં છે,
એવી અત્યંત ઊંચી અને ચપળ પલ્લવો (ભુવનો) વાળી એક મોટી "શાખા" (પંચીકૃત મહાભૂત) છે.