Jan 3, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-711

શુદ્ધ પર-બ્રહ્મ કે જે અવિષય છે-તેમાં,વિષયપણાના ઉપાદાન-રૂપ (લીધે) જે અન્યથા જ્ઞાન છે-
તે જ જગત નામના એક માપ નું નિમિત્ત છે.
ચૈતન્ય-એક-રસ-રૂપ-બ્રહ્મમાં,જે જડતા છે તે નિમિત્ત વગરની જ છે,માટે-તે ચૈતન્ય,આકાશની જેમ શૂન્ય છે.
"જગત છે" એમ જાણવું,તે જ બંધ છે અને અને તે જગતને જાણવાની જે વૃત્તિ (ભાવના) છે તે જ મોક્ષ છે,તો હવે જે ભાવના તમને ગમતી હોય તે ભાવનાને તરત જ દ્રઢ કરો.

જગતનું જે સ્મરણ છે તે બંધન છે અને જગતનું ભુલાઈ જવું તે મોક્ષ છે.
બંધન અને મોક્ષ એ સાક્ષી (પરમાત્મા) થી જુદા નથી,માટે જેમ તમારી ઈચ્છા હોય તેમ કરો.
જે વસ્તુને (આંખથી) દેખી શકીએ નહિ તે વસ્તુ હોતી જ નથી,તેમ (જગત મિથ્યા છે અને વાસ્તવિક રીતે નથી) તો તેનો (તે જગતનો) નાશ થાય તો તેમાં શી પીડા હોય? અને,(તો પછી)
જે વસ્તુ (આત્મ-સુખ) કંઈ પણ કર્યા વિના તત્કાળ મળે છે તેને માટે શ્રમ કરવો નકામો છે.
(માત્ર,નાશ પામનારા,જગતના દર્શનના અભાવથી જ-સાક્ષી-ચૈતન્ય ની પ્રાપ્તિ થઇ જાચ છે !!)
વેદાંત-સિધ્ધાંત નું જે રહસ્ય છે-તે મેં તમને કહ્યું-હવે તમને જે ગમે તે કરો.

જેમ તરંગ,જળના ચલન-માત્ર છે,તેમ જગત બ્રહ્મના વિવર્ત-માત્ર છે.
હે રામચંદ્રજી,તરંગ-રૂપ દૃષ્ટાંતને અનુસરીને જે મુખ્ય સિધ્ધાંત  "જગત બ્રહ્મનો વિવર્ત છે" તેનું દૃષ્ટાંત કહેલું છે,
તેમાં વિલક્ષણતા એટલી જ છે કે-જળમાં દેશ-અને કાળ હોવાથી જ તરંગો થાય છે,પણ,
બ્રહ્મમાં દેશ-કાળ આદિ કંઈ પણ ના હોવા છતાં પણ જગત થાય છે!!
દેશ-કાળ-આદિ કાર્ય-રૂપ હોવાથી જ -તે,(માત્ર) જગતમાં જ જોવામાં આવે છે,પણ,
જગતના વિવર્તના કારણ-વાળું-ભૂત (જગત કે જગતના પદાર્થો) બ્રહ્મમાં જોવામાં આવતું નથી.

આત્મ-રૂપ ચૈતન્ય કે જે સ્વયંપ્રકાશ છે-તે જ અવિદ્યાના આવરણથી અલ્પ-પ્રકાશ-વાળા જેવું થઈને,
ત્રૈલોક્ય-રૂપે જુદી રીતે દેખાય છે.ચિદ્રુપ આત્માનું પારમાર્થિક સ્વ-રૂપ (જ્ઞાનને લીધે) જડ નથી.
ભેદોના કલેશ-વાળા આ ત્રૈલોક્યને ઉપર કહેલા ઉપાયોથી સમેટી લેશો,
એટલે તે ત્રૈલોક્ય માત્ર -કહેવા માટે જ રહેશે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE