બીજની અંદર રહેલા અંકુરના જેવા આકાર-વાળી અને સાક્ષી-ચૈતન્યના પ્રકાશથી-
તે લતાને એવું સ્વપ્ન આવ્યું કે-"મને બીજો કોઈ કાપી નાખે છે"
એટલે પોતે ભમરો છે-તેવું તેણે સ્વપ્નમાં જોવામાં આવ્યું.
એ ભમરો,કમલિની પર ખુબ પ્રેમ રાખી,કમળની નાળમાં જ રહેવા લાગ્યો.
એક દિવસ એ કમલિનીને ઉખેડવા હાથી આવ્યો,અને કમળની નાળની સાથે તે ભ્રમર,
હાથીના દાંતમાં આવી જતાં તેના ચૂરા થયા.મરણ પામેલા એ ભમરાને હાથીનાં દર્શનથી,
તે હાથીને એક દિવસ રાજાના માણસો પકડી ગયા અને તેને યુદ્ધમાં લઇ ગયા-
તે હાથી,જયારે,શત્રુઓની તલવારથી ઘવાઈને તે મરણ પામ્યો, ત્યારે તે હાથીએ,
હાથીઓના ગંડસ્થળમાંથી ઉડેલા ભ્રમરોને જોવાથી,તે પાછો ભમરો થયો છે-એમ તેણે જોયું.
તે ભમરો ફરી પાછો કમલિનીમાં આવ્યો ત્યારે કમલિનીઓની આસપાસ રહેનારા હંસોના પરિચયથી,
(પોતે જયારે ફરીથી હાથીના પગમાં આવી,પગથી દબાઈને ચૂર્ણ થયો)
અને તે,હંસોની વાસનાથી પોતે હંસ થયો છે-તેમ તેણે જોયું.
હંસ બન્યા પછી પણ,બીજી પંચાશી યોનિઓમાં ભટકીભટકી પાછો તે હંસ થયો છે-તેમ તેણે જોયું.
તે હંસે,બ્રહ્માના હંસના ગુણો-આકારનું વર્ણન સાંભળતાં "હું બ્રહ્માનો હંસ થાઉં તો ઠીક" તેવી વાસનાના
બળથી બ્રહ્મનો હંસ થયો.એ જન્મમાં બ્રહ્મા ના અત્યંત વિવેક-વાળા વૈરાગ્યથી તથા તત્વજ્ઞાન ભરેલા ઉપદેશથી,તત્વજ્ઞાન ને પ્રાપ્ત થઇ,જીવનમુક્ત થઈને રહ્યો.
આ રીતે તે હંસને જીવતાં નિરતિશય-આનંદ-રૂપ મોક્ષ-સુખ મળ્યું,
તો પછી બ્રહ્માના બે પરાર્ધને અંતે વિદેહ્મુક્ત થઈને બીજું શું કરવાનું રહ્યું? તેનો વિચાર કરો.
(૬૩) વિભ્રાંત ભિક્ષુને રુદ્ર-ભાવની પ્રાપ્તિ
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી, એક સમયે તે હંસ બ્રહ્માની સાથે રુદ્રના નગરમાં ગયો.ત્યાં તેણે રુદ્રનાં દર્શન થતાં,જેમ અરીસામાં પ્રતિબિંબ પડે છે તેમ,તેની બુદ્ધિમાં "હું રુદ્ર છું" એવો નિશ્ચય (વાસના) પ્રાપ્ત થયો.
આ વાસનાથી તેનો દેહ બદલાયો નહિ,પણ પ્રારબ્ધના શેષે (અંતે) પ્રાપ્ત કરેલી ઈચ્છા (વાસના) ને લીધે,
અને માનસિક બીજા દેહની કલ્પનાથી,તેના પૂર્વ માનસિક દેહનો (હંસ-દેહનો) ત્યાગ-માત્ર થયો.
એટલે કે મનથી રુદ્ર-રૂપ થતાં- તે હંસે મનથી જ તે હંસના દેહને ત્યજી દીધો.
એ રુદ્ર,ગણાધ્યક્ષની પદવી પામીને,સ્વચ્છંદ રીતે વિહાર કરવા લાગ્યો.આવરણ વિનાના જ્ઞાનવાળા,રુદ્ર-રૂપ થયેલ તે રુદ્ર,પોતાનાં પૂર્વનાં અનેક સ્વપ્નોથી વિસ્મય પામીને,એકાંતમાં મનમાં નીચે પ્રમાણે બોલ્યા.