ચૈતન્યના વિવર્ત નો બાધ થવાથી,ચિત્ત બ્રહ્માકાર પરિણામ પામતાં,જીવ-પણા અને
જગત-રૂપ-પણાનો,જે (કલ્પિત) અંશ દૂર થાય છે-તે જ પરમ પુરુષાર્થ છે અને વાસનાનો નાશ છે.આમ,ચૈતન્યના વિવર્તનો બાધ થવાથી-આ સંસાર શાંત થઇ જાય છે.
ચૈતન્યનો વિવર્ત મિથ્યા હોવા છતાં જડતા ધારણ કરે છે,એટલા માટે
આત્માના દર્શન થી રહિત-જડ પદાર્થોમાં સાચા-પણાની ભાવનાથી આ સંસાર ઉદય પામે છે-એવું જણાય છે.
જો કે જીવનમુક્ત ને એ ભાવનાનો લય થઇ ગયો હોય છે-તેથી-તેને તે બંધન આપવામાં સમર્થ થતો નથી.
જીવનમુક્ત પુરુષ,વિવર્ત વિનાના ચૈતન્ય-રૂપ જેવો થયેલો હોય છે,તેથી તેને આ સંસાર ચૈતન્ય-રૂપે જ રહે છે.
ચૈતન્ય નો જે વિવર્ત છે-તે જ પ્રમાતા,પ્રમાણ અને પ્રમેય -આદિ-રૂપ-સંસારના ચક્રનો વેગ કહેવાય છે.
જેમ,સુવર્ણના દાગીના,સુવર્ણથી ભિન્ન નથી,તેમ ચૈતન્યનો વિવર્ત-રૂપ-સંસાર,ચૈતન્યથી ભિન્ન નથી.
આમ ચૈતન્યનો વિવર્ત ચૈતન્ય જ છે-તેમ છતાં "તે વિવર્ત જ ચૈતન્ય છે" એમ ન સમજવું.
કારણકે અજ્ઞાનને લીધે જ ચૈતન્યમાં વિવર્ત ઉઠે છે.
હે રામચંદ્રજી,એ વિવર્ત,જયારે બોધમાત્રથી લીન થઇ જાય-ત્યારે શુદ્ધ ચૈતન્ય અવશેષ રહે છે.
આત્મ-તત્વના બોધમાત્ર થી ભોગોની વાસના ક્ષીણ થાય છે,અને તે ક્ષીણ થતાં-
"ભોગોનો વિચાર ન થવો" તે જ જીવનમુક્તનું ઉત્તમ લક્ષણ છે.
જીવનમુક્ત ને સ્વાભાવિક રીતે જ ભોગો પર રૂચી હોતી નથી.
ઉત્તમ ભોજનથી તૃપ્ત થયેલો પુરુષ,દુષ્ટ (ખરાબ) ભોજન ની ઈચ્છા કરે?
આમ,સ્વાભાવિક રીતે જ ભોગોની ઈચ્છા થાય નહિ,એ જીવનમુક્ત નું બીજું લક્ષણ છે.એમ સમજો.
"જે આત્મ-ચૈતન્ય છે તે જ ભોક્તા-ભોગ્ય-ભોગના આકારે વિવર્ત પામીને સર્વ પ્રપંચ-રૂપે પ્રતીત થાય છે"
એવા દૃઢ અભ્યાસ-પૂર્વકનો જે-નિશ્ચય છે-એ જ જીવનમુક્ત નું લક્ષણ છે.
લોકોને અનુસરવા માટે ભોગો ભોગવવા છતાં પણ જે પુરુષ ખરી રીતે ભોગો ભોગવતો નથી,
તેને તત્વવેત્તા સમજવો.આવા તત્વવેત્તાની ચેષ્ટાઓ વૃથા (ખોટી) જ છે.
સ્વાભાવિક રીતે (સત્યમાં તો) શાંત-રૂપ-વાળા ચૈતન્યમાં,વિવર્તની કે અવિવર્તની વાત પણ જરા ય નથી,
સમાધિને લીધે ચલનથી રહિત થયેલા પ્રાણવાયુનું જે અલૌકિક રૂપ છે,
તે જ -અજ્ઞાન અને અવિવર્ત થયેલા,ચૈતન્ય નું "મોક્ષ" નામનું સ્વ-રૂપ છે.
જયારે ચિત્ત નામનો ચૈતન્ય નો વિવર્ત,શુદ્ધ ચૈતન્યના રૂપને (બ્રહ્માકારપણાને) ધારણ કરે છે-
ત્યારે તે બંધ પણ અપાતો નથી કે મોક્ષ પણ આપતો નથી-પરંતુ કેવળ સ્વ-રૂપમાં જ રહે છે.