એ બધાનાં સ્વરૂપ અનુક્રમથી મને કહો-જેથી મારો મોહ ટળી જાય.
શ્રીકૃષ્ણ કહે છે કે-સઘળા સંકલ્પો શાંત થતા,સઘળી વાસનાઓ વગરનું અને જેમાં કોઈ પણ ભાવના-વાળા-આકાર રહે નહિ-એવું જે પ્રત્યગાત્મા-સ્વ-રૂપ અવશેષ રહે-તે જ "પરબ્રહ્મ" કહેવાય છે.
૧) તેવા પરબ્રહ્મ-સ્વ-રૂપ ની પ્રાપ્તિ માટે જે ઉદ્યોગ કરવામાં આવે છે-તેણે વિદ્વાનો "જ્ઞાન" (અને યોગ) કહે છે.
૩) અહંતા (અહંકાર) અને મમતા (આસક્તિ) થવાથી,વિષયોની વિચિત્રતાઓ સ્ફુરે છે,અને તેથી "ભેદ" દેખાય છે,
અને આ ભેદ -અભેદ-ભાવને વિચારને (સારાસાર વિચારને) જાણનાર પુરુષની બુદ્ધિમાં,
અહંતા-મમતાના આગ્રહ નો ક્ષય થતાં,સઘળાં કર્મોની સ્પૃહા-નો જે ત્યાગ થાય છે-તેને "સન્યાસ" કહે છે.
૪) આવો સન્યાસ થતાં,સઘળા સંકલ્પોનાં ગૂંચળાનો જે ત્યાગ થાય-તે "સંગ-ત્યાગ" કહેવાય છે.
૫) "જે કંઈ આ કલ્પના-રૂપ-દ્વૈત-જાળ છે,તે સઘળું,ઉપાદાન-રૂપ-ઈશ્વર-માત્ર જ છે" એવી ભાવનાથી,
"દ્વૈત" ના પ્રતિભાસને દુર કરવો-એ જ "ઈશ્વરાર્પણ" છે-એમ સમજવું.
ચિદાત્મા (પરબ્રહ્મ) માં અજ્ઞાનને લીધે જ આ જગત-સંબંધી પદાર્થોનો ભેદ દેખાય છે-માટે તે નામ-માત્ર જ છે.
સઘળાં નામોનો અર્થ અનુભવ-રુપ-પરબ્રહ્મ જ છે,માટે જગત અને પરબ્રહ્મ એક જ છે-તેમાં કોઈ સંદેહ નથી.
દિશાઓ,જગત,કર્મ,કર્મોનો આશ્રય,કાળ,સાકાર,નિરાકાર-એ સર્વ-સ્વરૂપે હું (પરમાત્મા) જ છું,
તમે મારામાં મન રાખો,મારું જ ભજન કરો,માર્રું જ યજન કરો,અને મને જ પ્રણામ કરો.
અધિકાર ને અનુસરીને મારા સાકાર-સ્વરૂપમાં ---અથવા---નિરાકાર સ્વરૂપમાં ચિત્ત રાખીને -
જો મારામાં જ તત્પર રહેશો-તો-હું કે જે તમારો આત્મા જ છું-તેને તમે પામશો.
અર્જુન પૂછે છે-કે-સાકાર અને નિરાકાર -એ રીતે તમારાં બે સ્વરૂપ છે,તેમાં હું,
ક્યારે ? અને કયા ? સ્વરૂપ નો આશ્રય કરીને રહું? કે જેથી મને સિદ્ધિ પ્રાપ્ત થાય?