Dec 7, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-684

હે અર્જુન,ક્ષત્રિયોને માટે "શાસ્ત્રોમાં કહેલું-સંગ્રામોમાંથી નહિ નાસવા-રૂપ" આ તમારું "કર્મ" (સ્વ-ધર્મ-કર્મ) જો કે બંધુઓના વધરૂપ હોવાને લીધે ક્રૂર છે,છતાં પણ,ચિત્ત-શુદ્ધિ દ્વારા બ્રહ્મજ્ઞાન આદિ સુખોને આપનાર થશે,અને ધર્મ,યશ,રાજ્ય તથા સ્વર્ગ-આદિ પ્રગતિને આપનાર પણ થશે.
જો કે ભીષ્મ-દ્રોણ આદિ પૂજ્ય લોકોની ઉપર શસ્ત્રો ઉગામવાં (કે શસ્ત્રો નાખી દેવાં) વગેરે ઘણા અધર્મો જેવું દેખાવાથી (હોવાથી) આ યુદ્ધ-રૂપી કર્મ ખરાબ જણાય છે,
તો પણ,તે કર્મ શાસ્ત્રોના "જે પ્રમાણો"થી -ઉત્તમ "કર્તવ્ય" (કર્મ) તરીકે ગણાય છે,
તે "પ્રમાણો"થી તમે -આ યુદ્ધ-ધર્મ-રૂપી (સ્વ-ધર્મ-રૂપી) "કર્તવ્ય" (કર્મ) કરીને,આ (ધર્મ) યુદ્ધમાં વિજય પામો.

પોતાના (સ્વ ના) ધર્મ-રૂપી-કર્મથી,મૂર્ખનું પણ કલ્યાણ થાય છે-ત્યારે વિદ્વાનનું કલ્યાણ થાય-તેમાં શું કહેવું?
જેમાંથી "અહંકાર" ટળી ગયો હોય,એવી "બુદ્ધિ",
કરોડો મહા-પાપો કરે -તોપણ- તે બુદ્ધિ તેઓનાં "ફળો" થી લેપાતી નથી.
હે અર્જુન,તમે (કર્મ થી જો ફળ મળે તો તે ) ફળની આસક્તિનો પણ ત્યાગ કરી
સિદ્ધિ-અસિદ્ધિમાં "સમતા" રાખવા-રૂપ યોગમાં રહી કર્મો કરો.ફળની આસક્તિ છોડી દઈને-
વર્ણાશ્રમ ના વ્યવહાર થી પ્રાપ્ત થયેલાં કર્મો કરશો-તો તેઓ (તે ફળો) થી,પણ, તમે બંધાશો નહિ.

૧) જો રાજ્ય-લાભ-આદિ "લોભ" ને લીધે,યુદ્ધ કરવામાં આવે-તો કદાચ અધર્મની પ્રાપ્તિ થાય,
પણ ફળની આસક્તિ નો ત્યાગ કરીને "સ્વ-ધર્મ-બુદ્ધિ" થી કર્મ કરવામાં આવે તો-તેથી અધર્મ થાય નહિ.
૨) તમે શાંત,બ્રહ્મમય થઈને બ્રહ્મમય કર્મો કરો,એટલે કે,
સઘળાં કર્મો "બ્રહ્મને અર્પણ" કરી દેવાની પદ્ધતિ રાખશો-તો તમે તુરત બ્રહ્મ જ થશો.
૩) સર્વમાં સામાન્ય-રીતે રહેલું બ્રહ્મ-તત્વ નહિ જાણવાને લીધે,કર્મોને "બ્રહ્માર્પણ" કરવાની,જો,
તમારી શક્તિ ના હોય-તો-તમે "સગુણ-ઈશ્વરાર્પણ-બુદ્ધિ" થી કર્મ કરો-એટલે તમને કર્મનું બંધન થશે નહિ.

સઘળાં કર્મો ઈશ્વરને જ અર્પણ કરી,ઈશ્વરમાં જ ચિત્ત રાખી,
નિર્દોષ તરહીને સર્વ પ્રાણીઓના આત્મા-રૂપ થઈને તમે પૃથ્વીના શણગાર-રૂપ થાઓ---અથવા---
સન્યાસ ધારણ કરી સમ તથા શાંત મન-વાળા અને આત્મ-તત્વનો વિચાર કરનારા થઈને કર્મ કરો-
અને જીવનમુક્ત રહો.આવ્યા "સન્યાસ-યોગની યુક્તિ"થી કર્મ કરવામાં આવે તો પણ કર્મ-બંધન થતું નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE