Nov 30, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-677

રાગ-કૃત પ્રવૃત્તિ (બાળકની જેમ આપોઆપ ખાવાપીવા-વગેરેમાં પ્રવૃત્તિ થાય તે) અને
શાસ્ત્ર-કૃત પ્રવૃત્તિ (શાસ્ત્રમાં બતાવેલી હિત-અહિતનો વિચાર કરી જે પ્રવૃત્તિ થાય તે)
એ બંને પ્રકારની પ્રવૃત્તિનો નિયમ,જો કે સંકલ્પમય જ છે,
તો પણ સ્વ-ભાવને લીધે,કોઈ સમયે રાગ-કૃત તો કોઈ સમયે શાસ્ત્ર-કૃત  પ્રવૃત્તિ થાય છે.

જેમ માટીથી ઘડો બને છે,તેમ આ સઘળું દ્વૈત આત્મામાંથી જ બનેલું છે,માટે અદ્વૈત જ છે.
જેમ,માટી જયારે માટી જ હોય છે-ત્યારે,તેમાં દેશ-કાળ વગેરેના આધારથી-
આકાર (ઘડો-વગેરે)ની ગોઠવણ વગેરે નો વિકાર તેમાં -સંભવતો નથી,
તેમ,આત્મામાં કોઈ વિકાર કે આત્માનો કોઈ આકાર સંભવતો નથી.

જેમ,વૃક્ષમાં પેઠેલું જળ,પાંદડાં-ફળ-ફૂલરૂપે બહાર આવે છે,એથી તે જળ એક હોવા છતાં,અનેક-રૂપે દેખાય છે,
તેમ,આપણા સ્વ-રૂપ-નો સત્તા-રૂપી રસ (ઘટ-પટ-વગેરે) અનેક-રૂપે પ્રગટ થઈને-
એક છતાં,પણ,દ્વિત્વને ધારણ કરે છે.
આમ,જે બ્રહ્મ છે-તેણે પોતે જ પોતામાં પોતાની કલ્પનાથી જ દ્વિત્વ ધારણ કર્યું છે-એમ સમજવું.
જો કે જગત-રૂપે વિવર્તના નિયમનો ક્રમ કલ્પિત જ છે,એટલે તેમાં કોઇથી કશો પણ ફેરફાર થઇ શકે તેમ નથી.

અરીસા જેવા સ્વચ્છ આકાશમાં,આકાશનો ભાગ અથવા આકાશનું કાર્ય,આકાશથી જુદાં નથી,
એટલે તે તે ભાગો અને કાર્યો-આકાશનાં જ સ્વરૂપો છે,કે જેથી,કેવળ તે આકાશ જ પ્રકાશે છે.
પરંતુ,માયાની ઉપાધિ-વાળા બ્રહ્મમાં એથી (આકાશથી) ઉલ્ટી રીતિ છે.
બ્રહ્મમાં બ્રહ્મ પોતે જ નિરાકાર છે,તો પણ સઘળી વસ્તુઓ-રૂપે દીપે છે,જીવ-રૂપે પ્રતિબિંબિત થાય છે,
અને ભેદની કલ્પનાથી દ્વૈત-રૂપ થાય છે.(બ્રહ્મ-ચૈતન્યમાં એમ બને છે-તે તેનો સ્વ-ભાવ જ છે)

સૃષ્ટિના આરંભમાં જે સ્વ-ભાવે આત્માનું સ્ફૂરણ થયું છે-તે સ્વભાવ જો કે મિથ્યા જ છે,
તો પણ આત્માની સત્યતાને લીધે સત્ય જણાય છે,
માટે સંસાર-સંબંધી સ્વાભાવિક નિયમો કદી પણ ફેરફાર પામતા નથી.
આમ,આત્મામાં ચૈતન્ય-પણું સત છે અને જગત-પણું અસત છે.

ચૈતન્ય,સર્વ-વ્યાપક હોવાને લીધે,
તે ચૈતન્યના પહેલા કાર્ય-રૂપ-મનમાં,ચૈતન્ય અને (કોઈ સમયે) જડ-પણું એ બંને દેખાય છે.
આમ,ચૈતન્ય-પણાના તથા જડપણાના મિશ્રણ-રૂપ -ચિત્ત,
જયારે દ્રઢ સંકલ્પથી જે પ્રકારના દેવપણાની,નરપણાની કે સ્થાવરપણા-વગેરેની ભાવના કરે છે,
ત્યારે તે પ્રમાણે જ દેવપણાને,નરપણાને કે સ્થાવરપણા-વગેરેને અનુભવે છે.

ચૈતન્યપણાને લીધે,પણ,અંદર વાસનાઓના ઉદયથી,જેણે વિચિત્ર આકારોની ભાવના કરી હોય છે-
તે જીવ,કાળના ભેદથી જુદા જુદા આકારો વાળો થઇ જાય છે,અને એક દેહથી બીજા દેહને પણ પ્રાપ્ત થાય છે.
કેમ કે દેહોની પ્રાપ્તિ પ્રતિભાસ-રૂપ જ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE