Nov 24, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-671

રામ કહે છે કે-હે મહારાજ,બીજા ઘણા લોકોના બોધને વધારવા,હું હવે એક વાત સહજ પૂછું છું,
માટે પિતા જેમ બાળક પર કોપ ના કરે તેમ આપ મારા પર કોપ ના કરશો.

કાન,નાક,આંખ,જીભ,ચામડી-એ મરણ પામેલા પ્રાણીના શરીરમાં હોવા છતાં પણ,
અને પ્રત્યક્ષ રીતે દેખાવા છતાં પણ પોતપોતાના વિષયોને કેમ જાણતા નથી?
અને જીવતાં માણસોના શરીરમાં એ પોતપોતાના વિષયોને કેમ જાણે છે?

૧) જો કહેશો કે "ઇન્દ્રિયો ગોલકોથી જુદી છે,તેઓ જીવતા માણસના શરીરમાં જ રહે છે,અને તે ઇન્દ્રિયો પોતે ઘડા-વગેરે બાહ્ય-પણાનો અનુભવ કરીને પછી તે અંદર પેસીને તે અનુભવને કહે છે"
તો એ વાત ઘટતી નથી -કેમકે-તેઓમાં ચેતન-પણું પણ નથી અને કહેવાનું સામર્થ્ય પણ નથી.

૨) જો કહેશો કે "ઇન્દ્રિયો બહાર ઘડા-આદિ પદાર્થને હૃદયમાં લઇ જઈને સ્થાપે છે" તો એ વાત પણ ઘટતી નથી-કેમકે-હ્રદયમાં પદાર્થોનું સ્થાપન થયું હોય-તો હૃદયમાં વારંવાર તે પદાર્થોનો અનુભવ થવો જોઈએ.
અને,ઘડો-આદિ પદાર્થો હૃદયમાંથી પાછા બહાર નીકળતા પણ જોવામાં આવતા નથી.

૩) જો કહેશો કે-ધડો-આદિ વિષયો,પ્રથમ ચક્ષુ-આદિ ઇન્દ્રિયોને પોતાના પ્રદેશમાં ખેંચે છે અને પછી તે ખેંચાયેલી ઇન્દ્રિયો,વિષયોને વીંટીને હૃદયમાં રહેલા ભોક્તાની પાસે કોઈ અંશથી અંદર આવે છે" તો એવાત પણ ઘટતી નથી-કેમકે-ઘડો-આદિ-વિષયો ગોલકોના પ્રદેશો સુધી આવતા નથી,માટે તેઓ ઇન્દ્રિયોને શી રીતે ખેંચી શકે?

૪) જો કહેશો કે "ઇન્દ્રિયો રજ્જુ ની પેઠે ઘડો-આદિ વિષયોને વીંટાય છે" એ વાત પણ મનાય નહિ તેવી છે.
૫) ભિન્ન-ભિન્ન પ્રદેશોમાં દાટેલી લોઢાની બે સળીઓની જેમ-ઘડો-આદિ વિષયો અને ઇન્દ્રિયો-ભિન ભિન્ન પ્રદેશોમાં રહે છે-માટે તેઓ એકબીજાને ખેંચતા નથી,તેમ જ એકબીજાનો સંયોગ પણ થતો નથી.
નેત્ર-વગેરે અલ્પ-છિદ્રોમાં ઘડો-આદિ સ્થૂળ-પદાર્થોનો પ્રવેશ થાય-એ પણ અનુભવથી વિરુદ્ધ છે

હે મહારાજ,હું જાણતો હોવા છતાં,પણ (બીજા) મૂર્ખ લોકોને સમજણ પડે-એટલા માટે આવા વિષયો
વારંવાર પૂછું છું-માટે આપ દયા કરીને સંપૂર્ણ રીતે તેના ઉત્તર આપશો.

વસિષ્ઠ કહે છે કે-"ઇન્દ્રિયો ગોલકોથી જુદી નથી" એ વાત તો બહુ જ સાધારણ છે.એમ જ કહો કે-
ઇન્દ્રિય-આદિ,ચિત્ર-આદિ અને ઘડો-આદિ (પદાર્થો) -એ કંઈ પણ નિર્મળ ચૈતન્યથી જુદું સંભવતું જ નથી.
જો "કલ્પના" થી દૃશ્ય-દ્રષ્ટા ની વ્યવસ્થા માનતા હો તો-પૂર્વપૂર્વની વાસનાઓ અનુસાર -
ઇન્દ્રિય-આદિથી ગોઠવાયેલા લિંગ શરીરની કલ્પના પણ ઘટે છે-માટે વિરોધ આવતો નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE