Nov 14, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-661

પોતાના જૂના રહેઠાણને નહિ છોડતાં-અને એમ છતાં પણ તે ગર્ભ અનુક્રમથી વ્યવહારમાં સમર્થ થયેલ છે.
(એ ગર્ભની) ચપળ-રૂપ-વાળી-વ્યવહાર "શક્તિ"એ -જ -
તે નિર્વિકાર સ્વ-રૂપમાં આવા "જગત-રૂપ દેખાવ" ફેલાવ્યો છે-કે જે દેખાવ,
"આ આકાશ છે,આ કાળ છે,આ નિયમ છે,આ ચલન-રૂપ ક્રિયા છે,આ સંકલ્પનો વિસ્તાર છે, આ જુદીજુદી દિશાઓ છે,આ રાગ-દ્વેષ છે,આ ગ્રાહ્ય-ત્યાજ્ય છે,આ તું-પણું-હું-પણું છે,આ ઉંચે -નીચે છે,આ આગળ-પાછળ છે"
એવી અનંત કલ્પનાઓ-રૂપી રચનાના રહસ્યથી ચારે બાજુ  વિસ્તાર-પામેલ છે.

આ રીતે,તે બીલાના પોતાના ગર્ભનો ચમત્કાર જ
સંકલ્પોની તે તે સ્થિતિની અંદર આવા-આવા પ્રકારોના દેખાવો-વાળો  થયો છે,
અપવાદની દૃષ્ટિથી જોતાં,
બ્રહ્મ-ચૈતન્ય,શાંત છે,સ્વસ્થ છે,સઘળા પ્રકારના બાધોથી રહિત છે,સૌમ્ય છે,અને ભાવના વગરનું છે.
તે બ્રહ્મ-ચૈતન્ય,સંકલ્પથી કર્તા-પણું અને સંકલ્પના અભાવથી અકર્તા-પણું ધરાવે છે.
એ "ચૈતન્ય-શક્તિ" એક જ છતાં,અનેક જેવી જણાય છે,અનેક રૂપ-વાળી જણાતા છતાં -તે એક જ છે.
જ્યાં જોઈએ-ત્યાં-તે એની એજ છે,સત્ય છે-અખંડ છે-સંપૂર્ણ શાંતિથી ભરપૂર-રૂપ-વાળી અને અત્યંત મોટી છે.

(૪૬) બ્રહ્મનું શિલા-રૂપે વર્ણન

રામ કહે છે કે-હે ગુરુ મહારાજ,જે પાર ચૈતન્ય-ઘન-બ્રહ્મની સત્તા છે,
તેને જ આપે આ બીલા-રૂપે કહી તેમ હું ધારું છું,
આ સઘળું અહંતા-આડે-જે ફેલાયું છે તે બ્રહ્મના ગર્ભ-રૂપ જ છે.દ્વિત્વ કે એકત્વની કલ્પના-રૂપ ભેદ નથી.

વસિષ્ઠ કહે છે કે-આ બ્રહ્માંડ-આદિ સઘળું,બ્રહ્મ-રૂપ-બીલાનો ગર્ભ છે.
પણ,જેમ બીલાનું ખોખું તે ગર્ભના આધાર-રૂપ છે,તેમ બ્રહ્મા,જગતના આધાર-રૂપ છે -તેમ સમજવું નહિ.
જેમ,બીલાનો ગર્ભ,બીલાનું પરિણામ છે,તેમ જગત બ્રહ્મનું પરિણામ નથી.
કારણકે-જો જગત,બ્રહ્મનું પરિણામ હોય-
તો પરિણામ પામનારા બ્રહ્મનો વિનાશ માનવો પડે,પણ એ વિનાશ કદી સંભવતો નથી.
જેમ મરીમાં તીખાશ-રૂપ ચમત્કાર રહેલો છે,તેમ,ચૈતન્યમાં જગત-રૂપ ચમત્કાર રહેલો છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE