શિલાના આકાશ (શિલાનું આકાશ-એ શિલા-રૂપ જ છે) ની જેમ -અનુભવ-રૂપ-આત્મ-ચૈતન્યની,પોતાના સ્વ-રૂપમાં જ જે સ્થિતિ થવી-તે જ-અનાદિ પ્રકાશ આપનાર "બ્રહ્મ" શબ્દ થી કહેવાય છે.અને અભિમાન ની વૃદ્ધિ થી-જેમ જેમ સંસાર વધતો જાય છે,તેમ મિથ્યાભૂત દિશા,દેશ,કાળે -કરેલી-"મર્યાદાઓ" આવી પડતાં આત્માનો પ્રકાશ ઓછો થાય છે-અને એથી આત્મા ક્ષુદ્ર બનતો જાય છે.
હે વસિષ્ઠ મુનિ,"લિંગ-શરીર-રૂપ-કલ્પિત-ઉપાધિ"ને લીધે,બ્રહ્મ-ચૈતન્ય,એ જીવ-પણાને પામીને,
દેહના તથા ઇન્દ્રિયો-આદિના સમાગમના ક્રમથી-અનેક યોનિઓ-રૂપ થઇ જાય છે.
જેમ,મજબૂત દોરામાં માળા ગૂંથાઈને રહે છે-તેમ, નિત્ય,વ્યાપક,અનંત,જગતમાં રહેલ અને
જગતને બનવાનાર,જે તત્વ (બ્રહ્મ)માં આ અનિર્વચનીય જગત ગૂંથાઈને રહેલ છે-
તે તત્વ-દૂર પણ નથી,પાસે પણ નથી,ઉંચે-નીચે પણ નથી,મારું-તમારું પણ નથી,
પહેલાં પણ નથી કે આજે પણ નથી,વ્યવહારની કે પ્રતિભાસની દૃષ્ટિએ પણ નથી અને વચમાં પણ નથી,
પરંતુ,દેશ-કાળ વગેરે સઘળી "મર્યાદાઓ"થી રહિત છે.
અંતઃકરણ-આદિ-સઘળા-વિકલ્પો પણ મિથ્યા જ છે.
તેથી સ્વ-પ્રકાશ-ચૈતન્ય-વિના-પોતાનો (સ્વ-નો) અનુભવ કરનાર બીજો કોઈ પણ નથી.
સદાશિવ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,તમારા પૂછેલા પ્રશ્નોના મેં ઉત્તરો આપ્યા.તમારું કલ્યાણ થાઓ.
હવે અમે જયાં અમારે જવાનું છે-ત્યાં જઈએ છીએ.હે,પાર્વતી,ચાલો,ઉઠો.
વસિષ્ઠ (રામને) કહે છે કે-મહાદેવ એટલાં વચન બોલી,મારી આપેલી પુષ્પાંજલિ નો સ્વીકાર કરીને,
પોતાના પરિવાર સાથે આકાશ-રૂપ-ગુહામાં ચાલ્યા ગયા.
તેમના ગયા પછી,થોડીવાર રહી,મેં હૃદયમાં તેમનું સ્મરણ કર્યું અને પછી પરમ શાંત થઈને,
મેં આત્મા-રૂપ દેવના પૂજન નો જ સ્વીકાર કર્યો અને જૂનું જડ-દેવનું પૂજન છોડી દીધું.