Nov 3, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-653

(૪૨) સૃષ્ટિ-એ માયા કલ્પિત છે

વસિષ્ઠ કહે છે કે-હે સદાશિવ,સૃષ્ટિના આરંભમાં ચિદાકાશમાં રહેલો અને
જેણે દેહ-રૂપી ભ્રમ દીઠો હોય છે-એવા જીવની પછી શી સ્થિતિ થાય છે?

સદાશિવ કહે છે કે-જેમ સ્વપ્નનો નર,પોતાના શરીરને તૈયાર થયેલું દેખે-તેમ,આગળ કહી ગયેલા ક્રમ પ્રમાણે,સર્વથી પર-ચિદાકાશમાં રહેલ-જીવ-પોતના શરીરને તૈયાર થયેલું દેખે છે.
ચૈતન્ય-એ સર્વ-વ્યાપક હોવાને લીધે,જેમ સ્વપ્ન નો નર-પણ સઘળું કાર્ય કરે છે-તેમ,સૃષ્ટિના આરંભમાં થયેલો-
એ "હિરણ્ય-ગર્ભ" નામનો સમષ્ટિ જીવ પણ આજ સુધી કાર્ય કર્યે જાય છે.

પછી-એ પ્રથમ (પહેલો) પ્રખ્યાત થયેલો પુરુષ  (બ્રહ્મા-વગેરે)-
"હું સનાતન છું-હું અવ્યક્ત છું-અને હું સમષ્ટિ પુરુષ છું"
એવી રીતના "નામો-ની કલ્પના" પોતાનામાં (સ્વ-માં) કરી લે છે અને
બહારની વસ્તુઓમાં પણ અનેક પ્રકારનાં "નામો" કલ્પી લે છે.

એ પ્રથમ (પહેલો) જીવ (પુરુષ) જ -
કોઈ સૃષ્ટિમાં વિષ્ણુ,કોઈ સૃષ્ટિમાં સદાશિવ,કોઈ સૃષ્ટિમાં બ્રહ્મા
અને કોઈ સૃષ્ટિમાં દુર્ગા-આદિ બીજાં નામો કલ્પી લે છે.
કારણ કે-એ "સંકલ્પ-મય-પુરુષ" છે,અને સંકલ્પથી જ અનેક શરીરને પ્રાપ્ત થાય છે.

એ પ્રથમ (પહેલો) પુરુષ (જીવ) પુષ્ટ થઇ (વિકાસ ને પામીને) મન-રૂપી-મૂર્તિ ને પ્રાપ્ત થઈને (મન ને પામીને)
જે (બહારના) પદાર્થ ને જેવો "કલ્પે" છે-તે પદાર્થને એવી જ રીત નો સારી રીતે અનુભવે છે,
એથી જ "કલ્પના" થી થયેલું આ સઘળું જગત (દૃશ્ય) એ વેતાલ-ની પેઠે અસત (શૂન્ય) જ છે.
પણ ભ્રાંતિની દૃષ્ટિ થી તે સત્ય લાગે છે.અહંતા-અને-જગતની સ્થિતિ આ પ્રમાણે છે.

એ આદિ (પ્રથમ કે પહેલો) પુરુષ,-કે જે-પોતે (સ્વ-એ) સર્જેલાનો (દૃશ્ય કે જગતનો)-પોતે જ "દ્રષ્ટા" થાય છે,
અને પોતાના (સ્વ-ના) સ્વ-રૂપનો વિચાર કરવાથી,નિમેષ-માત્રમાં (પલકારામાં) પરમાત્મા-રૂપ થઇ જાય છે,
તો-સ્વ-રૂપ ને ભૂલી જતા-નિમેષ-માત્રમાં આ અપાર-સંસાર (જગત કે દૃશ્ય) માં આવી પડે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE