Oct 24, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-645

સમતા-રૂપ-રસ-શક્તિ  કે જે મધુર,રમ્ય અને અલૌકિક છે-
તેની જે જે દ્રશ્યને ભાવના દેવામાં આવે-તે તે દૃશ્ય ક્ષણ-માત્રમાં અમૃત સમાન થઇ જાય છે.સર્વને બ્રહ્મમય જોવા-રૂપ સમતાથી-પોતે (સ્વ-એ) આકાશ-સમાન નિર્લેપ રહીને, મર્મનો લય કરીને-વિકાર-રહિત તથા યત્ન-રહિત થઈને જ રહેવું-એ જ (તે આત્માનું) મુખ્ય પૂજન કહેવાય છે.

આવી રીતે આત્માની ઉપાસના કરનારો જ્ઞાની પુરુષ-અંદર-બહાર આકાશની પેઠે નિર્લેપ રહે છે,
તેનું અજ્ઞાન નાશ થતાં-તેના રાગ-દ્વેષ-અહંકાર-વગેરે શાંત થાય છે-ને બ્રહ્મ-પણામાં રહે છે.
આમ,બ્રહ્મપણામાં રહેવું એ જ આત્માની પરમ પૂજા છે.
સઘળા સંકલ્પો થી રહિત થયેલી બુદ્ધિથી આત્મ-સ્વ-રૂપમાં જ રહેવું-એ જ મુખ્ય શિવ (આત્મા)-પૂજન છે.

(૪૦) દેવ-તત્વ-નિરૂપણ

હે વસિષ્ઠ મુનિ,જે તે કામમાં તમે પોતાની શક્તિને અનુસરીને,જે કંઈ કરતા નથી અને જે કંઈ કરો છો,
તે સઘળું ચૈતન્ય-માત્ર અને અંદર રહેલા પરમ શિવ-રૂપ આત્માનું પૂજન જ થાય છે.
આત્મા પોતે એવી રીતના પૂજનથી જ-
વાસ્તવિક રીતે નિરતિશય આનંદને પ્રગટ કરે છે.તથા આવરણને દુર કરે છે.

જેમ અગ્નિમાં અગ્નિના કણો જુદા રૂપ-વાળા સંભવતા નથી,
તેમ નિર્મળ આત્મામાં રાગ-દ્વેષ-આદિ શબ્દો અને તેઓના અર્થો આત્માથી અન્ય સંભવતા નથી.
પોતાનું કે પરાયું જે જે કંઈ -રાય-રાંક,સુખ-દુઃખ-આદિ નો આરોપ છે-તે જ નિત્ય આત્માનું પૂજન જ છે.
આકાશ-આદિ-રૂપ તથા જાગ્રત જગતનો જે -આરોપ છે-તે જ નિત્ય આત્માનું પૂજન જ છે.
બ્રહ્મ-રૂપ-પોતે-તે-આત્મા જ- આકાશ-આદિ-રૂપથી-તથા-જાગ્રત આદિ-રૂપથી શણગારવામાં આવે છે.

આ રીતે દ્વૈતથી રહિત,શાંત અને મહા-મંગલ એક આત્મા-રૂપ હોવા છતાં,
જગતની પ્રતીતિની જેમ પ્રાપ્ત થયેલું,આ સઘળું દૃશ્ય (જગત) -
આત્માના પ્રકાશથી જ પ્રકાશે છે-અને આત્માની સત્તાથી જ સત્તા પામેલું છે.
અહો-આ કેવું આશ્ચર્ય છે!! જુઓ-કે પ્ર્ત્યગ આત્મા જ પોતાને ભૂલીને -જીવ આદિ સ્વભાવ-વાળો તથા
ઘડા-વગેરે (પદાર્થો-રૂપે) જગત-રૂપ થઈને રહેલ છે!!

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE