સર્વને સ્ફુરણ તથા સત્તા આપનારું -જે બહાર પ્રકાશતું-રૂપ છે-એ જ પરમ-દેવ (પરમાત્મા) કહેવાય છે.
એ ચૈતન્યની વધારે "શક્તિ" ખીલવાથી જ વિષ્ણુ,શિવ,બ્રહ્મા-વગેરે પુરુષો દેવતાઓ ગણાય છે.
પણ,એ પરમાત્મા (બ્રહ્મ કે ચૈતન્ય) સર્વ-વ્યાપક,સઘળાં વ્યષ્ટિ ચૈતન્યોની ખાણ-રૂપ દેવતાઓને પણ સત્તા આપનાર,સર્વ દેવતાઓના ધ્યેય અને પરમ-ધામના અધ્યક્ષ (મુખ્ય-પરમ-દેવ) છે.
એ મહા-ચૈતન્ય ના સર્વ-સામાન્ય પ્રકાશને પામવાથી જેઓ મિથ્યા-મોહને વશ થતા નથી-
તેઓ જગતમાં બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-આદિ દેવતાઓના નામથી પ્રસિદ્ધ છે.
જેમ,તપેલા લોઢામાંથી તણખાઓ નીકળે છે -તેમ,બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-આદિ દેવતાઓ,
એ મહા-ચૈતન્યથી નીકળેલા છે,
જો કે-આ પણ (આ પ્રકારનું કહેવું પણ) એક વ્યવહારની દૃષ્ટિથી કહેવા માત્ર જ છે,
પણ વાસ્તવિક એ છે કે-જેમ રજ્જુમાં ભ્રાંતિ-રૂપ-સર્પ થયા છે,તેમ પરમાત્મામાં બ્રહ્મા-વગેરે દેવતાઓ થયા છે.
"ભ્રમોના બીજ-રૂપ અને અવિદ્યા-સંબંધી-જાળને કરનારા" દેવતાઓ (બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-વગેરે) હોવાથી જ,
વેદો ના અર્થો અને ઉપાસનાના ભેદો-વગેરે,
તે તે ઉપાયો (ઉપાસના -વગેરે)ના અધિકારી જીવો,
અને-જીવો ની વાસનાઓ તથા તે વાસનાથી થતા અનર્થો-વગેરે,
હજારો શાખાઓથી પોષાતી "અવિદ્યા" (અજ્ઞાન-કે માયા) વૃદ્ધિ પામી છે.
પછી તો,એ "અંત વગરની-અવિદ્યા" વારંવાર એવી ફેલાયેલી છે,
અને તેને "દેશ-કાળની ગોઠવણો" પણ એવી પ્રાપ્ત થયેલી છે કે-
તે વિષયનું સંપૂર્ણ વર્ણન કરવાને માટે કોઈ પણ સમર્થ નથી.
એટલા માટે જેમ,પાંદડાંનો પરમ પિતા વૃક્ષ જ છે,
તેમ,બ્રહ્મા-વિષ્ણુ-શિવ-આદિ દેવો નો-પરમ-પિતા-મોટો-દેવ-પરમાત્મા (બ્રહ્મ) જ છે.