Oct 6, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-631

\સઘળાં દૃશ્યોનો (જગત અને જગતના પદાર્થોનો) બાધ થતાં,અપરોક્ષ દૃશ્ય-માત્ર બાકી રહેવાથી-થતી,એવી પહેલી ભૂમિકા "પશ્યંતી" કહેવાય છે.
(મન ક્ષીણ થતાં જીવનમુક્તની જે પહેલી પદવી-તે પશ્યંતી)
હે વસિષ્ઠ મુનિ,હવે દૃઢતાને લીધે થતી જીવનમુક્ત ની બીજી સ્થિતિ-તુર્યા-વિષે હું કહું છું,તે તમે સાંભળો.

જયારે તે પશ્યંતી ભૂમિકામાં,અભ્યાસને લીધે,સ્થિતિ મનથી રહિત થઇ જાય છે,
ત્યારે તે ચૈતન્ય શક્તિની શાંતિ-વાળી થાય છે.(ત્યાર પછી તેમાં દૃઢતા ને લીધે-તે પશ્યંતી-સ્થિતિ)
સૂર્ય-ચંદ્ર-અગ્નિ-વાણી-અને ઇન્દ્રિયો-રૂપ જ્યોતિઓથી રહિત થઇ  જાય,
અંધકાર-અજ્ઞાન-તથા તેનાં કાર્યોથી પણ રહિત થઇ જાય,વિસ્તીર્ણ આકાશની જેમ સુંદર થાય,

ત્યારે,ઘાટી સુષુપ્તિની જેમ,વાયુની અંદર રહેલી ચલન-શક્તિની જેમ -તથા-
પરમ પરિણામ પામીને આકાશમાં રહેલી શૂન્ય-શક્તિની જેમ,
પરમાકાશને (શુદ્ધ આકાશ કે બ્રહ્મને) પામેલી જેવી થઈને,
(તે સ્થિતિ) દૃશ્ય-અંશોમાં રહેલી આતુરતા છોડી દે છે,

કાળ તથા વસ્તુની મર્યાદા સંપૂર્ણ રીતે છોડી દઈ-કોઈ પણ દ્રશ્યની કલ્પના ના કરે,જડતા-વાળી ના રહે,
કોઈ પણ સંબંધ વાળી ના રહે,વિસ્તીર્ણ થાય,અને (ત્યારે)
કોઈ પણ શબ્દ થી ન કહેવાઈ શકાય તેવી તથા,દેશ-કાળ-માપથી રહિત-મહાસત્તાના પદને પામેલી,
જાગ્રત-સ્વપન-સુષુપ્તિ અને વિરાટ થી-હિરણ્ય-ગર્ભ તથા અવ્યકૃત થી ચોથા અંશ-રૂપે સ્પષ્ટ થતી,
નિર્દોષ-નિષ્કલંક અને સર્વ નિમિત્તો-સર્વ કાળો તથા સર્વ દેશોમાં,તથા
પ્રકાશો અને આનંદો થી અધિક ઉત્કર્ષ-વાળી,સાક્ષીની પેઠે રહેલી કોઈ સત્તાને ધરે-
ત્યારે એ "તુર્યા" નામની જીવનમુક્તની બીજી ભૂમિકા (સ્થિતિ) કહેવાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE